આજથી ગુરુ મીન રાશિમાં માર્ગી, 4 રાશિની કિસ્મત બદલશે તો આ રાશિને કરશે હેરાન

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. તેમના ગોચરમાં ફેરફાર થવાથી તે આપણાં જીવનમાં સીધી અસર કરે છે. જેની કુંડળીમાં ગુરુની સ્થિતિ સારી હોય છે, તેને સંસારના તમામ પ્રકારના સુ:ખોની પ્રાપ્તિ થાય છે. ગુરુ વાણી, સંતાન, સ્ત્રીઓના લગ્ન અને ભાગ્યના કારક ગણવામાં આવ્યા છે.

આજે એટલે કે 24 નવેમ્બરે ગુરુ પોતાની મીન રાશિમાં માર્ગી થવાના છે. તેમના માર્ગી થવાથી દરેકના જીવનમાં કોઈને કોઈ પરિવર્તન આવશે. જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી જાણીએ કે ગુરુના ગોચરથી તમારા જીવનમાં શું ફેરફાર આવશે.

મેષ રાશિ- ગુરુ હાલ તમારી રાશિથી બારમી રાશિમાં ગોચર કરી રહ્યા છે અને તે ભાવમાં માર્ગી થવાથી નોકરી ધંધામાં નવી તકો ઉભી થવાના સંકેતો છે. તમારો થોડો વિરોધ થશે પરંતુ પાંચેક દિવસ બાદ બધુ ઠીક થઈ જશે. ધાર્મિક બાબતે થોડો ખર્ચ થઈ શકે છે. વિદેશ જવાની તૈયારી કરતા હોવ તો સફળતા મળી શકે છે. રમત-ગમત સાથે સંકળાયેલ લોકોને ખૂબ લાભ મળવાના સંકેત છે.

વૃષભ રાશિ- તમારી રાશિથી 11માં એટલે કે લાભ સ્થાનમાં ગુરુ માર્ગી થશે. અપરિણિત જાતકોના લગ્ન આ સમયગાળામાં થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. શેરબજારમાં જો તમે રોકાણ કરવા ઈચ્છતા હોવ તો તેમાં લાભ મળી શકશે. મોટા ભાઈ-બહેન તરફથી લાભ મળવાના સંકેત છે. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થશે.

મિથુન રાશિ- ગુરુ તમારી રાશિથી 10માં ભાવ એટલે કે કર્મ સ્થાને માર્ગી થશે. જેથી નોકરી-ધંધામાં બહુ મોટાપાયે ફેરફાર આવવાની શક્યતા છે. પિતા તરફથી કોઈ લાભ મળી શકે છે. ધંધા પાછળ કોઈ ખર્ચ થઈ શકશે. મકાન-વાહનમાં વધારો થઈ શકે છે. બીમારીથી પીડિત વ્યક્તિને તે રોગમાંથી છૂટકારો મળશે.

કર્ક રાશિ- ગુરુ તમારી રાશિથી નવમાં સ્થાનમાં ગોચર કરશે. જેથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. પ્રવાસ કરવા જશો. રોકાણ માટે સારો સમય છે. વિદ્યાર્થીમિત્રો માટે સારો સમય છે. સંતાન ઈચ્છુક યુગલોને સંતાનપ્રાપ્તિ થઈ શકે છે. મોટા ભાઈ-બહેન તરફથી લાભ મળવાના સંકેત છે.

સિંહ રાશિ- ગુરુ તમારી રાશિથી આઠમાં સ્થાને માર્ગી થશે. તમારે સ્વાસ્થ્યમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરુર છે. હોસ્પિટલમાં થોડો ખર્ચો થવાની સંભાવના છે. વિદેશ જવા ઈચ્છુક જાતકોને વિઝા મળવાના યોગો છે. કુંટુંબ તરફથી કોઈ લાભ મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે પરંતુ પડકારો પણ એટલા જ વધશે.

