પંકજ ત્રિપાઠી બાયોપિકમાં જોવા મળશે
હિંદી સિનેમાની ફિલ્મોની વાર્તા મોટા ભાગે રાજનિતી અને રાજનેતાઓથી પ્રેરિત હોય છે. હવે આવી જ એક ફિલ્મની ઘોષણા થઇ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાયી પર એક બાયોપિક બનવાની ઘોષણા થઇ ચુકી છે.
પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં અટલજીની ભૂમિકા કરતો જોવા મળવાનો છે. ‘મેં રહું યા ન રહું, યહ દેશ રહના ચાહિયે-અટલ’ આ શિર્ષક પરથી સાબિત થાય છે કે, આ અટલજીની બાયોપિક છે. આ ફિલ્મની વાર્તા ઉત્કર્ષ નૈથીનીએ લખી છે, જ્યારે તેનું દિગ્દર્શન રવિ જાધવ કરી રહ્યો છે.દિગ્દર્શકે પોતાની કારકિર્દી દરમિયાન ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો છે.
અટલજી એક કુશળ રાજનેતા હોવાની સાથેસાથે હાજરજવાબી પણ હતા તેમજ તેઓ કવિતાના પણ શોખીન હતા. એક કવિના રૂપમાં પણ તેઓ લોકપ્રિય થયા હતા. જનસંઘની સ્થાપનાથી લઇને ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી બન્યા સુધીની તેમની સફર પ્રેરક રહી છે.
દેશની આવી લોકપ્રિય અને સમ્માનીય વ્યક્તિની બાયોપિકમાં કામ કરવાની તક મળ્યાનો પંકજ ત્રિપાઠીએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યુ ંહતુ ંકે, પડદા પર એવા રાજનેતાની ભૂમિકા ભજવવી એ સમ્માનની વાત છે. તેઓ ફક્ત રાજનેતા જ નહીં, પરંતુ તેના કરતાં પણ વધુ હતા. તેઓ એક ઉત્તમ લેખક અને લોકપ્રિય કવી પણ હતા. આવા મહામાનવીનો રૂપેરી પડદે રોલ કરવાની તક મળે તે મારી ખુશનસીબી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button