પોરબંદર કલેકટર અશોક શર્માએ મીડિયા મોનિટરીંગ રૂમની લીધી મુલાકાત

સતત 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમના કર્મચારીઓને દેખરેખ અંગેના અહેવાલો અંગે અભ્યાસુ માર્ગદર્શન આપ્યું

પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ આજે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મીડિયા મોનીટરીંગ રૂમ અને કંટ્રોલરૂમની મુલાકાત લઈ ફરજ પરના કર્મચારીઓને અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.

ઉમેદવારો દ્વારા માધ્યમ પર થતા ખર્ચ અંગે દેખરેખ રાખવા તેમજ જાહેરાત આપતા પૂર્વે પ્રમાણીકરણ સર્ટિફિકેટ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સમય મર્યાદામાં ઉમેદવારો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓને મળી રહે તે માટે વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ અંગનું અરજી ફોર્મ પણ કંટ્રોલરૂમમાં ઉપલબ્ધ છે. ઉમેદવાર દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા અને ઈ – પેપરમાં આપવામાં આવતી જાહેરાત અંગે તમામ દિવસોમાં અગાઉથી મંજૂરી લેવાની રહેશે. અખબારોમાં મતદાન દિવસ અને તેના આગલા દિવસે એમ બે દિવસ મંજૂરી લેવાની રહેશે.

કલેકટર અશોક શર્માએ મીડિયા મોનિટિંગ પરના કર્મચારીઓ તેમ જ એમ.સી.સી કંટ્રોલ રૂમના કર્મચારીઓને તેઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી ની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મીડિયા મોનીટરીંગ રૂમમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે નોડલ ઓફિસર મીડિયા અને સહાયક માહિતી નિયામક નરેશ મહેતાએ કલેકટરને અવગત કર્યા હતા.

આ મુલાકાત વેળાએ અધિક કલેકટર એમ.કે.જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ જોશી, સોશિયલ મીડિયાના નોડલ ઓફિસર બાદી, ચૂંટણી શાખાના મામલતદાર ચિરાગભાઈ, સહ નોડલ માહિતી મદદનીશ જીતેન્દ્ર નિમાવત, મયંક ગોજીયા તેમજ માહિતી કચેરીના કર્મચારીઓ અને કલેક્ટર કચેરીના સંબંધિત શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.