અમદાવાદ ભાજપમાં વિરોધ, અમિત શાહના માણસોને મોદીએ કાપ્યા
ભાજપે નો રીપિટ થીયરી અપનાવી છે. આખે આખી રૂપાણી સરકારને બદલીને ભૂપેન્દ્ર પટેલની નવી બિનઅનુભવી સરકાર બનાવી. હવે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી સહિત અમદાવાદ શહેરના ધારાસભ્યોને દિલ્હીએ બદલી કાઢ્યા છે. તે જીતતા આવતાં ધારાસભ્યો માટે તો ખરતો છે પણ લોકશાહી માટે પણ ખતરો છે. બધી જ ઉમેદવારો બદલી નાંખવા તે સરમુખત્યારશાહીના લક્ષણો છે. અમદાવાદમાં આવું જ થયું છે. જે લોકસભાની 2024ની ચંટણીમાં પણ થઈ શકે છે.
ભાજપે નો રીપિટ થીયરી અપનાવી છે. અમદાવાદમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ સહિત 10 ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખીને એક હથ્થુ શાસનની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લા અને શહેરની 21 બેઠકો છે. 16 અમદાવાદ-દસક્રોઈ સાથે શહેરની છે. શહેરની 4 બેઠક નબળી છે. બાપુનગર, દાણીલીમડા, જમાલપુર, દરિયાપુર-કોંગ્રેસના છે. નરેન્દ્ર મોદી અને સંઘે અમદાવાદને પ્રયોગ શાળા બનીવી દીધું છે. અહીં પ્રજા નક્કી કરે એ ઉમેદવાર નહીં પણ નરેન્દ્ર મોદી નક્કી કરે તે ઉમેદવાર નક્કી થઈ રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં 5 પૂર્વ મેયરે ટિકિટ માંગી હતી. જેમાં અમિત શાહને આપી બાકીના 4ને આપી નથી. અશિત વોરા, ગૌતમ શાહ, મિનાક્ષી મેયરને પણ ટિકિટ આપી નથી. તેઓ પક્ષ માટે કામ કરશે પણ દીલથી તો નહીં જ. કોમી તોફાનોમાં અમિત શાહના ઘરે પોલીસ ગઈ હતી, ત્યારે કોઈ મદદે આવ્યું ન હતું પણ નરેન્દ્ર મોદીએ 2002માં બચાવ્યા હતા. અમદાવાદમાં 13 નવા ચહેરા છે ત્યાં 7 જીતે તો સારી વાત છે.
વડાપ્રધાન વારંવાર આવતાં હોય ત્યારે સમજી જવા જેવું છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને સુરતમાં આવે છે. મનમા ડર પેસી ગયો છે કે, 8 ડિસેમ્બરે સરકાર જશે. સી આર પાટીલ પોતે નારાજ છે ટિકિટ કોને આપવી તે મારા હાથમાં નથી.
અમદાવાદ શહેરમાં અમિત શાહના ટેકેદારો અને વફાદારોએ જેમણે પણ ટિકિટ માંગી તેમને આપી નથી. અમિત શાહના વફાદારોને નરેન્દ્ર મોદીએ ફૂંકી માર્યા છે. અમિત શાહના ખાસ એવા 4 લોકોએ ટિકિટ માંગી હતી. પણ મોદીએ આપી નથી. જેમાં અમિત શાહના ખાસ એવા, વેજલપુરથી ભાજપના મહામંત્રી પ્રદીપ નાઘેલા લડવા માંગતા હતા. બિપીન ગોતા દસક્રોઈ કે હિતેશ બારોટને મોદીએ ટિકિટ આપી નથી. જે અમિત શાહના વિરોધી હતા તેમને મોટા ભાગે ટિકિટો આપવામાં આવી છે. તેમણે તો વેજલપુરથી લડીને ગૃહરાજ્ય મંત્રી બનવાનું નક્કી કરી લીધું હતું. છતાં તેમને ટિકિટ આપવાના બદલે અમિત ઠાકરને લોટરી લાગી છે. મોદીએ અમિત ઠાકરને 20 વર્ષથી ટિકિટ આપી ન હતી. પણ અમિત શાહ અને પ્રદીપ વાઘેલાને કાપવા માટે અમિત ઠાકરને ટિકિટ મળી છે. અમિત શાહના ખાસ એવા પ્રદિપ જાડેજા પણ કપાયા છે. વટવામાં ઉત્તર પ્રદેશના રહેવાસીને ટિકિટ આપી છે. પણ પ્રદીપ જાડેજાને ટિકિટ આપી નથી. તેથી પ્રદિપ જાડેજાના ટેકેદારોએ રાજીનામાં આપી દીધા હતા.
