ભાજપમાં વિરોધ અને બળવામાં કોંગ્રેસ કરતાં ખરાબ હાલત

1 અને 5 ડિસેમ્બરે ગુજરાતની 182 બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવી જશે.

બળવો કરનારા નેતાઓને ચીમકી આપતાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું છે, “જેમને ટિકિટ નથી મળી અને જો તેઓ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે એ તેમની ઉમેદવારી પરત નહીં ખેંચે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે.” નરેન્દ્ર મોદી સુરત અને સૌરાષ્ટ્રથી ચિંતીત છે. સૌરાષ્ટ્રથી સુરત સુધી સાત કાર્યક્રમો કરવા 19નવેમ્બરે વડા પ્રધાન મોદી આવશે. વલસાડમાં એક ચૂંટણીસભા સંબોધશે.

પાટીલે એટલા માટે કહેવું પડ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની 48 બેઠકો પર જાહેરમાં વિરોધ થયો છે. વિધાનસભાની કુલ 70 બેઠકો પર ટિકિટની વહેંચણીમાં વિરોધ અને આક્રોશ છે. કોંગ્રેસ કરતાં ભાજપમાં 2022માં વિરોધ વધારે છે. ટિકિટ ન આપવાને કારણે અનેક લોકોએ ભાજપ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરીને ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે, ભાજપ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારો પણ મોટા ભાગે જાહેર કરી દીધા છે. પક્ષોમાં ટિકિટ ફાળવણીને કારણે સર્જાયેલ અસંતોષ પણ હવે ખૂલીને સામે આવવા લાગ્યા છે.

ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ભારેલો અગ્નિ, પ્રદેશ પ્રમુખે આગ ઠારવા દોડી જવું પડે એવી સ્થિતી બની છે. ગુજરાતમાં બળવાની આગ, જ્વાળામુખી ન બને એટલા માટે તુરંત સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર માટે બોલાવી લેવાયા છે.

ઉત્તર ગુજરાતમાં સ્ફોટક સ્થિતી

નરેન્દ્ર મોદી, નીતિન પટેલ. આનંદીબેન પટેલ અને અમિત શાહના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં છે જ્યાં સૌથી વધારે ખરાબ સ્થિતી છે. ભારે વિરોધના કારણે અને પેરાશુટ ઉમેદવારો અને જ્ઞાતિના સમિકરણો બરાબર જળવાયા ન હોવાથી ભાજપે ઘણું ગુમાવવું પડે તેમ છે.

ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ભારેલો અગ્નિ છે. એક પણ લેઉવા પાટીદારને ટિકિટ આપી નથી. ભાજપ સમજે છે કે ઉત્તર ગુજરાતમાં લેઉવા નથી. તેથી 3 ટિકિટો કડવા પાટીદારોને ભાજપે આપી છે. તેની સામે કોંગ્રેસે 3 લેઉવા પાટીદારોને ટિકિટ આપી છે. કડવા પાટીદાર મહેસાણા, વિસનગર, ઊંજા, પાલનપુર કડવા પટેલને આપી છે. ડો. કિરિટ પાટણ તથા માજી મંત્રી કિરિટ પટેલ વિસનગરથી આપી છે. ભાજપે બાકીની તમામ – ચૌધરી અને ઠાકોરને ભાજપે આપી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બીજેપી ઈશ્યુ કરેલ મેન્ડેટ બાદ ચોતરફ ઉકળતા ચરૂની સ્થિતિ છે. ભાજપના ઉમેદવારનો વિરોધ, રાજીનામાનો થયો વરસાદ વરસે છે. આમ આદમી પક્ષ અને કોંગ્રેસમાં વિરોધ થયો છે. પણ ભાજપમાં સૌથી વધારે વિરોધ ભાજપના હાઈકમાન્ડના નિર્ણય સામે થયો છે.

પ્રદેશ નેતાગીરીની જીદને કારણે હિંમતનગરમાં ભારેલો અગ્નિ છે.

1- હિંમતનગર

હિંમતનગર બેઠક પર બીજેપીના ઉમેદવાર વી ડી ઝાલાનો વિરોધ થઈ રહ્યો છે. વી ડી ઝાલાના વિરોધમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ રાજીનામા ધરી દીધા છે. નગર પાલિકાના કોર્પોરેટરોએ પણ પોતાના પદેથી રાજીનામા આપ્યા છે. 22 પદાધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે.

પેરાશૂટ ઉમેદવાર મૂક્યા બાદ ભાજપમાં રોષ થાળે પાડવા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ હિંમતનગરમાં દોડી જવું પડ્યું છે.

હિંમતનગરમાં ચાલુ ધારાસભ્યનું પત્તું કાપી નાંખ્યું છે. સ્થાનિક દાવેદારોને બદલે ભાજપે પેરેશૂટ ઉમેદવાર ઉતારતા સ્થાનિક ભાજપનો ભારે વિરોધ છે. ચૂંટાયેલા સદસ્યો, વિવિધ મોરચાના અગ્રણીઓ, કાર્યકરો નો પ્રચંડ રોષ જોયા બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હિંમતનગર દોડી જવા મજબૂર બન્યા છે. 17 નવેમ્બર ગુરુવારે ફોર્મ ભરતી વેળા પ્રદેશ પ્રમુખ વી ડી ઝાલાની સાથે તેઓ રહેવું પડે એવી સ્થિતી છે. કાર્યકરોનો અસંતોષ બુથ સુધી જઈ ચૂક્યો છે.

ભાજપની કથની અને કરણી અલગ હોવા અંગે આક્રોશ વ્યક્ત કરી રાજીનામાં ધરી દઈ સાંજ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું.

ભાજપ માટે 4 બેઠકની જવાબદારી સંભાળતા રાજસ્થાનના સાંસદ અને કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ આશ્વાસન પણ આપ્યું હતું. સાંજે રાજીનામાં આપનારા અને આશ્વાસન આપનાર મંત્રી બધા ગાયબ થઈ ગયા હતા. સી.આર.પાટીલની હાજરીને કાર્યકરો ધમકી સ્વરૂપે લે છે.

શહેર સંમેલનમાં નગરપાલિકાના 7 કાઉન્સિલર હાજર રહ્યા હતા. મોટાભાગના પાલિકા કાઉન્સિલરોની ગેરહાજરી હતી. ટિકિટ કપાયા બાદ પણ રાજેન્દ્ર ચાવડાએ બીજેપીના વીડી ઝાલાને માતાજીની ચુંદડી તથા રૂપિયા 1.11 લાખ શૂકનના આપ્યા હતા.

ઠાકોર સમાજ નારાજ થયો છે. હિંમતનગરમાં ઠેર-ઠેર તેમના વિરોધમાં પોસ્ટરો લાગી ગયા હતા. પોસ્ટર્સમાં લખ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ બહારથી આવેલા ઉમેદવારનો બહિષ્કાર કરે છે. ઉમેદવાર ક્ષત્રિય ઠાકોર સમાજનો હોવો જોઈએ. સ્થાનિક ઉમેદવાર નહીં હોય તો ભયંકર પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપા સરકાર. વી.ડી ઝાલા હાય હાય. ભાજપના ઇતિહાસમાં પહેલીવાર ભાજપની કચેરીના દરવાજા બંધ કરવાની ભાજપને ફરજ પડી હતી.

2- બાયડ

પક્ષપલટું ધવલ ઝાલાની ટિકિટ કપાતા ભાજપના કાર્યાલયને કાર્યકરોએ બાનમાં લીધું હતુ. સ્થિતિ એટલી વણસી ગઈ કે કાર્યાલયના દરવાજા બંધ કરવાની નોબત આવી ગઈ હતી. આખા સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો વિરોધ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તા અને પદાધિકારીઓએ વિરોધ દર્શાવવા રાજીનામા સોંપી દીધા છે.

બાયડ બેઠક પર વિરોધને લઈ ભાજપના મહામંત્રીએ ગાંધીનગરથી દોડી આવવું પડ્યું હતું. ધવલસિંહ ઝાલા ને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધવલસિંહ ઝાલા સ્થાનિકો માટે 108 ની જેમ 24 કલાક સેવામાં હોય છે ત્યારે તેવા ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવે અને જો ભાજપ પોતાનો નિર્ણય નહીં બદલે તો તેમને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવી પણ ચીમકી કમલમ ખાતે આપવામાં આવી છે.

3- રાધનપુર

લવિંગજી ઠાકોરને ટિકિટ આપવી પડી છે. અહીં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવા માંગતા હતા. તેમનો ભારે વિરોધ થતાં લવીંગ ઠાકોરને ટિકિટ આપવી પડી છે.

4- ગાંધીનગર દક્ષિણ

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ અપાતા વિરોધ થયો છે. 2017ની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ભાજપ વિરોધી ચળવળનો એક ચહેરો, અલ્પેશ ઠાકોર 2019મા ભાજપમાં જોડાયા હતા. . તેઓ 2017મા કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા પરંતુ 2019મા પેટાચૂંટણીમાં તેઓ રાધનપુર બેઠક પરથી હારી ગયા હતા. ભારે વિરોધ વચ્ચે ગાંધીનગર દક્ષિણની બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત થઈ હતી. ગાંધીનગર દક્ષિણ બેઠક પર પણ અલ્પેશ વિરુદ્ધ બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ શરૂ થયો છે. અહીં એક પોસ્ટરમાં અલ્પેશ ઠાકોરના ફોટા પર લખેલું છે- ભાવિ મુખ્યમંત્રી અલ્પેશજી ઠાકોર. સાથે જ લખવામાં આવ્યું છે કે અમાર્રી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે.

