કોંગ્રેસને ફટકો: ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ મેરામણ ગોરીયા ભાજપમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022)ના હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને વિવિધ પક્ષો દ્વારા પોત પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા આજે પોતાના 1100 જેટલા સમર્થકો સાથે આજે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે. ખંભાળિયા વિધાનસભા બેઠક પર ફરી એક વખત વિક્રમ માડમને ટિકિટ આપતા મેરામણ ગોરીયા નારાજગી હતી અને અંતે તેમણે કોંગ્રેસને છોડી ભાજપમાં જવાનું નક્કી કર્યું છે.

મળતી વિગતો અનુસાર આજે સાંજે 07:00 વાગે ખંભાળિયા ખાતે ભાજપના રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મિતલબેન ગોરીયા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન ગોરીયા, પૂર્વ મંત્રીના પુત્ર દિલીપ ગોરીયા, સહિતના કોંગ્રેસના અને હોદ્દેદારો આજે ભાજપમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં ગોરીયા પરિવાર છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં રહ્યો છે ત્યાર સુધીમાં દ્વારકા જિલ્લામાં ગોરીયા પરિવારમાંથી ત્રણ જેટલા ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તો બે જેટલા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાય સમયથી દ્વારકા જિલ્લામાં ગોરીયા પરિવાર કોંગ્રેસમાં હતો, પરંતુ આજે ગોરીયા પરિવારના મોટાભાગના સભ્યો પોતાના 1100 જેટલા કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.