ગુજરાતમાં 49 બેઠકો પર ભાજપમાં વિરોધનો સૂર, ખુદ અમિત શાહે મેદાને ઉતર્યા છે. પણ અમિત શાહ અને પાટીલ પણ નારાજ થાય એ રીતે ટિકિટો આપવામાં આવી છે. કહેવા પુરતું પાર્લેમેન્ટરી બોર્ડ છે. પણ બધું નક્કી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાલ શાહીથી થયું છે.
દેશના ગૃહમંત્રી અમિત શાહે નારાજગી ધરાવતી બેઠકો પર ચર્ચા કરી છે. મીટીંગમાં તેમણે ગુજરાત ભાજપના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જે લોકો નારાજ છે તે તમામ પાર્ટી અને પરિવારના છે. તેમના પર દબાણ લાવવાને બદલે સમજણ અને પ્રેમથી કામ કરો. જે લોકો સમજાવટથી સંમત ન થાય, તેમને ચૌદમું રત્ન બતાવવાનો દિલ્હીથી આદેશ છે. આ બ્રહ્માસ્ત્રને જરૂર ન પડે ત્યાં સુધી છોડશો નહીં.
ટિકિટો જાહેર થાય તેના થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલે ચેતવણી આપી હતી કે, જેમને ટિકિટ નહીં મળે તે ભાજપ માટે કામ કરશે. આ વખતે ભાજપ પાર્ટી રેકોર્ડ સ્થાપવા લડી રહી છે. આ વખત ગુજરાતમાં રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતીશું. 2022માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રેકોર્ડબ્રેક લીડ સાથે જીતે તેવો આજે સંકલ્પ લેવાનો છે.
પાટીલ પોતે નારાજ હોય એમ એમણે જાહેર કર્યું હતું કે ટિકિટ કોને આપવી તે હું નક્કી નહીં કરૂ.
ગુજરાતમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ભાજપમાં કેટલીક બેઠકો પર વિરોધ થયો બળવો થયો હતો. ટિકિટ કાપવાને કારણે ઘણા વર્તમાન ધારાસભ્યો અને તેમના સમર્થકો નારાજ હોવાનું કહેવાય છે.
રાજ્યના નેતાઓની એક ટીમ અસંતુષ્ટ નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરશે. અસંતુષ્ટ નેતાઓને ચૂંટણીમાં અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સિવાય જે લોકો વધુ ગુસ્સે છે, આવા લોકોને સંસ્થા કે સરકારી કોર્પોરેશનના હોદ્દા પર એડજસ્ટ કરવા જેવી ફોર્મ્યુલા પર પણ ચર્ચા થઈ શકે છે. કહેવાય છે કે, નારાજ નેતાઓને મનાવવામાં પાર્ટી સફળ નહીં થાય તો આ નેતાઓ મધ્ય ગુજરાતની છ, સૌરાષ્ટ્રની સાત અને ઉત્તર ગુજરાતની સાત બેઠકો પર પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
અમદાવાદની 16 બેઠકોમાંથી 10 બેઠકો પર છેલ્લી બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ ઉમદવારોને બદલ્યા ન હતા. કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા સિવાયની તમામ બેઠક પર ઉમેદવારો બદલ્યા
અમદાવાદમાં 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે.
અમદાવાદ શહેરમાં વર્ષ 2012ની ચૂંટણીમાં નવું સીમાંકન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ પછી બે વખત વર્ષ 2012 અને વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે 16માંથી 10 સીટો પર ઉમેદવારોને રિપીટ કર્યા હતા. ભાજપે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આનંદીબેનની બેઠક પર નવી પસંદગી કરવી પડી હતી. જ્યારે મોટાભાગની તમામ બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા.
છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નિકોલ, ઠક્કરનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, સાબરમતી અને જમાલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારોને બદલ્યા ન હતા.
2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના 19 ધારાસભ્યોને ભાજપે પક્ષાંતર કરાવેલું હતું. જેમાં અમદાવાદના એક પણ ધારાસભ્ય ન હતા.
ભાજપે વિરમગામ બેઠક પરથી પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા હાર્દિક પટેલને પણ મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના 19માંથી ઓછામાં ઓછા 10 ધારાસભ્યો અથવા તેમના પરિવારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યો તરફથી ખાલી પડેલી વધુ બે બેઠકો પર ભાજપના ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે.
ભાજપે 45 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી નથી. ત્યાં ઘણે ભાગે વિરોધ છે. જીતે એવી બેઠક પર વિરોધ વધારે જોવા મળે છે.
ઘાટલોડિયા
ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોવાની સાથોસાથ ઔડાના ચેરમેન પદે પણ રહ્યાં હતા. ત્યારબાદ ઘાટલોડિયા મતવિસ્તારમાંથી પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી જીત્યા બાદ તેમને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમને બીજી વખત ધારાસભ્ય તરીકેની ટિકિટ આપવામાં આવી છે.
અસારવા
પ્રદીપ પરમારની અસારવામાંથી ભાજપે ટિકિટ કાપી છે. અસારવામાં મંત્રીને પડતાં મૂકી દેવાયા છે. દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. દર્શનાબેન વાઘેલા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર તેમ જ પૂર્વ ડેપ્યુટી મેયર છે. જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હતા. ત્યારે દર્શનાબેન ડેપ્યુટી મેયર હતા. અસારવામાં વિરોધ છે. પ્રદીપ પરમાર એક ટર્મમાં મિનિસ્ટર બનાવ્યા. 6 મહીનામાં જ પ્રધાન પદ ગુમાવવું પડ્યું છે. દર્શના સામે વિરોધ છે. અંદરથી પતાવી દેશે.
એલિસબ્રિજ
રાકેશ શાહે ટિકિટ માંગી હતી. પણ અમિત શાહના માણસ હોવાથી તે કપાઈ ગયા છે. એલિસબ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય રહેલા રાકેશ શાહને ફરી ટિકિટ આપી નથી. પૂર્વ મેયર અમિત શાહને ટિકિટ અપાઈ છે. વણિકની બેઠક છે. જેને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ક્યારેય ટિકિટ આપવા દીધી ન હતી. પાટીલે આપી છે. અમિત શાહ પૂર્વ કોર્પોરેટર છે. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પક્ષના નેતાથી માંડીને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ છે. આ બેઠક છેલ્લાં ચાર ટર્મથી જ ટિકિટ ફાળવવામાં આવી રહી છે. હરેન પંડ્યા બ્રાહ્મણ હતા. તેમના નિધન બાદ આ બેઠક પર 2002માં ભાવિન શેઠ વિજયી બન્યાં હતા. 2007, 2012 અને 2017માં આ બેઠક પરથી રાકેશ શાહને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યાં હતા. આ વખતે તેમની સામેના વિરોધના કારણે તેમની ટિકિટ કાપવામાં આવી છે.
નરોડા
નરોડા બેઠક પરથી ધારાસભ્ય એવા બલરામ થાવાણીને વિધાનસભામાં કાપી કાઢવામાં આવ્યા છે. પાયલ કુકરાણીને ઉમેદવાર બનાવાયા છે.
નરોડામાં ડો. પાયલબેન મનોજ કુકરાણી નવો ચહેરો છે. તેમના પિતા મનોજ વર્ષોથી ભાજપમા છે. પાયલની માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે. પાયલ કુકરાણી સામે નારાજગી જોવા મળી રહી છે. ભાજપે ઉમેદવાર સિંધી જાણી ઉમેદવાર નક્કી કર્યા છે, પણ પાયલ OBC છે. તેમના પતિ ઓબીસીમાં છે. પાયલ કુકરાણીએ લગ્ન થયા હોવા છતાં માહિતી છુપાવી છે. તેથી કાર્યકર્તાઓમાં નારાજગી છે. નાના મોટા કાર્યકર્તાઓમાં મનદુઃખ છે.