અલ્પેશ ઠાકોર સામે રાધનપુરમાં વિરોધ થતાં તેની બેઠક બદલવી પડી છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે રાધનપુરની બેઠક પર ભાજપ દ્વારા અલ્પેશ ઠોકોરને ટિકિટ મળશે એવી જાહેરાત કરી હતી. તે ફરવવી પડી છે. ઠાકોર સમાજમાં વિરોધ જાગ્યો છે. સ્થાનિક ભાજપમાં પણ બહારના વ્યક્તિને નહીં પણ સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવાની માગ ઊઠી હતી. રાધનપુરની બેઠક પરથી હારનાર અલ્પેશ ઠાકોરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો. પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધ કર્યો હતો. અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે. ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને ટિકિટ અપાશે તો ભાજપ રાધનપુરની બેઠક ગુમાવશે તે નક્કી છે. તેથી વિસ્તાર બદલવો પડ્યો છે.

5- વિસનગર

વિસનગરમાં ઋષિકેશ પટેલને રિપિટ કરાયા છે. જેની સામે ભાજપના નેતા વિપુલ ચૌધરી ચૂંટણી લડવાના હતા. ઋષિકેશ પટેલને સતત ચોથી વખત રિપીટ કરાતા ભાજપ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે વિરોધ દર્શાવ્યો છે. બીજી તરફ વિસનગરમાં અપક્ષ ઉમેદવારી કરવાની જશુ પટેલે જાહેરાત કરી છે.

ઋષિકેશ પટેલના વિરુદ્ધમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ દાવેદારી નોંધાવવાના હતા. સભા યોજી ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો. વિસનગર ઘણા સમયથી પાર્ટી સાથે જોડાયેલા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. જેમાં કાંસા ગામે સભા યોજી ગામ લોકો પાસેથી સમર્થન માગી વિસનગર વિધાનસભા સીટ પર અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે તેવી જાહેરાત કરી હતી. વિસનગરને બચાવો, ભાજપ બચાવો અને ચોરને હટાવો એવા સૂત્રો કરી ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી હતી.

ઋષિકેશ ચોરને હટાવો એવા સૂત્રો ઉચ્ચારી વિરોધ દર્શાવ્યો હતો. સભામાં જશુ પટેલે ઋષિકેશ પટેલ સામે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા છે. ઋષિકેશ પટેલને બદલી સારા કાર્યકર્તાઓને ટિકિટ આપવા માગ છે. જશુ પટેલે જણાવ્યું હતું કે, જંક્શનથી માંડીને જનસંઘથી માંડીને અત્યાર સુધી અમે ભાજપનું કામ કર્યું છે. અમારા દ્વારા મને જ ટિકિટ આપો એવું નહિ પરંતુ ઋષિકેશ પટેલને બદલી સારા કાર્યકર્તાઓને ટિકિટ આપો એવું જણાવ્યું હતું. ભાજપનો જ કાર્યકર છું અને ભાજપનો જ રહીશ. મારો વ્યક્તિગત વિરોધ ઋષિકેશ પટેલ સામે છે. જેથી હું બીજી કોઈ પાર્ટીમાંથી ઉમેદવારી કરીશ નહિ. ફકત અપક્ષ ઉમેદવારી કરવાનો છે. જેમાં તાલુકાની પ્રજાના સમર્થન સાથે જ આ ચૂંટણીમાં જીતીને બતાવીશ તેમ જણાવ્યું હતું. વિસનગરમાં લેઉવા પાટીદારો છે. ઋષિકેશ પટેલ સામે નારાજગી છે.

6- મહેસાણા

ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાય એ પહેલાં પોતે જ ચૂંટણીમાંથી દાવેદારી પાછી ખેંચી છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિધાનસભા રેસમાંથી બહાર થઈ ગયાં હતા. મહેસાણામાં નિતીન પટેલ સામે વિરોધ હોવાથી તેઓ હારી જાય તેમ હોવાથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. 2012 અને વર્ષ 2017થી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ મહેસાણા બેઠક પર વિજેતા બન્યા છે. આ વખતે ભાજપમાંથી અહીં મુકેશ પટેલ ચુંટણીમાં ઉભા રહ્યા છે.

7- પાટણ

પાટણ- ડૉ. રાજુલબહેન દેસાઈને ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયાતી ઉમેદવાર છે. શહેરના બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિક ઉમેદવારને પાટણ વિધાનસભાની બેઠક પર ઉમેદવાર ધોશિત કરાય એવી માંગ સાથે કાર્યકર્તાઓએ ચીમકી આપી હતી. સામુહિક રાજીનામાં ધરશે તેવો હુંકાર કરી પોતાની જ પાર્ટી વિરુદ્ધ દેખાવો કરી હાય હાયનાં નારા લગાવ્યા હતા.

8- ગાંધીનગર દક્ષિણ

અલ્પેશ ઠાકોરને રાધપુરમાં વિરોધ થતાં ગાંધીનગર દક્ષિણ લાવવા પડ્યા છે. અહીં પણ સ્થાનિક લોકોમાં અસંતોષ છે કારણ કે અલ્પેશ ઠાકોર બહારના ઉમેદવાર છે. ‘ભાજપ તારી છેલ્લી દિવાળી…’ના સુત્રોચાર સાથે બનાસકાંઠામાં ભાજપની નમો પંચાયતનો વિરોધ

રાધનપુર

લવીંગજી ઠાકોર ઉમેદવાર છે. રાધનપુરના લોટીયા-ઠીકરિયા ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસના રઘુ દેસાઈ બહારના ઉમેદવાર છે.

9- ચાણસ્મા

ચાણસ્મા અને હારિજ, સમી, શંખેશ્વર તાલુકાના ગામોનો સમાવેશ ધરાવતી ચાણસ્મા વિધાનસભા બેઠક ઉપર વર્ષોથી ભાજપ માટે વિજય ભેટ આપનાર દિલીપભાઈ ઠાકોરને ભાજપ દ્વારા ફરીથી ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે પાછલી ચૂંટણીમાં તેમના વિજય માટે અપક્ષ ઉમેદવારની ભૂમિકા કારણભૂત બની હતી.

કાંગ્રેસના દિનેશ ઠાકોરને ટિકિટ આપી છે. તે અમદાવાદ થલતેજના સરપંચ હતા. ભાજપ જીતી જશે. 1975થી ચાણસ્મા બેઠક પર પિતા-પુત્રનો દબદબો છે. વિરાજી ઠાકોર ત્રણ ટર્મ ચૂંટાયા બાદ પુત્ર દિલીપજી ઠાકોર છઠ્ઠી ટર્મમાં ચૂંટણી જંગ લડી રહ્યા છે. 2017ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખીયા જંગમાં અપક્ષે જંગી ગાબડું પાડ્યું હતું. દિલીપજીને 2 વાર પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

1995માં સમી બેઠકમાં ભાવસિંહ રાઠોડ અપક્ષમાંથી જીત મેળવી હતી. જ્યારે 2007માં કોંગ્રેસ પક્ષમાંથી ભાવસિંહ ઠાકોર વિજેતા બન્યા હતા. અત્યાર સુધીમાં બે વાર દિલીપ ઠાકોરનો પરાજય થયો હતો.

10 – મહિસાગર

મહીસાગર જિલ્લામાં ત્રણ ટર્મ સુધી જિલ્લા પ્રદેશ પ્રમુખના પદે રહેલા જે. પી. પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

11- શંકર ચૌધરી

સેન્સ પ્રક્રિયામાં ભાજપના શંકર ચૌધરીનો વિરોધ ભાજપના કાર્યકરોએ વાવ બેઠક પર કર્યો હતો. વાવ વિધાનસભા બેઠક પરથી શંકર ચૌધરીને ટિકિટ ન આપવા અંગે રજૂઆત કરવા સ્થાનિકો પહોંચ્યા હતા. આયાતી ઉમેદવાર આવશે તો ભાજપની હારશે એવું ભાજપના સ્થાનિક નેતાઓએ જાહેર કર્યું હતું. વાવના સ્થાનિકોએ બનાસડેરી ચેરમેન શંકરભાઇ ચૌધરીનો વિરોધ કર્યો હતો.

12- જયનારાયણ વ્યાસ

નરેન્દ્ર મોદીની સરકારના એક સમયના મંત્રી જયનારાયણ વ્યાસે પાટીલની નીતિ સામે વિરોધ કરીને રાજીનામું આપી દીધું હતું. તેઓ ભાજપની બહાર રહીને ચૂંટણી લડશે.

