મુકેશ અંબાણી નાના બન્યા: ઈશાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો, નામની જાહેરાત કરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી નાના બન્યા છે. તેમની પુત્રી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પિરામલ ટ્વીન બાળકોના પેરેન્ટ્સ બન્યા છે. ઈશાએ 19 નવેમ્બરના રોજ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે. આ અંગે અંબાણી અને પિરામલ (આનંદની ફેમિલી) એ જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને જાણકારી આપી હતી.
આડિયા અને ક્રિષ્ના નામ રાખ્યું: પોતાના સ્ટેટમેન્ટમાં ફેમિલી દ્વારા જાણ કરવામાં આવી છે કે, બેબી ગર્લનું નામ Aadiya અને બેબી બોયનું નામ Krishna રાખવામાં આવ્યા છે. નીતા અને મુકેશ અંબાણીએ કહ્યું કે, અમે આડિયા, ક્રિષ્ના, ઈશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માગીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button