પાયલ મનોજકુમાર કુકરાણી વ્યવસાયે એનેસ્થેયિસાના એમડી ડોક્ટર છે. તેમના પિતા મનોજકુમાર રોગુમલ કુકરાણી વર્ષોથી ભાજપ અને સંઘ પરિવારના સક્રિય સભ્ય તથા હોદ્દેદાર રહ્યાં છે. કુબેરનગર પાટિયા વિસ્તારમાં જ રહે છે. ગત ફેબ્રુઆરી માસમાં ડોક્ટર અનિલ ચૌહાણ સાથે લગ્ન થયાં છે. તેમણે પ્રેમલગ્ન કરેલા છે. તેમના પતિ એમડી મેડિસિનની ડિગ્રી ધરાવે છે.
મનોજકુમાર કુકરાણી 1980માં પાર્ટીમાં જોડાયાં, 1985માં યુવા પ્રમુખ, 1987માં ઉપપ્રમુખ, 1991માં શહેર ખજાનચી, 1992માં વોર્ડ પ્રમુખ, 1994માં નરોડાના મહામંત્રી, 1998માં નરોડા મંડળ પ્રમુખ બાદમાં સૈજપુર વોર્ડના પ્રમુખ, સિંધી પંચાયતના પ્રમુખ, નરોડા વિધાનસભા બેઠકના સિંધી સમાજના નેતા તેમજ સંલગ્ન સંસ્થાઓ અને યુનિયનો સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યાં છે. સંગઠનમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે તેમજ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારે આપેલા બાયોડેટામાં ખોટી વિગતો આપવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
મનોજકુમાર કુકરાણીએ હાલમાં ગોધરાકાંડના હત્યાના ગુનામાં હમણા પાટીયાકાંડ કેસમાં હાલમાં જામીન લીધેલા છે. નરોડા બેઠક પર ગત ચૂંટણીની પરિસ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પર બલરામ થાવાણીને ભાજપે ટિકીટ આપી હતી. કોંગ્રેસના તિવારી ઓમપ્રકાશ દરોગાપ્રસાદ હતાં, જે આમ આદમી પક્ષના ઉમેદવાર છે. આમ આદમી પક્ષના તિવારી છે. પોતે જ ઝુંપડપટ્ટીમાં ફરે છે. ભાજપમાં જૂથવાદના કારણે કોઈ પ્રચારમાં જતુ નથી. સાામાન્ય લોકો વિરોધ કરે છે. બલરામ થવાણીના પ્રચાર કરવા વલ્લભભાઈ જતાં ન હતા. જયદીપ પટેલે નરોડા માંગી હતી. તેમને આપવામાં આવી નથી. દૂધના દાજેલા છાસ ફૂંકીને પીવે છે. નરોડા સિંધિની બેઠક છે. સિંધિઓ ભાજપ સાથે છે. પાકિસ્તાનથી આવેલા સિંધિઓ ભાજપની સાથે છે. જમીન કોંગ્રેસે આપી હતી. જે હાલ ખાલી ન કરવી પડે તેથી ભાજપને મદદ કરે છે. સિંધીઓમા હાલ વિરોધ થાય છે. વિરોધ કરનારા કોર્પોરેશનમાં ટિકિટ કે બોર્ડ કોર્પોરેશનમાં નિયુક્તિની માંગણી કરતાં હોય છે. બિપીન સિક્કા, આશા ટેકવાણી પણ ચૂંટણી લડવા માંગતા હતા. બલરામે કમલમમાં જઈને વિરોધ કર્યો હતો. કુબેરનગર બંધ કરાવેલું છે.
નારણપુરા
નારણપુરા બેઠક પરથી પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલને ભાજપે ટિકિટ આપી નથી. જીતેન્દ્ર પટેલને ટિકિટ અપાઈ છે. જીતેન્દ્ર રમણ પટેલ ઉર્ફે જીતુ ભગતના નામે જ ભાજપમાં ઓળખાય છે. સંગઠનમાં અમદાવાદ શહેરના મહામંત્રી છે.