13- ધાનેરા

ભાજપ નેતા માવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ધાનેરામાં ભાજપમાં વિરોધના સૂર ઉઠ્યા છે. ધાનેરામાં ગત ટર્મમાં ચૂંટણી લડેલા ભાજપના નેતા અને રબારી સમાજના આગેવાન માવજી દેસાઈને ટિકિટ ન મળતા વિરોધના સૂર ઉઠાવ્યા છે. અપક્ષમાંથી ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરી દીધું. પાર્ટીના જ નેતાએ ટિકિટ કપાવી હોવાનો માવજી દેસાઈનો આક્ષેપ છે. માવજી દેસાઈ એક સભા યોજી હતી. જેમાં તેમણે ભાજપના જ નેતા પર નામ લીધા વગર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ઇતર સમાજમાં કોઈ કાઠું કાઢે તો એક વ્યક્તિને ગમતું નથી. 10 વર્ષ સુધી અમે ભાજપમાં રહીને સેવા કરી હોય ત્યારે અમને ટીકીટ મળે તેવું લાગતા એક વ્યક્તિએ ટીકીટ કપાવવાનું કામ કર્યું છે. મેં ગત ચૂંટણીમાં ડીસા ટીકીટ માંગી હતી પણ છેલ્લો ઘડીએ મને ધાનેરા ટીકીટ આપી હતી. આ વિસ્તારમાં મેં 5 વર્ષ મહેનત કરીને મારી જાત ઘસી નાખી છે. અને હવે ટિકિટ કાપીને જે કામ નથી કરતા એવા હારે તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.

14- ડીસા

ભાજપે ડીસામાં પ્રવીણ માળીને ટિકિટ આપતા આજે રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું.

બનાસકાંઠામાં ડીસામાં ઠોકોર સમાજની અવગણતા કરવામાં આવી હોવાનો વંટોળ ફૂંકાયો છે. શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ડીસાના જોરાપુરા ગામ ખાતે સ્નહેમિલનના કાર્યક્રમમાં લોકો એક્ઠા થયા. ઠાકોર સમાજે દરેક પાર્ટીનો વિરોધ કરી પોતાનો અપક્ષ ઉમેદવાર ઊભો કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ડીસા બેઠક પર ઠાકેર સમાજની અવગણના કરવામાં આવતા વિરોધ જોવા મળ્યો હતો. ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો હોવા છતાં ભાજપે ઠાકોર સમાજને ટિકિટ ન આપી. આ કારણોસર ઠાકોર સમાજના બે આગેવાનોએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરી ભાજપ સામે ખુલ્લો બળવો નોંધાવ્યો છે.

ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજી ઠાકોર અને જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ તેમજ ડીસા તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ધૂંખ બંનેને સમાજે ચૂંટણી લડવા તૈયાર કરી વાજતે વાગતે નાયબ કલેક્ટર કચેરી જઈ બંનેને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યા હતાં.

આ અંગે ડીસા તાલુકા ભાજપ પ્રમુખ અને ડીસામાં અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા લેબજી ઠાકોરે જણાવ્યું હતું કે, ડીસા તાલુકામાં સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો હોવા છતાં અને ઠાકોર સમાજે માંગણી કરવા છતાં ભાજપે અમારા સમાજની અવગણના કરી છે. અન્ય જગ્યાએ ટિકિટો આપી સમાજના યુવાનોને હારવા માટે ગેરમાર્ગે દોર્યા છે.

જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ ભરતજી ધૂંખે જણાવ્યું હતું કે, ભાજપ છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજની સતત અવગણના કરતા આવ્યા છે. ડીસામાં ઠાકોર સમાજને સર્વ સમાજનો ટેકો હોવા છતાં ભાજપે અન્ય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. જેથી ઠાકોર સમાજે અમને બંનેને હાલ ફોર્મ ભરવા આહવાન કર્યું છે. જ્યારે સમજૂતી બાદ બંનેમાંથી એક આગેવાન ચૂંટણી લડશે.

15- થરાદ

થરાદ બેઠક પર શંકર ચૌધરીએ ભર્યું ફોર્મ છે. બીજી બેઠકો પર તેમનો વિરોધ થતાં તેમને બેઠક બદલી આપવામાં આવી છે. તેઓ કોંગ્રેસના મહિલા સામે લડવા માંગતા ન હતા.

પાટણ જિલ્લો

પાટણ જિલ્લાની ચારમાંથી ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો છે. 2017ની વિધાનસભામાં જિલ્લાની પાટણ બેઠક ઉપર ભાજપના ઉમેદવારને હરાવી કોંગ્રેસના કિરીટ પટેલ, સિદ્ધપુરમાં ભાજપના મોટા નેતા જયનારાયણ વ્યાસને કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી લડતા ભાજપના લવિંગજીને હરાવ્યા હતા.

ફક્ત ચાણસ્મામાં દિલીપ ઠાકોર એકમાત્ર ભાજપના ઉમેદવાર કોંગ્રેસ સામે જીત્યા હતા. ત્યારે બે વર્ષ બાદ કોંગ્રેસમાંથી જીતેલા અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી ફરી પેટા ચૂંટણીમાં ભાજપમાંથી લડતા કોંગ્રેસના ધારાસભ્ય રઘુ રબારી સામે હાર થઇ હતી.

15 – પાટણ

પાટણ ભાજપમાં ડૉ. રાજુલ દેસાઈનું નામ જાહેર થવાની શક્યાને જોતા વિરોધ થયો હતો. પાટણ વિધાનસભાની ત્રણ બેઠકો રાધનપુર, ચાણસ્મા અને સિદ્ધપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ હતી. ચૌધરી નહીં પણ ક્ષત્રિય ઠાકોર સમાજને ટિકિટ આપવાની માંગણી હતી. પાટણ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેવા પામ્યું છે.

પાટણમાં પેરાશુટ – ડો. રાજુલ દેસાઈને બહારના ઉમેદવારને આપી છે. તેથી કોંગ્રેસ જીતશે. ડિસાના વતની – રબેરી સમાજના અને ઠાકોરના મત છે. કેસી પટેલ અને રણછોડ રબારીની નારાજગી છે. સ્થાનિકોનો વિરોધ છે. જીતશે તો મલવા ક્યાં જવું. ડો. કિરિટ પટેલ સ્થાનિક છે.

ભાજપે પાટણ બેઠક પર આયાતી ઉમેદવારની શરૂઆત 2002થી કરી હતી. આંતરિક જૂથવાદના કારણે સ્થાનિક ચહેરા તક ન મળી. ભાજપના આનંદીબેન પટેલ 2 વખત પાતળી સરસાઈથી ચૂંટાયા હતા. રણછોડ દેસાઈને એકવાર હાર જીત મળી હતી. ભાજપના ઉમેદવાર તરીકે આનંદીબેન પટેલ જિલ્લા બહારના ઉમેદવાર તરીકે વર્ષ 2002 અને 2007ની ચૂંટણી પાટણ બેઠક પરથી લડ્યા હતા. રાજકીય સમીક્ષક સૂત્રોના જણાવ્યા મુજબ આયાતી ઉમેદવાર માત્ર ભાજપમાં થયા છે કોંગ્રેસમાં બહારના ચહેરા મુકાયા નથી . પાટણના હાલના સ્થાનિક ચહેરા કે સી પટેલ , મોહનલાલ પટેલ વગેરે તે સમયથી ચૂંટણીના દાવેદાર તરીકે લાઈનમાં છે પણ જેઓને આજસુધી તક મળી નથી.

17- અરવલી

અરવલ્લીમાં પણ ભાજપમાં અસંતોષ સામે આવ્યો છે.

18- સાણંદ

સાણંદ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી. કનુ પટેલને મેન્ડેડ મળતા વિવાદ વકર્યો હતો. સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી નારાજ થયા હતા. નારાજ ખેંગાર સોલંકી હાલ શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સમર્થકોને સાથે લઈ સંમેલન યોજ્યુ હતુ. નાંદોડરા ગામ ખાતે સમર્થકો એકઠા થાય તેવી શક્યતા છે.

19- સાવરકુંડલા

સાવરકુંડલામાં આયાતી મહેશ કસવાલા સામે પણ નારાજગી જોવા મળી રહી છે. સાવરકુંડલામાં ભાજપ ઉમેદવાર સામે દાવેદારો અને કાર્યકરોમાં કચવાટ જોવા મળ્યો છે. જેને લઇ પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં દાવેદારો કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ઉમેદવારનું નામ જાહેર થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

20- વઢવાણ

સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પર ભાજપે ટિકિટ બદલાવતા બ્રહ્મ સમાજમાં રોષ ભભૂક્યો છે. જીજ્ઞા પંડ્યાની ટિકિટ કપાતા વિરોધ છે. પોતાની જગ્યાએ અન્યને તક આપવા પક્ષને રજૂઆત કરી હતી. જેના પર પક્ષે જગદીશ મકવાણાનું નામ જાહેર કર્યુ હતું. જોકે ભાજપે દબાણ પૂર્વક જિજ્ઞા પંડ્યાની ટિકિટ કાપી અન્યને ટિકિટ આપી હોવાનો બ્રહ્મસમાજે આરોપ લગાવ્યો હતો. સાથે જ નવા ઉમેદવારને ન સ્વીકારવા બ્રહ્મસમાજમાં ભારે વિરોધ પ્રસર્યો છે. અને બ્રહ્મસમાજના અગ્રણીઓએ સમાજની બેઠક બોલાવી ટિકિટ માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

21- હાલોલ

હાલોલના ભાજપ ઉમેદવાર સામે વિરોધ છે. સામુહિક રાજીનામા બાદ ભાજના મોટા નેતાએ પણ પાર્ટી છોડી દીધી છે. ભાજપમાં સતત પાંચમી ટર્મ માટે જયદ્રથ પરમારને રિપીટ કરવામાં આવતા ભાજપમાં ભંગાણ પડ્યું છે. નારાજ થયેલા કેટલાક સિનિયર કાર્યકર્તાઓ અને તેમના સમર્થકોએ ભાજપમાંથી સામુહિક રાજીનામાં ધરી દીધા હતા. હાલોલ નગરપાલિકાના બે ટર્મ સુધી પ્રમુખ રહેલા સુભાષ પરમાર દ્વારા પક્ષમાંથી રાજીનામુ આપી દીધું હતું.

