PM મોદી ઓચિંતા કમલમમાં, C.R. અને CM એ સ્વાગત કર્યું, 7 ને સસ્પેન્ડ કરાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીથી લઈને મોટા નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી રાજ ભવન જવાના હતા પરંતુ તેની જગ્યાએ હવે સીધા અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાંથી પીએમ મોદી ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા છે. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરશે અને ચૂંટણીને લઈને હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે.

CR અને CMએ PMનું કર્યું સ્વાગત
પીએમ મોદી સૌરાષ્ટ્રમાં સભા સંબોધ્યા બાદ ઓચિંતાની બેઠક માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા છે. ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે પીએમ મોદીના આગમન પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મોટા નેતાઓ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે ભાજપના આ તમામ મોટા નેતાઓ સાથે પીએમ મોદી ચૂંટણીની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે.

ઉમેદવારોની સોમનાથમાં ટ્રેનિંગ ચાલી રહી છે, અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી હાલોલ ખાતે રોડ માર્ગે કારમાં રવાના થયા હતા. આ પહેલા તેમણે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે AAPના બધા ઉમેદવાર અમારી સાથે છે. તેમની હાલ ટ્રેનિંગ ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી ખૂબ પરેશાન છે. કોંગ્રેસ વિકલ્પ નથી. લોકો આમ આદમી પાર્ટીને એક આશાના કિરણના રૂપમાં જુએ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો વડોદરાની બહાર ગયા છે તે અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે બધા ઉમેદવાર અમારી સાથે છે ટ્રેનિંગ માટે સોમનાથ ગયા છે.

ભાજપ પ્રમુખે 7 નેતાઓને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ
ભાજપે હવે વિધાનસભા ચૂંટણીમાં બળવો કરનાર સામે કાર્યવાહી કરી છે. ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે બળવો કરી 7 જિલ્લામાં 7 બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર 7 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આજે એક અખબારી યાદી જાહેર કરીને પાટીલની સૂચનાથી પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવા જઈ રહી છે 7 જિલ્લામાં 7 બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં અપક્ષ ઉમેદવારી કરનાર નર્મદા જિલ્લામાં નાંદોદના હર્ષદ વસાવા, જૂનાગઢ જિલ્લામાં કેશોના અરવિંદ લાડાણી, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના છત્રસિંહ ગુંજારિયા, વલસાડ જિલ્લામાં પારડીના કેતન પટેલ, રાજકોટ જિલ્લાના રાજકોટ ગ્રામ્યના ભરત ચાવડા અને ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના ઉદય શાહને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગંભીર આરોપો
આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. ત્યારે તેમણે એવો આશાવાદ દર્શાવ્યો હતો કે, ગુજરાતમાં આ વખતે ચોંકાવનારા પરિણામ આવશે. આ સાથે જ ગેહલોતે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે, કોરોનામાં ઘણા મૃત્યુ થયા અને આખું મંત્રીમંડળ બદલવું પડ્યું હતું, બોટાદ લઠ્ઠાકાંડમાં લોકો મૃત્યુ પામ્યા પણ કોઈ કાર્યવાહી ન થઈ. મોરબીમાં 135 લોકો મૃત્યુ પામ્યા તેમ છતાં આ સરકાર હાઈકોર્ટના રિટાયર્ડ જજ સાથે તપાસ નથી કરાવી શકતી. બેરોજગારી ખૂબ મોટો મુદ્દો છે અને સરકાર OPS પણ લાગુ નથી કરતી.

ગુજરાત ચૂંટણીની તૈયારીઓને લઈને ગેહલોત
અશોક ગેહલોત વિધાનસભા ચૂંટણીને લઈને કહ્યું હતું કે, અમે જે ગુજરાતમાં વચન આપ્યા છે તે પૂરા કરીશું. આ વખતે ખૂબ સારા ઉમેદવાર ઊભા રાખ્યા છે. સરકાર બનશે ત્યારે તમામ વચનો કોંગ્રેસ પૂરા કરશે. રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રાનો મેસેજ મોંઘવારી, બેરોજગારી, પ્રેમ ભાવની રાજનીતિ છે. જે તમામ લોકો સુધી પહોંચી ગયો છે. અહેમદ પટેલ મુદ્દે અશોક ગેહલોતે અહેમદ પટેલ હતા ત્યારે એમને કોઈ ચિંતા ન હતી, હવે તેમની ખોટ પડી રહી છે. અહેમદ પટેલની ગેરહાજરીમાં આ ગુજરાતની પહેલી ચૂંટણી છે. કોંગ્રેસનો હરેક કાર્યકરને અહેમદ પટેલની ખોટ મહેસૂસ કરી રહ્યો છે. 125થી વધુ સીટો સાથે અમે સરકાર બનાવીશું.

અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે
અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે
અશોક ગેહલોત બે દિવસ ગુજરાતના પ્રવાસે
રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના નિરીક્ષક અશોક ગેહલોત બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. શનિવારે રાત્રે 8.30 વાગે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં તેઓએ રાત્રીરોકાણ કર્યું હતું. ત્યારબાદ આજે 20 નવેમ્બરે અશોક ગેહલોત રાહુલ ગાંધીના સભાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત આજે સુરત જવાના છે. જ્યાં તેઓ 21 નવેમ્બરે રાહુલ ગાંધી સાથે રાજકોટની સભામાં ઉપસ્થિત રહેશે.

ભાજપ, કોંગ્રેસ અને આપનો ચૂંટણી પ્રચાર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં છે. તેઓ સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભા સંબોધશે. ગુજરાતમાં ચૂંટણીને પ્રથમ તબક્કાના મતદાનને હવે 10 દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી માહોલ બની રહ્યો છે. ભાજપ દ્વારા વિવિધ રાજ્યના મુખ્યમંત્રીને એક જ દિવસમાં ઉતારીને કાર્પેટ બોમ્બિંગ કરીને ચૂંટણી પ્રચાર કરી દેવાયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી પણ આપના પ્રચાર માટે ગુજરાતમાં આજથી ફરી જોડાઈ રહ્યા છે. એ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ આજે સુરત અને રાજકોટમાં રાહુલ ગાંધીની સભાને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બંને સ્થળે સભા પણ કરશે.

સોમનાથ મંદિર પરિસરમાં નરેન્દ્ર મોદી
સોમનાથ મંદિર પરિસરમાં નરેન્દ્ર મોદી
PM મોદી શનિવારથી ત્રણ દિવસ ગુજરાતમાં
PM મોદી શનિવારથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં PM મોદી 8 જેટલી જનસભાને સંબોધન કરશે. શનિવારે દક્ષિણ ગુજરાતના વાપીમાં PM મોદી રોડ શો કર્યો હતો. ત્યારબાદ વલસાડમાં PM મોદીએ જંગી જનસભાને સંબોધિત કરી હતી. ત્યારે રવિવાર અને 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યો. જેમાં વેરાવળ, ધોરાજી અનેઅમરેલીમાં ચૂંટણી પ્રચાર કર્યો છે. ત્યારબાદ બોટાદમાં પણ જનસભા સંબોધી હતી. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભાનું આયોજન કરાયું છે, તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલનપુરમાં 24 નવેમ્બરે આવશે અને પાલનપુરના માલણ રોડ પર ચૂંટણી સભા ગજવશે. તો 22મી નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડીસા અને થરાદમાં જાહેર સભા સંબોધશે.

વલસાડમાં રોડ શો બાદ PM મોદીએ સભા કરી
શનિવારથી પીએમ મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. વલસાડ જિલ્લાના વાપીમાં 11 કિમી લાંબો રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાને વલસાડમાં જનસભાને સંબોધી હતી. વડાપ્રધાને કોઈ પક્ષનું નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવા માટે ટોળકી સક્રિય થઈ છે તેનાથી ચેતતા રહેજો.

કેજરીવાલનો હાલોલમાં રોડ શો
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ 20 નવેમ્બરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 22મી નવેમ્બર સુધી ચૂંટણી પ્રચાર કરશે. જેમાં આજે તેઓ હાલોલમાં રોડ શો કર્યો હતો. 21મી નવેમ્બરે અમરેલીમાં રોડ શો કરશે અને 22મી નવેમ્બરે બપોરે 2 વાગ્યે ખંભાળિયામાં જાહેરસભા સંબોધીને ઈસુદાન ગઢવીના માટે મત માગશે અને જાહેરસભાને સંબોધશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે સુરતમાં રોડ શો કરીને આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં રોડ શો કરશે અને સુરતના આપ ઉમેદવારો માટે રાત્રે 9 વાગ્યે જાહેરસભા સંબોધીને મત માગશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.