વેજલપુર
પ્રદિપસિંહ વાઘેલા-વેજલપુરમાંથી લડવાના હતા. તેને ગૃહ મંત્રી બનવું હતું. તેના સ્થાને અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. જેનો ભાજપમાં જ વિરોધ છે. જો અમિત ઠાકરને ટિકિટ અપાય તો ભરત પંડ્યાને કેમ નહીં. વેજલપુરના કિશોર ચૌહાણને કાપી કાઢવામાં આવ્યા છે. અમિત ઠાકરને ટિકિટ અપાઈ છે.
અમિત ઠાકરે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમ જ સિન્ડિકેટ સભ્ય તરીકે તેમ જ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીમાં પૂર્વ બોર્ડ ઓફ ગર્વનર પણ રહ્યાં હતા. મેઘા પાટકર પર ગાંધી આશ્રમમાં હુમલામાં પણ તેમની સામે ફરિયાદ થઇ હતી. સેટેલાઇટ શિવરંજની ચાર રસ્તા પાસે લોકમાન્ય કોલેજ તથા આનંદાગ્લોબલ સ્કૂલ, વેજલપુરમાં સંચાલન કરે છે. તેમણે ભાજપમાં વિવિધ કાર્યો કર્યા છે. ગુજરાતમાં પ્રદેશ મંત્રી, ઓવરસીઝના પ્રેસિડેન્ટ, દાહોદ જિલ્લાના બે વખતના પૂર્વ પ્રભારી રહ્યાં હતા. પશ્ચિમ બંગાળ તેમ જ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ સક્રિય રહ્યાં હતા. આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તથા ગુજરાતના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. હાલ તેઓ આણંદ જિલ્લાના પ્રભારી તરીકેની કામગીરી કરી રહ્યાં હતા. જેને નરેન્દ્ર મોદીએ ક્યારેય ટિકિટ આપી ન હતી. પ્રદીપ વાઘેલા પ્રદેશ મહામંત્રીએ લડાવનું નક્કી કરી લીધું છે. અમિત શાહે પોતે હિતેશ બારોટની ટિકિટ આપી
ઠક્કરબાપાનગર
ઠક્કરબાપાનગર સીટ પર વલ્લભ કાકડિયાને વેતરી નાંખવામાં આવ્યા છે. કંચનબેન રાદડિયા ઉમેદવાર છે.
અમરાઈવાડી
અમરાઈવાડીના અરવિંદ પટેલની ટિકિટ કપાઈ છે. અમરાઇવાડી વિધાનસભા વિસ્તારમાં ડો. હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
2017માં હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. પરંતુ તેઓ લોકસભાની બેઠક પર વિજેતા બનીને સાંસદ બન્યા હોવાથી 2019માં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં જગદીશ પટેલ વિજેતા બન્યાં હતા. પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના સ્થાને ડો. હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે. લેબોરેટરી ચલાવતાં હોવાના કારણે જાણીતા છે.
સાબરમતી
સાબરમતી મત વિસ્તારના અરવિંદ પટેલની ટિકિટ ભાજપે કાપી દીધી છે. જેને નરેન્દ્ર મોદીએ 2017માં મત આપ્યો હતો.
મણિનગર
મણિનગર બેઠક સુરેશ પટેલની ટિકિટ કાપીને અમૂલ ભટ્ટને અપાઈ છે. અહીંથી જ નરેન્દ્ર મોદી સતત ચૂંટાતા હતા.
કોર્પોરેટર બનીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ખડી સમિતિમાં અધ્યક્ષ હતા. તેમનું યાદીમાં પાછળથી લિસ્ટમાં નામ મૂકવામાં આવ્યું હતું. જ્યારે મહેશ કસવાલાને અન્યથી બેઠક આપી હોવાથી તેમનું નામ છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યું હતું. વલ્લભ પટેલ એએમટીએસમાં હતા તેને ટિકિટ જોઈતી હતી. અશિત વોરાને ટિકિટ જોઈતી હતી. તેઓ વિરોધ જાહેરમાં નહીં કરે . અમૂલ ભટ્ટ સંઘમાંથી મણિનગરની બેઠક પર છે.
સાબરમતી
અમદાવાદ શહેરમાં અમિત શાહના ખાસ કહી શકાય એવા એક માત્ર સાબરમતિ ના ઉમેદવાર હર્ષદ પટેલ છે.