22- વોડોદરા

વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકોમાં એક મંત્રી સહિત ત્રણ ધારાસભ્યોના પત્તા કપાયા છે. જે ધારાસભ્યોના પત્તા કપાયા છે, તેવા ધારાસભ્યોમાં અને તેમના સમર્થકોમાં નિરાશા જોવા મળી છે. યાદી જાહેર થયા બાદ વડોદરા જિલ્લાની ત્રણ બેઠક પર ભાજપમાં બળવાના એંધાણ વર્તાય રહ્યા છે. વડોદરાની વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પર બળવાની સ્થિતિ દેખાઈ રહ્યા છે. જેથી મધુ શ્રીવાસ્તવ, સતિશ પટેલ અને દિનુ પટેલ નારાજ થયા છે.

23- માંજલપુર

વડોદરાની માંજલપુર બેઠક પર ધારાસભ્ય યોગેશ પટેલને ભાજપ ટિકિટ આપવા માંગતો ન હતો. પણ આખરે ભાજપના નેતાઓએ ઝૂકી જઈને તેમને 8મી વખત ટિકિટ આપવી પડી છે. 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. જો ભાજપે ટિકિટ ન આપી હોત તો ભાજપ સામે યોગેશ પટેલ થયા હોત અને ભાજપે બેઠક ગુમાવવી પડી હોત. આમેય વાઘોડિયા, પાદરામાં ભાજપ મુશ્કેલીમાં છે. તેથી માંજલપુર ગુમાવવી પડે એવી હાલત નથી. યોગેશ પટેલ વર્ષ 1990માં પ્રથમ વખત જનતા દળમાંથી રાવપુરા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 1978માં યોગેશ પટેલે દૂધના ભાવવધારા સામે વડોદરામાં આંદોલન કર્યું ત્યારથી તેઓ ચૂંટણી લડતા રહ્યાં છે.

PM મોદી છેલ્લે જ્યારે વડોદરા આવ્યા ત્યારે કહ્યું પણ હતું કે ‘યોગેશભાઈ, તૈયાર છો ને?’ મેનકા ગાંધી યોગેશ પટેલ માટે રાખડી પણ મોકલે છે. સાવલીવાળા મહારાજે આપેલી એક કાળી કોટી પહેરે છે.

24- વાઘોડિયા

શ્રીવાસ્તવની ટિકિટ કાપી અગાઉ જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

મધુશ્રીવાસ્તવે વાઘોડિયામાં અપક્ષથી ચૂંટણી લડવા ફોર્મ ભરી દીધું છે. ઘરે જઈને ગોળી મારવાની ધમકી મધુ શ્રીવાસ્તવે આપી હતી. ભાજપના બાહુબલી વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાયા બાદ ભાજપ સામે ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. પહેલા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. હવે તેમને ફેરવી કહ્યું હતું કે, મારી પત્ની મારી બાજુમાં ઉભી હતી તેથી તેને સારું લાગે તે માટે મેં કહ્યું હતું. હું ભાજપનો સેવક બનીને જ રહીશ. તેમના સ્થાને તેમના પત્ની ચૂંટણી લડે તેવી જાહેરાત કરી હતી. હવે તમને જાહેરાત કરી છે કે તેઓ અપક્ષ ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ભાજપે કીધા પછી મારી ટિકિટ કાપી છે તેથી કાર્યકરો નારાજ થયા છે માટે મારે અપક્ષ ચૂંટણી લડવી પડશે.

25- દાહોદ

પંચમહાલના પૂર્વ સાંસદ અને ભાજપ નેતા પ્રભાતસિંહે ભાજપ સામે બળવો કરીને કોંગ્રેસમાં જોડાયા છે. જાણકારોના મત પ્રમાણે તેઓ વર્ષ 2017થી ભાજપ સામે નારાજગી ધરાવતા હતા.

દક્ષિણ ગુજરાત (પાટીલનું સુરત)

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સુરતમાં 16 બેઠકો પર આંતરિક વિરોધ છે. પાટીલ પણ તમામ ઉમેદવારોને અમદાવાદની જેમ બદલવા માંગતા હતા. પણ બલદી શક્યા નથી. વિરોધ થયો તેથી તે ન ઈચ્છતા એવા અનેક ઉમેદવારોને ટિકિટ આપવી પડી છે. જેમાં કુમાર કાનાણી મુખ્ય છે.

26- લિંબાયત સુરત

પક્ષ પ્રમુખ સી આર પાટીલના વિસ્તારમાં અને પાટીલના ખાસ એવા સંગીતા પાટીલ સામે ભારે વિરોધ છે. લિંબાયત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય બદલવાની માંગ કરતાં બેનરો ઘણા સમયથી રસ્તાઓ પર લગાવવામાં આવી રહ્યાં છે. લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેનના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરમાં તેમનું અને ભાજપના ચિન્હ સાથે સંગીતા પાટીલ હટાવો લીંબાયત બચાવોના નારા લાગ્યા છે. સુરતમાં ભાજપનું ગઢ માનવામાં આવતું લિંબાયત ત્યાંના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ છે. સંગીતાબેન પાટીલના કામો ઉપર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે.

27- હળવદ

સાબરીયા નિર્વિવાદીત હળવદના કપાયા છે. લોહાણા સમાજે રાજકોટમાં બેનર લાગ્યા છે.

28- સુરેન્દ્રનગર (સોમા ગાંડા કોળી પટેલ)

ભાજપના નેતા સોમા ગાંડા કોળી પટેલે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલ ચોટીલા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે ફોર્મ લીધું છે. જો કે સોમા પટેલ ખરેખર ચૂંટણી લડશે કે પછી સેટિંગમાં ખસી જશે એ તો સમય જ કહેશે. છેલ્લે 2020માં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપેલું હતું. ત્યારે એક વિડિયોણાં તેમણે કહ્યું હતું કે વિજય રૂપાણીએ તેમને પૈસા આપ્યા હતા. સોમાભાઇ પટેલ અત્યાર સુધીમાં 7 વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, 4 વખત જીત્યા છે. બે વખત ધારાસભ્યની ચૂંટણી પણ જીત્યા છે.

29- ભરૂચ (મનસુખ વસાવા)

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ઝઘડિયા બેઠક પર જીત મેળવી શકે અને પ્રજાના કામ કરી શકે તેવો ઉમેદવાર પાર્ટીએ આપવો જોઈએ. તેમજ ભૂતકાળમાં યોગ્ય ઉમેદવાર ન મળવાના કારણે સીટ જીતી શક્યા ન હતા. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઝઘડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પક્રિયા દરમિયાન જે નામો આપવામાં આવ્યા છે તેમાંથી જ ઉમેદવારની પસંગી કરવામાં આવે. બહારનો કોઈ ઉમેદવાર ન હોવો જોઈએ. પાર્ટી અમને આ વખતે નારાજ નહિ કરે તેમ જણાવ્યું હતું.

30- દસાડા

દસાડાના ભાજપના ઉમેદવાર પી. કે. પરમારની સામે પણ વિરોધનો સૂર છે.

31- બોટાદમાં વિરોધ

ભાજપે બોટાદમાં નવા ઉમેદવાર ઊભો રાખતાં વિરોધ થયો છે. નવા ઉમેદવારની વાત વેગે ફેલાયેલી વાત બાદ ભાજપના કાર્યકરો ખફા થયા છે. હાલ ભાજપ બોટાદના ઉમેદવારને લઈને પણ વિરોધનો સામનો કરી રહ્યું છે. અહીં ભાજપે નવા ચહેરાને ઉતારતા જ વિરોધના સૂરો જોવા મળી રહ્યા છે. ભાજપે બોટાદમાં ઘનશ્યામ વિરાણી ટિકિટ આપી છે, તો આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે. ઉમેદવાર ઘનશાયમ વિરાણીનો સંગઠનમાં ઉગ્ર વિરોધ, કાર્યકરો નારાજ છે. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સંગઠનમાં મહત્વના હોદેદારો અને કાર્યકરો ગાંધીનગર જવા એકઠા થયા હતા. બોટાદ તાલુકા પ્રમુખ, પ્રદેશ સંગઠન ના હોદેદારો, માર્કેટીંગ યાર્ડના સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, શહેર સંગઠનના 100 જેટલા હોદ્દેદારો હાજર રહી સૌરભ પટેલને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ગાંધીનગર સી.આર.પાટીલને રજૂઆત કરી હતી. બોટાદમાં સુરેશ ગોધાણીને ટિકિટ આપવાની પણ માંગણી હતી.