કન્યા રાશિ– ગુરુ તમારી રાશિથી સાતમાં સ્થાનમાં માર્ગી થશે. આ સમયગાળો તમારા માટે શુભ રહેવાનો છે. અપરિણિત જાતકોના લગ્નના યોગો બની રહ્યા છે.દરેક ક્ષેત્રે પ્રગતિ મળશે. કોઈ ત્રાહિત વ્યક્તિથી તમને લાભ મળશે. મોટા ભાઈ-બહેન તરફથી પણ લાભ મળી શકે છે. ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવી શકો છો. મિત્રો સાથે સમય વિતાવો, શુભ ફળ આપશે.

તુલા રાશિ- ગુરુ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં માર્ગી થશે. નોકરી-ધંધામાં મહત્વપૂર્ણ ફેરફારો થશે. સારી નોકરીની તક મળી શકે છે. વિદેશ જવામાં સફળતા મળશે. પ્રવાસના યોગો બની રહ્યા છે. તમારી પાછળ થોડો ખર્ચ કરશો. માતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી જરુરી બની રહેશે.

વૃશ્ચિક રાશિ- ગુરુ તમારી રાશિથી પાંચમા સ્થાને માર્ગી થશે. આ સમયગાળો તમારા માટે શુભ રહેવાનો છે. ભાગ્યોદય થશે. તમારા અટકેલા કાર્યો પૂરા થશે. કોઈને ઉધાર ન આપવું. પેટ સંબંધિત રોગો થઈ શકે છે. ધાર્મિક બાબતે ખર્ચો થશે. વાણીથી કોઈ લાભ થવાના યોગો છે.

ધનુ રાશિ– ગુરુ તમારી રાશિથી ચોથા સ્થાને માર્ગી થશે.સાહસ દ્વારા કમાણી કરશો. વધુ મહેનત કરવી પડશે. મિલકતમાં વધારો કરશો. જ્યોતિષ-ગુઢ વિદ્યાઓ તરફ રુચિ વધશે. ધાર્મિકતામાં વધારો થશે. કોઈ પ્રખ્યાત મંદિરની મુલાકાત લઈ શકો છો. પ્રમોશનના યોગ છે. નવો ધંધો શરુ કરવા માટે શ્રેષ્ઠ સમય.

મકર રાશિ– ગુરુ તમારી રાશિથી ત્રીજા સ્થાને માર્ગી થશે. મોસાળ તરફથી કોઈ લાભ મળી શકે છે. રોકાણ સમજી વિચારીને કરવું, નુકસાન થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. જીવનસાથી શોધતા જાતકને સફળતા મળી શકે છે. કોઈ અજાણી વ્યક્તિ તમને લાભ આપી જશે.

કુંભ રાશિ- ગુરુ તમારી રાશિથી બીજા સ્થાને માર્ગી થશે. લગ્નોત્સુક જાતકોના લગ્ન થઈ શકે છે. કુંટુંબમાં કોઈની સાથે સંબંધ બગડી શકે છે.મોસાળ તરફથી સારા સમાચાર મળશે. વાણીથી લાભ થઈ શકે છે. વિદેશ જવા માટેનો શ્રેષ્ઠ સમય. થોડી આળસનો અનુભવ કરશો.

મીન રાશિ- ગુરુ તમારી રાશિમાં જ માર્ગી થશે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડું જાગૃત રહેવું જરુરી છે. સ્વાસ્થ્યને છોડીને જીવનના દરેક તબક્કા માટે શુભ સમય છે. વિદ્યાર્થીમિત્રો અભ્યાસમાં સારામાં સારુ પ્રદર્શન કરશે. રોકાણ માટે શુભ સમય. કોઈ મિલકતમાં વધારો કરી શકો છો. ભાગ્યોદય થશે. લગ્નના યોગ પણ બની રહ્યાં છે, યોગ્ય પાત્ર મળી શકશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.