સ્ટેટ મોનિટરિંગ સેલનો ગોત્રીમાં દારૂના અડ્ડા પર દરોડો
વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકથી 200 મીટરની હદમાં આવેલ બંસલ મોલની બાજુમાં યુનિયન બેન્ક પાસે રોડ પર જાહેરમાં દારૂનું વેચાણ થઇ રહી હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બે ઈસમો જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા મળી આવ્યા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનું જાહેરમાં વેચાણ કરતા કિશન શાહુ અને રાહુલ સગાનાની 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પુછપરછ કરતા અન્ય ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા. જેમાં કુખ્યાત દારૂ કિંગ લાલુ સિંધી અને તેનો માણસ હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સામે આવેલ નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલની રેઈડને લીધે ગોત્રી પોલીસ ચર્ચામાં આવી છે. ગોત્રી પોલીસ મથકથી ફક્ત 200 મીટરના અંતરે જાહેર રોડ પર વિદેશી દારૂનું જાહેરમાં વેચાણ થતું હોવા છતાં ગોત્રી પોલીસને જાણકારી કેમ ના મળી કે પછી ગોત્રી પોલીસની રહેમ નજર હેઠળ જ જાહેરમાં વિદેશી શરાબનો વેપલો થઇ રહ્યો હતો. હાલ તેવા અનેક સવાલો પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button