ભાજપે ઘનશ્યામ વિરાણીની પસદંગી કરી છે. ભાજપના જ એક જૂથ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અન્ય કાર્યકરો દ્રારા ઘનશ્યામ વિરાણીને સમર્થન આપવામાં આવી રહ્યો છે. આજના દિવસમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક બાજુ વિરોધના તો બીજી બાજુ સમર્થનના દ્રશ્યો જોવા મળ્યા હતા. સૌરભ પટેલ સામે અહીં સભા ભરીને વિરોધ કર્યો હતો.

32- શંભુપ્રસાદ ટુંડિયા – ગઢડા

બોટાદ જિ્લાની106 બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયાના નામની જાહેરાત કરતા વિરોધ શરૂ થયો છે. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 2000થી વધુ કાર્યકરો અને આગેવાનો એકઠા થયા હતા. ઉમેદવાર બદલવામાં આવે જેમાં અને ગઢડા બેઠક પર આત્મારામ પરમારને ટીકીટ આપવામાં આવે તેવી રજુવાત કરવામાં આવી છે. સુરેશ ગોધાણીના સમર્થનમાં કાર્યકરોએ સુત્રોચાર કર્યો હતો. 500 કાર્યકરો અને આગેવાનો દ્વારા રાજીનામા અપાયા છે. આપેલ રાજીનામાને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાળિયાએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. તેમજ કાર્યકરોની રજુવાત હાઈકમાન્ડ સુધી પહોંચડાવાની ખાત્રી આપી છે. તેમજ કાર્યકરો અને આગેવાનોના રાજીનામાને લઈ સીટ પર અસર પડશે તે વાતનો સ્વીકાર કર્યો છે.

33- વરાછા – કુમાર કાનાણી

ભાજપના નેતા મુકેશ કોઠિયાએ કહ્યું કે, વરાછામાં બહારના ઉમેદવારો કેમ લાવો છો.તેમની કામગીરી કેટલે અંશે વ્યાજબી છે એ તો ગામ જાણે છે, હું નથી કહેતો. કાનાણી પોતાનો મત પોતાને જ આપી શકતા નથી. તેમનું રેસિડેન્ટ અને કાર્ય ક્ષેત્ર ઉત્તર વિધાનસભા છે. તો વરાછામાં કેમ માગવા આવો છો. ઉમેદવાર બદલો, બદલવાની ખૂબ જરૂરિયાત છે. પાર્ટીને આંખ ખોલે. હું એમ નથી કહેતો કે, મને ટિકિટ મને જ ટિકિટ આપો, મને નહીં તો અન્ય કાર્યકર્તાને ટિકિટ આપો. ટિકિટ આપો એટલે કે સ્થાનિક લોકોને આપો.

34- કરજણ

કરજણ બેઠક પર અક્ષય પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. કરજણ બેઠક ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા) ને ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓએ બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યકરોને મળવાના નામે મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી સાથેની મુલાકાત ટાળવા માટે તેઓએ ફોન રિસીવ કર્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. બળવો કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરનાર પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે (નિશાળીયા) પણ ગૃહમંત્રીની મુલાકાત કરવાનું ટાળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ કાર્યકરોને સંબોધતા સમયે બળાવાખોરો સામે નિશાન સાધ્યું હતું.

35- પાદરા

ભાજપની ટિકિટ વહેંચણીનો વિરોધ, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ પાદરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાદરા બેઠક પરથી ભાજપ દ્વારા ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા ચૈતન્યસિંહને ટિકિટ અપાતાં અન્ય દાવેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાંથી સૌથી મોટું નામ બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાનું છે. પાદરા બેઠક પર પણ કાર્યકરો નિરાશ થયા છે. પાદરા બેઠક અહીં 2017ની ચૂંટણીમાં પરથી ભાજપના ઉમેદવાર દિનેશ પટેલનો વિજય થયો હતો. જોકે આ ચૂંટણીમાં તેમને ટિકિટ ન અપાતા કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છો. આ વખતે ભાજપે પાદરા બેઠક પરથી ચૈજન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે.

36- જસદણ (કુંવરજી બાવળિયા)

રાજકોટ જિલ્લાની જસદણ વીંછિયા વિધાનસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતાં પૂર્વે જ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રચાર શરૂ કરી દીધો હતો. હવે ભાજપમાં તેમની સામે અંદરથી વિરોધ ચાલું થયો છે. કુંવરજીભાઇ બાવળિયા પાછલી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા.

37- વિજાપુર

વિજાપુર બેઠક રમણ પટેલનું નામ જાહેર થતાં ભાજપ કાર્યકરોનો જબરદસ્ત વિરોધ, કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરોએ કર્યો હોબાળો થયો હતો. વિજાપુર બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય રમણ પટેલને રિપીટ કરીને ટિકિટ આપી છે. જેને લઈ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કમલમ પહોંચી ઉમેદવાર બદલવા માગ કરી છે.આ દરમિયાન કાર્યકરોએ “વિજાપુર બચાવો રમણ પટેલને હટાવો” ના સૂત્રાચ્ચાર કરી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માગ કરી હતી.

38- હાર્દિક પટેલ

વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ માટે ભાજપમાં જ આંતરિક વિરોધનો સૂર હોવા છતાં હાર્દિક પટેલને ટિકિટ અપાઇ છે.

39- માતર

ભાજપના ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરી સિંહનું નામ કાપી નાખતા કેસરી સિંહે નારાજગીના સૂર વ્યક્ત કર્યા છે. કેસરી સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર આમ આદમી પક્ષના નેતા ગોપાલ ઇટાલિયા સાથેનો ફોટો શેર કર્યો હતો.

40- મહુવા – ભાવનગર

ભાવનગરના મહુવા બેઠક પર શીવા ગોહિલનું નામ જાહેર થતા મહુવા ભાજપમાં ભડકો થયો હતો. ક્ષત્રિય સમાજે ભાજપ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો. મહુવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સભ્યો, ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300થી વધુ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે. આર.સી મકવાણાની ટિકિટ કાપી શીવા ગોહિલને ટિકિટ આપતા ભાજપના આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો.

મહુવા શહેર ભાજપ સંગઠન, ગ્રામ્ય સંગઠન, શહેર યુવા મોરચો તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો સહિતના ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામાં આપ્યા છે. વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાના સમર્થનમાં 400થી વધુ કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા છે. મહુવામાં નવા ચહેરા તરીકે શીવાભાઈ ગોહિલનું નામ જાહેર થતા ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થયો છે. ભાજપના યુવા કાર્યકરો તેમજ હોદ્દેદારોના રાજીનામાં ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાને આપ્યાં છે. મહુવામાં આર.સી મકવાણાની ટિકિટ કપાતા તેમના ટેકેદારો મેદાનમાં આવી ગયા છે. શિવાભાઈ ગોહિલે મહુવામાં ટિકિટ પણ માંગી નહોતી અને મહુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને સમર્થન પણ નથી .

42- ચોર્યાસી

સુરતના ચોર્યાસી વિધાનસભામાં વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખને ટિકિટ આપતાં ભાજપમાં ભડકો થયો છે. સતત 5 દિવસ દરિયા કાંઠા વિસ્તારના ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. મોરા ત્રણ રસ્તા ખાતે કાંઠા વિસ્તારના ભાજપના કાર્યકરો ભેગા થયાં હતા. કોળી એકતા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ઉમેદવાર માત્ર કોળી પટેલ જોઈએ એવી માંગણી કરી હતી. ભાજપ પ્રદેશ નેતાગીરીની જીદને કારણે ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલને કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ ને જાહેર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ આજે સતત બીજા દિવસે સુરતના ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના જ ઉમેદવારનો ભાજપના જ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલના ભાજપના નેતાએ તેમના અંગત સંદિપ જેસાઈને ધારાસભ્ય બનાવવા માટે કોળી સમાજનું પત્તુ કાપીને સમાજને અન્યાય કર્યો હોવાનો આક્રોશ કાર્યકરો વ્યક્ત કરી રહ્યાં છે. હજીરા ઉદ્યોગપતિઓના ઈશારે ટિકિટ બલવમાં આવી હોવાના આરોપ દિલ્હીના ભાજપના નેતાઓ પર લાગી રહ્યાં છે. તાના શાહી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

43- જામનગર

જામનગર વિધાનસભાની બેઠક પર હકુભા જાડેજાની બાદબાકીથી જામનગરમાં પણ બળવો થયો હતો. 2012 અને 2017 એમ બે ટર્મથી ધારાસભ્ય હતા. અપક્ષમાંથી ફોર્મ ભરશે તેવી અટકળો સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં હકુ જાડેજાએ ભાજપના ખેસ સાથેનો ફોટો સ્ટેટશમાંથી દૂર કર્યો હતો. હાઇકોર્ટનો ક્રિમિનલ કેસ પરત ખેંચવા અદાલતે ઈન્કાર કર્યો હતો. તે પણ એક મુદ્દો છે. બે દિવસ ગાંધીનગર હતા. છતાં કોઈના સંપર્કમાં ન હતા. ફોન પણ બંધ કરી દીધા હતા. આ સંજોગોમાં તેઓ કોઈ નવાજુની કરવાના મૂડમાં હોવાની અટકળ હતી. કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હતા. જામનગર ગ્રામ્યની બેઠક પર રાઘવજી પટેલ સામે તેઓને ટીકીટ આપવાની ચર્ચા હતી. ભાજપે પતુ કાપી નાખ્યા બાદ તુર્ત કોંગ્રેસ સાથે સંપર્ક શરૂ કર્યો હતો. કોંગ્રેસ માથે મેળ ન બેસે તો અપક્ષ લડવાનો પણ મૂડમાં હતા.