સાબરમતી બેઠક પર ધારાસભ્ય અરવિંદકુમાર પટેલના સ્થાને હર્ષદ પટેલને ટિકિટ આપી છે. હર્ષદ દાઢીના નામથી ઓળખાય છે. ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ હતા. શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે. મહીસાગર-અરવલ્લીના પ્રભારી હતા. સંઘમાંથી રાણીપ કાર્યક્ષેત્રમાં કામગીરી કરતાં હતા. સાબરમતી ત્યાં બળાખોરી છે. હારવાની બેઠક પર બળવો થતો નથી. 3 કરોડ પાર્ટીનું ફંડ આવી શકે છે. બાકીના ફંડ ધારાસભ્યો ઉઘરાવે છે. હર્ષદ પટેલ સાબરમતીમાં અમિત શાહના વિશ્વાસુ એક જ આવેલા છે.
દરિયાપુર
કોંગ્રેસના ધારાસભ્ય જ્યાં છે તે દરિયાપુર પર કૌશિક જૈનને ટિકિટ અપાઈ છે. ભરત બારોટ કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ સામે હારી ગયા હતા.
વિદ્યાર્થી નેતાથી સેનેટ સભ્યથી માંડીને સિન્ડિકેટ સભ્ય, કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. અનેક સમિતિમાં રહ્યાં હતા. તેઓની હાલ અનેક બસો એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.માં દોડે છે. તેઓ ભાજપમાં શહેર ઉપપ્રમુખ છે.
દાણીલીમડા
દાણીલીમડા બેઠક પર 2017માં જીતુ વાઘેલા હારી ગયા હતા તેના સ્થાને નરેશ વ્યાસ ઉમેદવાર છે. અહીં કોંગ્રેસના શૈલેષ પરમાર જીત્યા હતા.
દાણીલીમડાની અનામત બેઠક પર પૂર્વ કોર્પોરેટરને ઉતાર્યા
નરેશભાઇ શંકરલાલ વ્યાસ પૂર્વ કાઉન્સિલર છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલાં છે. જ્યારે ભાજપને ગણતરીની બેઠકો મળતી હતી. ત્યારે તેઓ કોર્પોરેટર તરીકે ભાજપની બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ ભાજપમાં સતત સેવા આપી રહ્યાં હતા. ભાજપને તકલિફ છે. મુસ્લિમો બિલ્ડરો છે, તેઓ ટેકો આપે છે. ભાજપમાં 48 દાવેદારો હતા. વિરોધ કર્યો નથી. હારી જાવ તો પણ 5 વર્ષ સુધી પ્રભારી રહેતા હોય છે. તેથી ઉમેદવાર તરીકે દાવો કરવામાં આવે છે. હારવાની જીત ભાજપના નેતાઓ સારી રીતે સમજે છે.
નિકોલ
ફરીથી ટિકિટ
નિકોલ વિધાનસભા બેઠક પર ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) નિકોલના ધારાસભ્ય છે. ઉદ્યોગ, સહકાર અને માર્ગ & મકાન વિભાગના તેમ જ પ્રોટોકોલ વિભાગના મંત્રી છે. તેઓ 2012થી અસ્તિત્વમાં આવેલી નિકોલ બેઠક પર છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે.
ઠક્કરબાપાનગર
ઠક્કરબાપાનગર વિધાનસભાની બેઠક પર કંચન વિનુ રાદડિયાને ઉમેદવાર બનાવાયા છે. ઠક્કરબાપાનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને વોટર સપ્લાય સમિતિના સભ્ય છે. ડો.ક્રિશ્ના ઠાકર મજબૂત દાવેદાર હતા. પણ કોંગ્રેસથી આવેલા હોવાથે તેમને ટિકિટ આપવા દેવામાં આવી નથી.
બાપુનગર
બાપુનગર વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર દિનેશ રાજેન્દ્ર કુશવાહ છે. રખિયાલ કોર્પોરેશનમાં લડેલા હતા. બાપુનગર વોર્ડના કોર્પોરેટર છે. કોંગ્રેસના ધારાસભ્ય છે.
