ચૂંટણીના કારણે શિક્ષણ કાર્ય મંદ, 80 ટકાથી વધુ શિક્ષકો ચુંટણી કામગીરીમાં

ચૂંટણીના કારણે શિક્ષણ કાર્ય મંદ પડી શકે તેવા એંધાણ, ચૂંટણીની કામગીરીમાં જિલ્લાના 80 ટકાથી વધુ શિક્ષકો જોડાશે ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે ગતરોજ નામાંકન પત્રો ચકાસણી કરાઈ હતી. 117 નામાકંન પત્રોમાંથી 18 અમાન્ય અને 99 પત્રો માન્ય કરાયા હતા. ત્યારે હવે ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવારો લાગી ગયા છે. ગામડાઓમાં પણ વિધાનસભાની ચૂંટણીના પ્રચારો થાય છે માટે ગામડાનું વાતાવરણ પણ આ ચૂંટણીના રંગમા રંગાયું છે. ખાસ કરીને ચૂંટણીના કારણે શિક્ષણ કાર્યમાં અસર પડી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. કારણ કે ચૂંટણીની કામગીરીમાં જિલ્લામાથી લગભગ 80 ટકાથી વધુ શિક્ષકો જોતરાયા છે. જિલ્લાની 6 વિધાનસભા માટે કુલ 1744 મતદાન મથકો છે આગામી 5મી ડીસેમ્બરના રોજ બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેની કામગીરીમા જિલ્લા ચૂંટણી તંત્ર વ્યસ્ત છે. આ ચૂંટણી કામગીરીમાં જિલ્લાની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી લગભગ 80 ટકાથી ઉપરનો સ્ટાફને ઓડર કરાયા છે. જેના કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય મંદ ગતિએ ચાલશે. શિક્ષણ કાર્ય પર સંપૂર્ણ બ્રેક ન વાગે તે હેતુસર શિક્ષકો વારાફરતી ચૂંટણી કાર્યની કામગીરીમા જોડાનાર છે. મતદાનને લઈને સરકારી શાળાઓ તથા ગ્રાન્ટેડ શાળાઓ મળીને 1099 બિલ્ડીંગની અંદર મતદાન મથકની કામગીરી કરવામાં આવનાર છે. જિલ્લાની 6 વિધાનસભા માટે કુલ 1744 મતદાન મથકો છે. જેમા 1099 બિલ્ડીંગ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.