44- કાલાવડ

કાલાવડ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો છે. કાલાવડમાં ભાજપે મેઘજી ચાવડાને ટિકિટ આપી છે. જેથી ભાજપ કાર્યકર્તાઓએ અટલ ભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગને રજૂઆત કરીને ઉમેદવાર બદલવા માગ કરી છે. 56 દાવેદારોએ ટિકિટની માગ કરી હતી. મેઘજી ચાવડાને ટિકિટ આપવામાં આવતા બાકીના દાવેદારોએ વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠક પર દાવેદારી કરનાર પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી સહિતનાઓએ વિરોધ નોંધાવી રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચગ અને જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી.

જામનગર જિલ્લાની કાલાવડ બેઠક અનામત બેઠક છે. એક જ પરિવારને વારંવાર ટિકિટ આપવામાં આવતા બાકીના દલીત સમાજના લોકોમાં લાગણી દુભાઈ છે. મેઘજીભાઈ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સભ્ય હતા. તેમજ ધારાસભ્ય પણ હતા અને અત્યારે કેન્દ્રમાં ડાયરેક્ટર પણ છે. મેઘજીભાઈના ભત્રીજાની પત્ની તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન છે. ત્યારે ફરીથી મેઘજીભાઈને જ ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ દલીત સમાજના 25થી 40 વર્ષના કાર્યકર્તાઓ સમુહમાં રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગને રજૂઆત કરી હતી. આગળની રણનીતી નક્કી કરશે.

45- નાંદોદ

નર્મદા જિલ્લાની નાંદોદ (એસટી) બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાના બદલે ડો. દર્શના દેશમુખને ભાજપે આપી છે. તેથી ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને ભૂતપૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017માં હર્ષદ વસાવાને બદલે શબ્દશરણ તડવીને નાંદોદ બેઠક ફાળવી હતી, જોકે તેઓ જીતી શક્યા નહોતા. તેઓ ભલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે, પરંતુ તેમનું મન ‘ભગવા’ સાથે છે. અત્યારે પણ ભાજપ સાથે છે અને વર્ષ 2024માં પણ ભાજપ સાથે જ રહેશે.

46- શહેરા

શહેરામાં ભાજપમાં વિરોધના સૂર ઉઠ્યા હતા. શહેરા વિસ્તારના ભાજપના આગેવાન ખાતુ પગી અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. જેઠા ભરવાડની જગ્યાએ ખાતુ પગીને ટિકિટની માંગ કરી હતી. ભાજપ ઉમેદવારનો વિરોધ જોવા મળી રહ્યો છે. ડો.દર્શના સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ભાજપની અંદરથી જ કપાઈ ગયાની લાગણી ધરાવનારા નેતાઓના વિરોધના સૂર ઉઠ્યા છે.

અમદાવાદમાં વિરોધ

47- વટવા

વટવા વિધાનસભામાં બાબૂસિંહ જાધવને બિનગુજરાતીને ટિકિટ આપતાં વિરોધ છે. અહીં પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપ જાડેજાને કાપી કાઢવામાં આવ્યા છે.

48- અસારવા

પ્રદીપ પરમારની અસારવામાંથી ભાજપે ટિકિટ કાપી છે. અસારવામાં મંત્રીને પડતાં મૂકી દેવાયા છે. દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. દર્શનાબેન વાઘેલા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર તેમ જ પૂર્વ ડેપ્યુટી મેયર છે. જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હતા. ત્યારે દર્શનાબેન ડેપ્યુટી મેયર હતા. અસારવામાં વિરોધ છે. પ્રદીપ પરમાર એક ટર્મમાં મિનિસ્ટર બનાવ્યા. 6 મહીનામાં જ પ્રધાન પદ ગુમાવવું પડ્યું છે. દર્શના સામે વિરોધ છે. અંદરથી પતાવી દેશે.

49- એલિસબ્રિજ

રાકેશ શાહે ટિકિટ માંગી હતી. પણ અમિત શાહના માણસ હોવાથી તે કપાઈ ગયા છે. એલિસબ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય રહેલા રાકેશ શાહને ફરી ટિકિટ આપી નથી. પૂર્વ મેયર અમિત શાહને ટિકિટ અપાઈ છે. વણિકની બેઠક છે. જેને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ક્યારેય ટિકિટ આપવા દીધી ન હતી. પાટીલે આપી છે. અમિત શાહ પૂર્વ કોર્પોરેટર છે. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પક્ષના નેતાથી માંડીને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ છે. આ બેઠક છેલ્લાં ચાર ટર્મથી ને જ ટિકિટ ફાળવવામાં આવી રહી છે. હરેન પંડ્યા બ્રાહ્મણ હતા. તેમના નિધન બાદ આ બેઠક પર 2002માં ભાવિન શેઠ વિજયી બન્યાં હતા. 2007, 2012 અને 2017માં આ બેઠક પરથી રાકેશ શાહને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યાં હતા. આ વખતે તેમની સામેના વિરોધના કારણે તેમની ટિકિટ કાપવામાં આવી છે. શાહ નારાજ છે.

50- નરોડા

નરોડા બેઠક પરથી ધારાસભ્ય એવા બલરામ થાવાણીની વિધાનસભાને કાપી કાઢવામાં આવ્યા છે. પાયલ કુકરાણીને ઉમેદવાર બનાવાયા છે.

નરોડામાં ડો. પાયલબેન મનોજ કુકરાણી નવો ચહેરો છે. તેમના પિતા મનોજ વર્ષોથી ભાજપ છે. પાયલની માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે.

પાયલ કુકરાણી સામે નારાજગી જોવા મળી રહી છે. ભાજપે ઉમેદવાર સિંધી જાણી ઉમેદવાર નક્કી કર્યા છે, પણ પાયલ OBC છે. તેમના પતિ ઓબીસીમાં છે. પાયલ કુકરાણીએ લગ્ન થયા હોવા છતાં માહિતી છુપાવીછે. તેથી કાર્યકર્તાઓમાં નારાજગી છે. નાના મોટા કાર્યકર્તાઓમાં મનદુઃખ છે.

પાયલ મનોજકુમાર કુકરાણી વ્યવસાયે એનેસ્થેયિસાના એમડી ડોક્ટર છે. તેમના પિતા મનોજકુમાર રોગુમલ કુકરાણી વર્ષોથી ભાજપ અને સંઘ પરિવારના સક્રિય સભ્ય તથા હોદ્દેદાર રહ્યાં છે. કુબેરનગર પાટિયા વિસ્તારમાં જ રહે છે. ગત ફેબ્રુઆરી માસમાં ડોક્ટર અનિલ ચૌહાણ સાથે લગ્ન થયાં છે. તેમણે પ્રેમલગ્ન કરેલા છે. તેમના પતિ એમડી મેડિસિનની ડિગ્રી ધરાવે છે.

મનોજકુમાર કુકરાણી 980માં પાર્ટીમાં જોડાયાં, 1985માં યુવા પ્રમુખ, 1987માં ઉપપ્રમુખ, 1991માં શહેર ખજાનચી, 1992માં વોર્ડ પ્રમુખ, 1994માં નરોડાના મહામંત્રી, 1998માં નરોડા મંડળ પ્રમુખ બાદમાં સૈજપુર વોર્ડના પ્રમુખ, સિંધી પંચાયતના પ્રમુખ, નરોડા વિધાનસભા બેઠકના સિંધી સમાજના નેતા તેમજ સંલગ્ન સંસ્થાઓ અને યુનિયનો સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યાં છે. સંગઠનમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે તેમજ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારે આપેલા બાયોડેટામાં ખોટી વિગતો આપવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

મનોજકુમાર કુકરાણીએ હાલમાં ગોધરાકાંડના હત્યાના ગુનામાં હમણા પાટીયા કાંડ કેસમાં હાલમાં જામીન લીધેલા છે. નરોડા બેઠક પર ગત ચૂંટણીની પરિસ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પર બલરામ થાવાણીને ભાજપે ટિકીટ આપી હતી. કોંગ્રેસના તિવારી ઓમપ્રકાશ દરોગાપ્રસાદ હતાં, જે આમ આદમી પક્ષના ઉમેદવાર છે. આમ આદમી પક્ષના તિવારી છે. પોતે જ ઝુંપડપટ્ટીમાં ફરે છે. ભાજપમાં જૂથવાદના કારણે કોઈ પ્રચારમાં જતુ નથી. સાામાન્ય લોકો વિરોધ કરે છે. બલરામ થવાણીના પ્રચાર કરવા વલ્લભ ભાઈ જતાં ન હતા. જયદીપ પટેલે નરોડા માંગી હતી. તેમને આપવામાં આવી નથી. દૂધના દાજેલા છાસ ફૂંકીને પીવે છે. નરોડા સિંધિની બેઠક છે. સિંધિઓ ભાજપ સાથે છે. પાકિસ્તાનથી આવેલા સિંધિઓ ભાજપની સાથે છે. જમીન કોંગ્રેસે આપી હતી. જે હાલ ખાલી ન કરવી પડે તેથી ભાજપને મદદ કરે છે. સિંધીઓ હાલ વિરોધ થાય છે. વિરોધ કરનારા કોર્પોરેશનમાં ટિકિટ કે બોર્ડ કોર્પોરેશનમાં નિયુક્તિની માંગણી કરતાં હોય છે.

