વિશ્વ બજારમાં સોનામાં બેતરફી વધઘટ

મુંબઈ ઝવેરી બજારમાં  આજે  સોના-ચાંદીમાં  આંચકા પચાવી  ભાવ ફરી  ઉંચકાયા હતા.  વિશ્વ બજારમાં   ઘટાડે સપોર્ટ  મલ્યાના નિર્દેશો  હતા. જો કે ડોલરનો  વૈશ્વિક ઈન્ડેક્સ  વધતાં તથા બોન્ડ યીલ્ડ વધી  ૩.૭૭ ટકા થતાં  વૈશ્વિક  સોના બજારના  આંતરપ્રવાહો  નરમ  રહ્યા હોવાનું  બજારના જાણકારોએ  જણાવ્યું  હતું.

વિશ્વ બજારમાં  સોનાના ભાવ  ઔંશના  ૧૭૬૩થી  ૧૭૬૪ વાળા ઉંચામાં  ૧૭૬૭ તથા નીચામાં  ૧૭૫૮  થઈ  ૧૭૬૩થી  ૧૭૬૪ ડોલર રહ્યા હતા.   વૈશ્વિક  ચાંદીના ભાવ  ઔંશના ૨૧.૦૬થી  ૨૧.૦૭ વાળા  નીચામાં  ૨૦.૯૫ તથા  ઉંચામાં ૨૧.૨૯ થઈ ૨૧.૧૭ થી ૨૧.૧૮ ડોલર રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, અમદાવાદ  બજારમાં આજે  ચાંદીના ભૌવ  કિલોના  રૂ.૧૦૦૦ વધી  રૂ,.૬૧૫૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના  ૯૯.૫૦ના રૂ.૫૪૩૦૦ તથા ૯૯.૯૦ના  રૂ.૫૪૫૦૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન,  વિશ્વ બજારમાં   પ્લેટીનમના  ભાવ ઔશના  ૯૯૫થી ૯૯૬  વાળીા  ૯૯૧થી ૯૯૨  ડોલર રહ્યા હતા.

જ્યારે  પેલેડીયમના ભાવ  ૨૦૧૪થી ૨૦૧૫  વાળા  ૧૯૭૪થી  ૧૯૭૫ ડોલર  રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક કોપરના ભાવ  ૦.૧૫થી ૦.૨૦ ટકા  નરમ હતા.

ચીનમાં  કોવિડના  કેસો ફરી વધતાં  વૈસ્વિક  કોમોડિટીઝ બજારોમાં  ખેલાડીઓમાં  અજંપો વધ્યાની ચર્ચા હતી.   આના પગલે ક્રૂડતેલના  ભાવ  પણ ઝડપી  નીચા ઉતરતા  જોવા  મળ્યા હતા.

ન્યુયોર્ક  ક્રૂડના ભાવ  બેરલદીઠ  ૮૪.૨૧ વાળા  નીચામાં  ૭૯.૯૪  થઈ ૮૦.૧૫  ડોલર  રહ્યા હતા જ્યારે   બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના  ૯૧.૭૬ વાળા  નીચામાં  ૮૮.૦૪  થઈ ૮૮.૨૧ ડોલર બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ઝવેરી  બજારમાં આજે   સોનાના ભાવ જીએસટી વગર  ૯૯.૫૦ના  રૂ.૫૨૬૮૨ વાળા  રૂ.૫૨૭૦૬ ખુલી રૂ.૫૨૭૪૧  રહ્યા હતા.  જ્યારે ૯૯.૯૦ના  રૂ.૫૨૮૯૪ વાળા  રૂ.૫૨૯૧૮  ખુલી  રૂ.૫૨૯૫૩  રહ્યા હતા.

મુંબઈ  ચાંદીના ભાવ જીએસટી વગર  રૂ.૬૧૨૫૩ વાળા  રૂ.૬૧૨૦૦ ખુલી  રૂ.૬૧૩૨૦ રહ્યા હતા.   મુંબઈ  સોના-ચાંદીમાં   જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા  ઉંચા રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.