મોદી-મોદીના નારા લગાવતા લોકોના દિલ જીતશું: દિલ્હીના CM
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટી મતદાતાઓને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો કરી રહી છે. રવિવારે જ્યાં વડાપ્રધાન મોદીએ અનેક રેલીઓ કરી તો પંચમહાલ જિલ્લાના હાલોલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો. આ દરમિયાન કેટલાંક લોકોએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
પંચમહાલ જિલ્લાના હાલોલમાં રવિવાર સાંજે રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે એક સભાને પણ સંબોધી હતી. અરવિંદે કેજરીવાલે મોદીના સમર્થનમાં નારા લગાવતા લોકોને કહ્યું કે- જેમના સમર્થનમાં નારા લગાવવા હોય તે લગાવો, પરંતુ આ તે છે જે તેમના બાળકો માટે સ્કૂલ બનાવશે અને નિઃશુલ્ક વીજળી આપશે. તેમણે એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી એક દિવસ મોદી સમર્થકના નારા લગાડનારના દિલ જીતી લેશે. તમે ગમે તેટલા સૂત્રોચ્ચારો કરો, કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે.
जो Modi-Modi के नारे लगा रहे हैं..
▪️तुम्हारे बच्चों के लिए School तो केजरीवाल ही बनाएगा
▪️अस्पताल तो केजरीवाल ही बनाएगा
▪️बिजली मुफ़्त तो केजरीवाल ही करेगाहमें किसी से कोई दुश्मनी नहीं, एक दिन इनका भी दिल जीत कर AAP में लेकर आएंगे ❤️
—CM @ArvindKejriwal #BadlaavNoAavyoVakhat pic.twitter.com/QGP7jOzhHO
— AAP (@AamAadmiParty) November 20, 2022
યુવકોને આપશે 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું
કેજરીવાલે કહ્યું કે- અમારી કોઈની સાથે દુશ્મની નથી. તમે કોઈના પણ સમર્થનમાં નારા લગાવી શકો છો. એક દિવસ અમે તમારું દિલ જીતી લઈશું અને તમને અમારી પાર્ટીમાં લાવીશું.રાજ્યમાં મોટી સંખ્યામાં યુવકો બેરોજગાર છે. તેમણે પોતાની પાર્ટીની નોકરીઓની ગેરંટી અને નોકરી ઈચ્છુક લોકોને 3,000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાની વાત ફરી કરી.
આમ આદમી પાર્ટી જ માત્ર મુદ્દાઓ પર વાત કરે છે
કેજરીવાલે જનસભા સંબોધતા દાવો કર્યો કે- રાજ્યમાં કોઈ પાર્ટી નથી, જે સ્કૂલને લઈને વાત કરે છે. શું કોઈ પાર્ટીએ સ્કૂલ, હોસ્પિટલ બનાવવાની તેમજ નોકરીઓ અને મફત વીજળી આપવાના વાયદા કર્યા છે? આ માત્ર અમારી જ પાર્ટી જે આ મુદ્દે વાત કરે છે. કેજરીવાલે કહ્યું કે જો લોકો ગુંડાગર્દીમાં વિશ્વાસ રાખે છે અને ગાળો આપવાનું પસંદ કરે છે તો તેઓ ભાજપનું સમર્થન કરી શકે છે.
તમે તેમને 27 વર્ષ આપ્યા મને 5 વર્ષ જ આપો
કેજરીવાલે કહ્યું કે સ્કૂલ બનાવવી છે તો મારી પાસે આવો, હું એન્જિનિયર છું. વીજળી જોઈએ, હોસ્પિટલ જોઈએ, સારા રસ્તા જોઈએ તો મારી પાસે આવો. નહીંતર તેમની પાસે ગુંડાગર્દી કરવા જાવ. તેમણે કહ્યું કે- હું પાંચ વર્ષની માગ કરવા આવ્યો છું. તમે તેમને 27 વર્ષ આપ્યા, મને પાંચ જ વર્ષ આપો. જો હું મારા વાયદાઓ પર ખરો નહીં ઉતરું તો હું તમારી પાસે પછી ક્યારેય નહીં આવું. આપ આગામી મહિને થનારી ચૂંટણીમાં પહેલી વખત ગુજરાતની તમામ 182 સીટ પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ પોતાને સત્તારૂઢ ભાજપ સામે મુખ્ય દાવેદાર તરીકે સ્થાપિત કર્યા છે અને કેજરીવાલ, ભગવંત માન, મનીષ સિસોદીયા પોતાના ઉમેદવારને લઈને આક્રમક રીતે પ્રચાર કરી રહ્યાં છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button