અમદાવાદની નરોડા બેઠક ઉપર પાયલ કુકરાણીને ટિકિટ મળતા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. તેમણે ઉમેદવાર સિંધી હોવા છતાં OBCમાં લગ્ન કર્યા હોવાથી કાર્યકર્તાઓમાં નારાજગી છે. પાયલ કુકરાણીએ લગ્ન થયા હોવા છતાં માહિતી છુપાવી છે. મોટા કાર્યકર્તાઓમાં મનદુઃખ છે. ભાજપના ધારાસભ્યએ જાહેર કર્યું હતું કે, હું સી.આર.પાટીલને પૂછીશ કે મારાથી શુ ભૂલ થઈ ગઈ.

બિપીન સિક્કા, આશા ટેકવાણી પણ ચૂંટણી લડવા માંગતા હતા. બલરામે કમલમમાં જઈને વિરોધ કર્યો હતો. કુબેરનગર બંધ કરાવેલું છે.

51- નારણપુરા

નારણપુરા બેઠક પરથી પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલની પણ ભાજપે ટિકિટ આપી નથી. જીતેન્દ્ર પટેલને ટિકિટ અપાઈ છે.

જીતેન્દ્ર રમણ પટેલ ઉર્ફે જીતુ ભગતના નામે જ ભાજપમાં ઓળખાય છે. સંગઠનમાં અમદાવાદ શહેરના મહામંત્રી છે.

52- વેજલપુર

પ્રદિપસિંહ વાઘેલા – વેજલપુરમાંથી લડવાના હતા. તેને ગૃહ મંત્રી બનવું હતું. તેના સ્થાને અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. જેનો ભાજપમાં જ વિરોધ છે. જો અમિત ઠાકરને ટિકિટ અપાય તો ભરત પંડ્યાને કેમ નહીં. વેજલપુરના કિશોર ચૌહાણને કાપી કાઢવામાં આવ્યા છે. અમિત ઠાકરને ટિકિટ અપાઈ છે.

અમિત ઠાકરે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમ જ સિન્ડિકેટ સભ્ય તરીકે તેમ જ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીમાં પૂર્વ બોર્ડ ઓફ ગર્વનર પણ રહ્યાં હતા. મેઘા પાટકર પર ગાંધીઆશ્રમમાં હુમલામાં પણ તેમની સામે ફરિયાદ થઇ હતી. સેટેલાઇટ શિવરંજની ચાર રસ્તા પાસે લોકમાન્ય કોલેજ તથા આનંદાગ્લોબલ સ્કૂલ, વેજલપુરમાં સંચાલન કરે છે.

તેમણે ભાજપમાં વિવિધ કાર્યો કર્યા છે. ગુજરાતમાં પ્રદેશ મંત્રી, ઓવરસીઝના પ્રેસિડેન્ટ, દાહોદ જિલ્લાના બે વખતના પૂર્વ પ્રભારી રહ્યાં હતા. પશ્ચિમ બંગાળ તેમ જ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ સક્રિય રહ્યાં હતા. આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તથા ગુજરાતના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. હાલ તેઓ આણંદ જિલ્લાના પ્રભારી તરીકેની કામગીરી કરી રહ્યાં હતા. જેને નરેન્દ્ર મોદીએ ક્યારેય ટિકિટ આપી ન હતી. પ્રદીપ વાઘેલા પ્રદેશ મહામંત્રીએ લડાવનું નક્કી કરી લીધું છે. અમિત શાહે પોતે હિતેશ બારોટની ટિકિટ આપી

53- ઠક્કરબાપાનગર

ઠક્કરબાપાનગર સીટ પર વલ્લભ કાકડિયાને વેતરી નાંખવામાં આવ્યા છે. કંચનબેન રાદડિયા ઉમેદવાર છે. કાકડીયા નારાજ છે.

54- અમરાઈવાડી

અમરાઈવાડીના અરવિંદ પટેલની ટિકિટ કપાઈ છે. અમરાઇવાડી વિધાન,ભા વિસ્તારમાં ડો. હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

2017માં હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. પરંતુ તેઓ લોકસભાની બેઠક પર વિજેતા બનીને સાંસદ બન્યા હોવાથી 2019માં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં જગદીશ પટેલ વિજેતા બન્યાં હતા. પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના સ્થાને ડો. હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે. લેબોરેટરી ચલાવતાં હોવાના કારણે જાણીતા છે.

55- સાબરમતી

સાબરમતી મત વિસ્તારના અરવિંદ પટેલની ટિકિટ ભાજપે કાપી દીધી છે. જેને નરેન્દ્ર મોદીએ 2017માં મત આપ્યો હતો. વિરોધ હોવાથી આવું કરાયું છે.

અમદાવાદ શહેરમાં અમિત શાહના ખાસ કરી શકાય એવા એક માત્ર સિબરમતિના ઉમેદવાર હર્ષદ પટેલ છે.

સાબરમતી બેઠક પર ધારાસભ્ય અરવિંદકુમાર પટેલના સ્થાને હર્ષદ પટેલને ટિકિટ આપી છે. હર્ષદ દાઢીના નામથી ઓળખાય છે. ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ હતા. શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે. મહીસાગર – અરવલ્લીના પ્રભારી હતા. સંઘમાંથી રાણીપ કાર્યક્ષેત્રમાં કામગીરી કરતાં હતા. સાબરમતી ત્યાં બળાખોરી છે. હારવાની બેઠક પર બળવો થતો નથી. 3 કરોડ પાર્ટીનું ફંડ આવી શકે છે. બાકીના ફંડ ધારાસભ્યો ઉઘરાવે છે.

હર્ષદ પટેલ સાબરમતીમાં અમિત શાહના વિશ્વાસ એક જ આવેલા છે.

56- મણિનગર

મણિનગર બેઠક સુરેશ પટેલની ટિકિટ કાપીને અમૂલ ભટ્ટને અપાઈ છે. અહીંથી જ નરેન્દ્ર મોદી સતત ચૂંટાતા હતા.

કોર્પોરેટર બનીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ખડી સમિતિમાં અધ્યક્ષ હતા. તેમનું યાદીમાં પાછળથી લિસ્ટમાં નામ મૂકવામાં આવ્યું હતું. જ્યારે મહેશ કસવાલાને અન્યથી બેઠક આપી હોવાથી તેમનું નામ છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યું હતું. વલ્લભ પટેલ એ એમ ટીએસમાં હતા તેને ટિકિટ જોઈતી હતી. અશિત વોરાને ટિકિટ જોઈતી હતી. તેઓ વિરોધ જાહેરમાં નહીં કરે . અમૂલ ભટ્ટ સંઘમાંથી મણિનગરની બેઠક પર છે.

57- દરિયાપુર

કોંગ્રેસના ધારાસભ્ય જ્યાં છે તે દરિયાપુર પર કૌશિક જૈનને ટિકિટ અપાઈ છે. ભરત બારોટ કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ સામે હારી ગયા હતા.

વિદ્યાર્થી નેતાથી સેનેટ સભ્યથી માંડીને સિન્ડિકેટ સભ્ય , કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. અનેક સમિતિમાં રહ્યાં હતા. તેઓની હાલ અનેક બસો એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.માં દોડે છે. તેઓ ભાજપમાં શહેર ઉપપ્રમુખ છે.

58- દાણીલીમડા

દાણીલીમડા બેઠક પર 2017માં જીતુ વાઘેલા હારી ગયા હતા તેના સ્થાને નરેશ વ્યાસ ઉમેદવાર છે. અહીં કોંગ્રેસના શૈલેષ પરમાર જીત્યા હતા. દાણીલીમડાની અનામત બેઠક પર પૂર્વ કોર્પોરેટરને ઉતાર્યા

નરેશભાઇ શંકરલાલ વ્યાસ પૂર્વ કાઉન્સિલર છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલાં છે. જ્યારે ભાજપને ગણતરીની બેઠકો મળતી હતી. ત્યારે તેઓ કોર્પોરેટર તરીકે ભાજપની બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ ભાજપમાં સતત સેવા આપી રહ્યાં હતા. ભાજપને તકલિફ છે. મુસ્લિમો બિલ્ડરો છે, તેઓ ટેકો આપે છે. ભાજપમાં 48 દાવેદારો હતા. વિરોધ કર્યો નથી. હારી જાવ તો પણ 5 વર્ષ સુધી પ્રભારી રહેતા હોય છે. તેથી ઉમેદવાર તરીકે દાવો કરવામાં આવે છે. હારવાની જીત ભાજપના નેતાઓ સારી રીતે સમજે છે.

