દાઉદ ઇબ્રાહિમની બહેન નો ફલેટ ખરીદનારે સોદો રદ્દ

એક સમયે ગેન્સ્ટર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો કબજો ધરાવતા  ઘર માટે  ખરીદદાર શોધવું પડકાર જનક બની ગયું છે. ૨૦૧૯માં એક હરાજીમાં આ  વન બીએચકેનો ફલેટ ૧.૮૦ કરોડમાં ખરીદનાર વ્યક્તિએ પીછેહઠ કરી આ સોદો રદ્દ કર્યો છે.

‘આપા’ તરીકે જાણીતી હસીના પારકર તેના મૃત્યુ સુધી એટલે કે ૨૦૧૪ સુધી દક્ષીણ મુંબઇના ગોર્ડન હોલમાં  પહેલા માળે આવેલ ફલેટમાં રહેતી હતી. નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળ આવતા કોમ્પિટન્ટ આથોરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશન (સીએએ) ની કચેરીએ ૨૦૧૯માં આ ફલેટની હરાજી કરી હતી. આ સમયે ઉક્ત વ્યક્તિએ આ  ફલેટ ખરીદ્યો હતો. જોકે આ વ્યક્તિ નું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.

ફલેટ ખરીદનાર વ્યક્તિએ આ સોદો રદ્દ કર્યો તેના પાછળનું કારણ આપતા સીએએ હરિ ગોવિંદ સિંહે સ્પષ્ટ કર્યો હતું કે જ્યારે ફલેટ ખરીદનાર તમામ પ્રક્રિયા હાથ ધરી પછી તે  બિલ્ડીંગમાં ગયો ત્યારે તેને સોસાયટી દ્વારા જણ કરવામાં આવી હતી કે  એપાર્ટમેન્ટના અમૂક હિસ્સા પર ખરેખર તો અતિક્રમણ કરવામાં આવ્યું છે.

આ અતિક્રિણ અગાઉના કબજેદાર અર્થાત પારકર દ્વારા કરવામાં આવ્યું હતું. આથી ખરીદનાર વ્યક્તિએ સોદો રદ્દ કરવા સત્તાધિકારીઓનો સંપર્ક કર્યો હતો.  સામાન્ય રીતે જો સફળ બીડર આવો સોદો પડતો મૂકે તો તેણે આપેલ રકમ જપ્ત કરી લેવામાં આવે છે. જોકે આ કેસમાં ખરીદનારને તેની મૂળ રકમ પાછી કરવામાં આવી હતી. કારણ કે આમાં તેનો કોઇ વાંક નહોતો.

આ ઘટના બાદ હવે  એજન્સીએ ફરીથી આ એપાર્ટમેન્ટની હરાજીનું આયોજન કર્યું છે. જોકે આ વખતે ૨૦૧૯ની સરખામણીમાં ફલ્ટેની રિઝર્વ કિંમત ફક્ત ૧.૧ કરોડ રૃપિયા અને બાનાની રકમ ૨૭.૬ લાખ રૃપિયા રાખવામાં આવી છે. આ પહેલા ૨૦૧૯માં આ ફલેટની રિઝર્વ કિંમત ૧.૬૯ કરોડ રૃપિયા રાખવામાં આવી હતી. આ પાછળનું કારણ એ હતું કે પહેલીવારની હરાજીમાં અતિક્રમણનો પણ સમાવેશ થતો હતો. કોરોનાકાળ બાદ જ્યારે રિ-ઓકશન હાથ ધરવાનું નક્કી કર્યું છે ત્યારે રિઅલ એસ્ટેટ માર્કેટ પણ સારું નથી. આ ફલેટ ૧૯૭૬ ના સ્મગ્લર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટની કલમ ૭ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.