ભાજપના 182 પૈકી મિથુન રાશિના સૌથી વધુ 27 ઉમેદવાર, વૃશ્વિક રાશિના સૌથી ઓછા

ગુજરાત વિધાનસભા ચૂંટણીની શરૂઆતને હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે. ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. આ વખતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. જેના પગલ ભાજપ આ ચૂંટણીમાં પાર્ટીના પ્રચારમાં કોઈ કચાસ નથી રાખવા માંગતી. ભાજપ સહિત તમામ પાર્ટીઓ દ્વારા રાજ્યની વિધાનસભા 182 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યાં છે.

જો ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા 182 ઉમેદવારોની રાશિની વાત કરીએ તો, સૌથી વધુ 27 ઉમેદવાર મિથુન રાશિના છે. જેમાં ભૂજ બેઠક પરથી કેશુભાઈ પટેલ, દિયોદર બેઠક પરથી કેશાજી ચૌહાણ, કાંકરેજથી કીર્તિસિંહ વાઘેલા, ઊંઝા બેઠક પર કેકે પટેલ, કડી બેઠક પર કરસન સોલંકી, સાણંદ બેઠક પર કનુ પટેલ, ઠક્કરબાપા નગર કંચન રાદડિયા, દરિયાપુર બેઠક પર કૌશિક જૈન, ધોળકા બેઠક પર કિરીટસિંહ ડાભી, ધંધુકા બેઠક પર કાળુભાઈ ડાભી, લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા, મોરબી બેઠક પર કાંતિ અમૃતિયા, જસદણ બેઠક પર કુંવરજી બાવળિયા, ઉના બેઠક પરથી કેસી રાઠોડ, અમરેલી બેઠક પર કૌશિક વેકરિયાને ટિકિટ આપવામાં આવી છે.

આવી જ રીતે ગારિયાધાર બેઠક પર કેશુભાઈ નાકરાણી, પેટલાદ બેઠક પર કમલેશ પટેલ, માતર બેઠક પર કલ્પેશ પરમાર, સંતરામપુર બેઠક પર કુબેરસિંહ ડિંડોર, દાહોદ બેઠક પર કનૈયાલાલ કિશોરી, સાવલી બેઠક પર કેતન ઈનામદાર, સયાજીગંજ બેઠક પર કેયુર રોકડિયા, માંડવી સુરત બેઠક પર કુંવરજી હળપતિ, સુરત ઉત્તર બેઠક પરથી કાંતિભાઈ બલ્લર, વરાછા રોડ બેઠક પરથી કિશોર કાનાણી, પારડી વિધાનસભા બેઠક પર કનુ દેસાઈના નામનો સમાવેશ થાય છે.

જ્યારે સૌથી ઓછા ઉમેદવાર વૃશ્વિક રાશિના છે. જેમાં દાણીલીમડા બેઠક પર નરેશ વ્યાસ, આણંદ બેઠક પર યોગેશ પટેલ, ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પર યોગેન્દ્રસિંહ પરમાર, પંચમહાલ જિલ્લાની મોરવા હડફ બેઠક પરથી નિમિશાબેન સુથાર, વડોદરા શહેરની માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલનો સમાવેશ થાય છે.

આ સિવાય અન્ય રાશિની વાત કરીએ તો, ભાજપ તરફથી કુંભ રાશિના 20 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે મેશ અને તુલા રાશિના 18-18, સિંહ રાશિના 17, મકર રાશિના 16 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કન્ય રાશિના 15, વૃષભ રાશિના 14, મીન રાશિના 13, ધન રાશિના 12 તેમજ કર્ક રાશિના 7 ઉમેદવારોને ભાજપ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.