59- નિકોલ

નિકોલ વિધાનસભા બેઠક પર ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) નિકોલના ધારાસભ્ય છે. ઉદ્યોગ, સહકાર અને માર્ગ અને મકાન વિભાગના તેમ જ પ્રોટોકોલ વિભાગના મંત્રી છે. તેઓ 2012થી અસ્તિત્વમાં આવેલી નિકોલ બેઠક પર છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે.

60- ઠક્કરબાપાનગર

ઠક્કરબાપાનગર વિધાનસભાની બેઠક પર કંચન વિનુ રાદડિયાને ઉમેદવાર બનાવાયા છે. ઠક્કરબાપાનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને વોટર સપ્લાય સમિતિના સભ્ય છે. ડો.ક્રિશ્ના ઠાકર મજબૂત દાવેદાર હતા. પણ કોંગ્રેસથી આવેલા હોવાથે તેમને ટિકિટ આપવા દેવામાં આવી નથી.

61- બાપુનગર

બાપુનગર વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર દિનેશ રાજેન્દ્ર કુશવાહ છે. રખિયાલ કોર્પોરેશનમાં લડેલા હતા. બાપુનગર વોર્ડના કોર્પોરેટર છે. કોંગ્રેસના ધારાસભ્ય છે.

ધારાસભ્ય તરીકે પટેલ દેખાતા નથી. ગોરધન – બાપુનગરથી ટિકિટ માંગી હતી. ન આપી. પ્રકાશ ગુર્જરે ટિકિટ માંગેલી હતી. 2007થી વિધાનસભા લડવા માંગે છે. બાપુનગર કોર્પોરટર છે. તેનો અંદરથી વિરોધ છે.

62- દરિયાપુર

કૌશિક જૈન વિદ્યાર્થી નેતાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ સેનેટ સભ્યથી માંડીને સિન્ડિકેટ સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં રહ્યાં હતા. તેઓએ કોર્પોરેશનમાં પણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. અનેક કમિટીઓમાં પણ રહ્યાં હતા. તેઓની હાલ અનેક બસો એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.માં દોડે છે. તેઓ ભાજપમાં શહેર ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે. કૌશિક જૈન કોર્પોરેટર તરીકે હારી ગયા હતા. મીમના ઉમેદવાર છે હસનલાલા કોર્પોરેટર હતા, તેથી ગ્યાસુદ્દીન તકલીફ છે.

63- જમાલપુર- ખાડિયા

જમાલપુર- ખાડિયાના ઉમેદવાર ભૂષણ અશોક ભટ્ટ છે. 2017માં હારી ગયા હતા. 2012માં જીતિયા હતા, પૂર્વ ધારાસભ્ય છે. તેમના પિતા અશોક ભટ્ટ વર્ષો સુધી આ બેઠક પરથી વિજેતા થતાં હતા. પૂર્વ કોર્પોરેટર છે. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા સામે હાર્યા હતા. તેમને ફરીવાર આ બેઠક ટિકિટ આપી છે. કાબલી કેટલા મત કાપે છે તે મહત્વનું રહેશે. છીપાને ટિકિટ છે. છેલ્લા દિવસે છીપા નક્કી કરે છે કે કોને ટિકિટ આપવી. અગાઉ, તેના કારણે ભૂષણ ભટ્ટ જીત્યા હતા. જમાલપુરના તમામ કોર્ટોપેટરો કોંગ્રેસના હારી ગયા હતા.

શિક્ષણ ધરાવતા મુસ્લિમો જૂદુ વિચારે છે. ભણતર ઓછું અને ધાર્મિકતા વધારે હોય છે તેથી ભાજપનો વિરોધ કરે છે. ખાડિયામાં મયુર દવેએ અગાઉ પણ ઘણી વખત પક્ષની સામે માથું ઉ્ચક્યું હતું. ભાજપમાં મોટા વિખવાદો છે.

અમદાવાદ જિલ્લો
64- ધોળકા

ધોળકા બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સ્થાને કિરીટસિંહ ડાભી ઉમેદવાર છે. કિરીટ સરદાર ડાભી કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષાંતર કરીને આવેલાં છે. તેઓ જિલ્લા પ્રતિનિધિ સમિતિના અધ્યક્ષ હતા. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હતા. સાથોસાથ તેઓ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક સાથે પણ જોડાયેલા છે. ભૂપેન્દ્ર ચૂડાસમાને 323 મતથી હારેલા હતા છતાં જીતેલા. ધોળકા જીતવી મુશ્કેલ છે. ભાજપના વાઘ લોહી ચાખી ગયા છે.

65- વિરમગામ

વિરમગામ બેઠક પર 2017માં હારનાર ડો. તેજશ્રી પટેલની જગ્યાએ આયાતી હાર્દિક પટેલ ઉમેદવાર છે. કોંગ્રેસના લાખા ભરવાડ જીત્યા હતા. પાટીદાર ( પાસ ) નેતાને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા. બાદમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.

66- સાણંદ (ફરિથી ટિકિટ)

સાણંદ વિધાનસભા વિસ્તાર 2012થી બનેલો છે. સાણંદ બેઠક પર કરમસી કોળી પટેલ જીત્યા અને ભાજપ સાથે ભળી જઈને રાજીનામું આપ્યું હતું. તેમના પુત્ર કનુભાઇ 2017માં કોંગ્રેસના પુષ્પા ડાભીને હરાવેલા હતા. તેમને ફરીવાર ટિકિટ આપવામાં આવી છે.

67- દસક્રોઇ

દસક્રોઇ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બાબુ જમના પટેલ હાલમાં ધારાસભ્ય છે. તેઓ 2002, 2007, 2012 તથા 2017 છેલ્લી ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાટીદાર નેતા પણ છે. અનેક સંસ્થાઓમાં તેઓ જોડાયેલા છે. પાંચમી વખત તેમને આ જ બેઠક પર ટિકિટ આપી છે. મૂળ ઠાકોરની બેઠક છે. દર વખતે બાબુ જમાનાનો વિરોધ થાય છે. પણ તેઓ વિરોધને ઠારી શકે એવી લક્ષ્મી ધરાવે છે.

દશક્રોઈમાં અમિત શાહના ખાસ માણસ એવા બિપિન ગોતાએ ટિકિટ માંગી હતી. અમિત શાહ પોતે બાબુ જમનાને કાપીને બિપીન પટેલને ટેકિટિ આપવા માંગતા હતા. પણ તેમનું ચાલ્યું નછી. હર્ષદગીરી ગોસ્વામીં દશક્રોઈથી માંગી હતી, બારેજા રહે છે. આનંદીબેન પટેલના ખાસ માણસ ગૌરાંગ પટેલે દસક્રોઈથી માંગી હતી. તેને પણ આપી નથી. 5 વિધાનસભાનું ખર્ચ બાબુ જમના અપી શકે છે. જમીમો ઘણી છે, સરકારે મદદ કરી છે. ઉમિયા ધામમાં ટ્રસ્ટિ બનીને ટિકિટ લઈ આવ્યા છે.

68- ધંધુકા (ફરીથી ઉમેદવાર છે.)

કાળુભાઇ ડાભી 2017માં ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસના રાજેશ ગોહીલ સામે હાર્યા હતા.

ઉપરાંત બીજી કેટલીક બેઠકો પર થોડા અંશે વિરોધ જોવા મળે છે.

છ બેઠકો: કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓની છ બેઠકો પર વિવાદ છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ ત્રણેય જિલ્લાઓમાં મોટું નુકસાન થયું હતું. અમરેલીની તમામ બેઠકો કોંગ્રેસે જીતી હતી. જૂનાગઢમાં માત્ર એક જ બેઠક જીતવામાં ભાજપ સફળ ગયું હતું. જ્યારે ગીર-સોમનાથમાં પણ ભાજપ સાફ થઈ ગયો હતો. આ ત્રણેય જિલ્લામાં ભાજપે કોંગ્રેસથી નેતાઓ આયાત કર્યા છે. વિસાવદરમાંથી ચૂંટાતા હર્ષદ રિબડિયા સૌરાષ્ટ્રમાં ભાજપને પડકારતાં રહ્યાં છે તેથી તેમને ભાજપે લઈ લીધા છે. અહીં તેમની સામે વિરોધ છે.

જસદણની બેઠક પરથી કુંવરજી બાવળિયાને ભાજપે રાતોરાત મંત્રી બનાવી દીધા હતા. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ પૈકિના તેઓ એક છે. જસદણમાં ભાજપનો વિરોધ છે. પણ જાહેરમાં વ્યક્ત કરવાની ભાજપના નેતાઓમાં હિંમત નથી. ભાજપે આ વખતે પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી સાથે કુંવરજી બાવળીયાને પણ ટિકિટ આપી છે. જામનગરમાં રાઘવજી પટેલ સામે વિરોધ છે. કાલાવડ ખાતેથી કૉંગ્રેસની ટિકિટ પર કેશુભાઈ પટેલ સામે લડ્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં આવી ગયા અને ધારાસભ્ય બન્યા.

માતર

  • પેટલાદ, કમલેશ પટેલ
  • મહેમદાવાદ, અર્જુનસિંહ ચૌહાણ
  • ઝાલોદ (એસટી), મહેશ ભૂરિયા
  • જેતપુર (એસટી), જયંતીભાઈ રાઠવાસયાજીગંજ, કેયુર રોકડિયા

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.