PM મોદીએ ધોરાજીમાં નર્મદા ડેમ મુદ્દે રાહુલ અને પાટકરનું નામ લીધા વગર પ્રહાર કર્યા
મોદીએ ધોરાજીમાં યોજાયેલ જાહેરસભામાં નર્મદા ડેમ મુદ્દે રાહુલ ગાંધી અને મેઘા પાટકરનું નામ લીધા વગર પ્રહાર કર્યા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષોએ પોતાનો પ્રચાર તેજ કરી દીધો છે. PM નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં તોફાની પ્રચારની શરૂઆત કરી દીધી છે. મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે એટલે કે આજે તેમણે ધોરાજીમાં એક જાહેરસભા યોજી હતી.
ધોરાજીમાં જાહેરસભામાં PM મોદીએ નર્મદા ડેમ મુદ્દે કોંગ્રેસ, રાહુલ ગાંધી અને મેઘા પાટકરનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, એક કોંગ્રેસના નેતાનો છાપામાં ફોટો છપાય છે. મત માંગવા આવે ત્યારે પૂછજો ગુજરાતમાં આંદોલન કરનાર બહેનના ખંભે હાથ મૂકી કેમ પદયાત્રા કરવા નીકળ્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button