ધારાસભ્ય તરીકે પટેલ દેખાતા નથી. ગોરધન – બાપુનગરથી ટિકિટ માંગી હતી. ન આપી. પ્રકાશ ગુર્જરે ટિકિટ માંગેલી હતી. 2007થી વિધાનસભા લડવા માંગે છે. બાપુનગર કોર્પોરટર છે. તેનો અંદરથી વિરોધ છે.
દરિયાપુર
કૌશિક જૈન વિદ્યાર્થી નેતાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ સેનેટ સભ્યથી માંડીને સિન્ડિકેટ સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં રહ્યાં હતા. તેઓએ કોર્પોરેશનમાં પણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. અનેક કમિટીઓમાં પણ રહ્યાં હતા. તેઓની હાલ અનેક બસો એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.માં દોડે છે. તેઓ ભાજપમાં શહેર ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે. કૌશિક જૈન કોર્પોરેટર તરીકે હારી ગયા હતા. મીમના ઉમેદવાર છે હસનલાલા કોર્પોરેટર હતા, તેથી ગ્યાસુદ્દીન તકલીફ છે.
જમાલપુર- ખાડિયા
જમાલપુર-ખાડિયાના ઉમેદવાર ભૂષણ અશોક ભટ્ટ છે. 2017માં હારી ગયા હતા. 2012માં જીત્યા હતા, પૂર્વ ધારાસભ્ય છે. તેમના પિતા અશોક ભટ્ટ વર્ષો સુધી આ બેઠક પરથી વિજેતા થતાં હતા. પૂર્વ કોર્પોરેટર છે. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા સામે હાર્યા હતા. તેમને ફરીવાર આ બેઠક પર ટિકિટ આપી છે. કાબલી કેટલા મત કાપે છે તે મહત્વનું રહેશે. છીપાને ટિકિટ છે. છેલ્લા દિવસે છીપા નક્કી કરે છે કે કોને ટિકિટ આપવી. અગાઉ, તેના કારણે ભૂષણ ભટ્ટ જીત્યા હતા. જમાલપુરના તમામ કોર્ટોપેટરો કોંગ્રેસના હારી ગયા હતા.
શિક્ષણ ધરાવતા મુસ્લિમો જૂદુ વિચારે છે. ભણતર ઓછું અને ધાર્મિકતા વધારે હોય છે તેથી ભાજપનો વિરોધ કરે છે. ખાડિયામાં મયુર દવેએ અગાઉ પણ ઘણી વખત પક્ષની સામે માથું ઉ્ચક્યું હતું. ભાજપમાં મોટા વિખવાદો છે.
અમદાવાદ જિલ્લો
ધોળકા
ધોળકા બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સ્થાને કિરીટસિંહ ડાભી ઉમેદવાર છે. કિરીટ સરદાર ડાભી કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષાંતર કરીને આવેલાં છે. તેઓ જિલ્લા પ્રતિનિધિ સમિતિના અધ્યક્ષ હતા. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હતા. સાથોસાથ તેઓ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક સાથે પણ જોડાયેલા છે.
ભૂપેન્દ્ર ચૂડાસમાને 323 મતથી હારેલા હતા છતાં જીતેલા. ધોળકા જીતવી મુશ્કેલ છે. ભાજપના વાઘ લોહી ચાખી ગયા છે.
વિરમગામ
વિરમગામ બેઠક પર 2017માં હારનાર ડો. તેજશ્રી પટેલની જગ્યાએ આયાતી હાર્દિક પટેલ ઉમેદવાર છે. કોંગ્રેસના લાખા ભરવાડ જીત્યા હતા. પાટીદાર (પાસ) નેતાને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા. બાદમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.
સાણંદ
ફરિથી ટિકિટ
સાણંદ વિધાનસભા વિસ્તાર 2012થી બનેલો છે. સાણંદ બેઠક પર કરમસી કોળી પટેલ જીત્યા અને ભાજપ સાથે ભળી જઈને રાજીનામું આપ્યું હતું. તેમના પુત્ર કનુભાઇ 2017માં કોંગ્રેસના પુષ્પા ડાભીને હરાવેલા હતા. તેમને ફરીવાર ટિકિટ આપવામાં આવી છે. કમા રાઠોડ જમીનમાં પૂરા કર્યા છે.
