કાર્તિક આર્યન ફિલ્મમાં બોક્સરના રોલમાં
કાર્તિક આર્યન બોલીવૂડનો ચહેતો અભિનેતા બની રહ્યો છે. રૂપેરી પડદે તે મોટા ભાગે રોમેન્ટિક રોલમાં જોવા મળે છે. પરંતુ તે હવે પોતાની કારકિર્દીમાં નવા અનુભવ લઇ રહ્યો છે. અભિનેતા જલદી જ ફૂટબોલરના રોલમાં જોવા મળવાનો છે. આ પાત્ર માટે તેણે જિમનેશિયમમાં સખત વ્યાયામ કરવો પડશે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, કાર્તિક આર્યનની આ ફિલ્મનું દિગ્દર્શન સાજિદ નડિયાદવાળા કરવાનો છે. કાર્તિકે પોતાની સંપૂર્ણ બોડીનું ટ્રાન્સર્ફોમેશન કરી રહ્યો છે. અભિનેતાએ પોતાના ડાયટમાં સંપૂર્ણ ફેરફાર કરી દીધો છે. તેમજ તે જિમનેશિયમમાં કસરત પાછળ વધુ સમય અને મહેનત આપી રહ્યો છે.
કાર્તિકની કારકિર્દીની વાત કરીે તો, તે હાલ સત્યપ્રેમ કી કથાને લઇને ચર્ચામાં છે. જેમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળવાની છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button