દસક્રોઇ
દસક્રોઇ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બાબુ જમના પટેલ હાલમાં ધારાસભ્ય છે. તેઓ 2002, 2007, 2012 તથા 2017 છેલ્લી ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાટીદાર નેતા પણ છે. અનેક સંસ્થાઓમાં તેઓ જોડાયેલા છે. પાંચમી વખત તેમને આ જ બેઠક પર ટિકિટ આપી છે. મૂળ ઠાકોરની બેઠક છે. દર વખતે બાબુ જમનાનો વિરોધ થાય છે. પણ તેઓ વિરોધને ઠારી શકે એવી લક્ષ્મી ધરાવે છે.
દશક્રોઈમાં અમિત શાહના ખાસ માણસ એવા બિપિન ગોતાએ ટિકિટ માંગી હતી. અમિત શાહ પોતે બાબુ જમનાને કાપીને બિપીન પટેલને ટેકિટિ આપવા માંગતા હતા. પણ તેમનું ચાલ્યું નથી, હર્ષદગીરી ગોસ્વામીં દશક્રોઈથી માંગી હતી, બારેજા રહે છે. આનંદીબેન પટેલના ખાસ માણસ ગૌરાંગ પટેલે દસક્રોઈથી માંગી હતી. તેને પણ આપી નથી. 5 વિધાનસભાનું ખર્ચ બાબુ જમના આપી શકે છે. જમીનો ઘણી છે, સરકારે મદદ કરી છે. ઉમિયા ધામમાં ટ્રસ્ટિ બનીને ટિકિટ લઈ આવ્યા છે.
ધંધુકા
ફરીથી ઉમેદવાર છે. કાળુભાઇ ડાભી 2017માં ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસના રાજેશ ગોહીલ સામે હાર્યા હતા.
આડેધડ ટિકિટ
ગુજરાતમાં મેરિટ નથી. આડેધડ ટિકિટો આપી છે. ફાઈલો બતાવીને ટિકિટો કાપી છે. ગુજરાત ફરી એક વખત પ્રયોગશાળા બનાવેલી છે. સંઘ અને મોદી માને છે કે, મોદીના નામે પથરા તરવાના છે. આખું મંત્રી મંડલ કાઢી મૂક્યું અને હવે ટિકિટ કાપી નાંખી. છતાં કોઈ વિરોધ ન કરે તે ઘણું કહી જાય છે. વિરોધ અંદર છે ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે.
મોદી સામે અમદાવાદના પૂર્વ મેયર ડો. મુકુલ શાહે સહિ ઝૂંબેશ ચલાવી હતી. તેમણે જાહેરમાં પાલડીના એક હોલમાં વિરોધ કર્યો હતો. અંદરથી વિરોધ હોવા છતાં હવે આવી હિંમત કોઈ બતાવી શકતું નથી. અમદાવાદ શહેરમાં મોટો વિરોધ નથી. બધા પાસે લખાવી લીધું કે મારે ચૂંટણી લડવી નથી. લડે તો શિસ્ત ભંગનો કેસ થાય. વિરોધ કરનારા માને છે કે, રાજકિય કારકિર્દી ખતમ થઈ જશે. છેલ્લી ઘડીનું મેનેજ કરવા ભાજપ તૈયાર છે.
અમદાવાદનું નામ કર્ણાવતી મોદી કરાવી શક્યા નથી. આવા અનેક મુદ્દાઓ છે જે ભાજપની સામે છે. છતાં ભાજપના નેતાઓએ પોતાની ઈચ્છા પ્રમાણે ટિકિટો આપી છે.
મોંઘવારી, પેટ્રોલ, વિજળી, ડિઝલ, ગેસ, મંદી અને બેકારી પ્રશ્નો છે. મિલકત વેરો અને વિજળીના ઊંચા ભાવ અમદાવાદમાં છે. રસ્તા ખરાબ અને ટ્રાફિકનું ભારણ છે. પ્રજાનું દરેક જગ્યાએ શોષણ થાય છે. લોકો ચૂટલી ખણી શકે છે. ‘ભાજપ શું સાબિત કરવા માંગે છે’. કાર્યકરોમાં નિરાશા આવે છે. તેઓ બોલતા નથી પણ નિષ્ક્રિય છે. અમદાવાદ શહેરમાં ભાજપમાં વોટ શેર ઘટશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button