વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો તો ન કરવી આ ભૂલો
હિંદુ ધર્મમાં પૂજા પાઠનું ખાસ મહત્વ છે. દરેક પ્રકારની પૂજાનું અલગ-અલગ ફળ મળે છે અને અલગ-અલગ પ્રકારના મંત્રોચ્ચારથી આપણા મસ્તિષ્કથી ઉર્જાનો સંચાર થાય છે. એવી માન્યતા છે કે, મંત્રોનો આપણા જીવન પર ખાસ પ્રભાવ થાય છે અને આ મંત્ર તમને આગળ વધવામાં શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે.
આવા જ મંત્રો અને સ્ત્રોતોમાંથી એક છે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. આ સ્ત્રોતનો પાઠ કરવાથી મનને શાંતિ મળે છે અને સ્વાસ્થ્યને પણ ફાયદો મળે છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિને સૂતી વખતે ખરાબ સપનાં આવતાં હોય, કે મનમાં બીક રહેતી હોય, તો તેમણે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી મનમાં શાંતિ રહે છે. એટલું જ નહીં, ઘરમાં ધનના આગમનના સ્ત્રોત વધારવા માટે આ સ્ત્રોતનો પાઠ કરવું જોઈએ.
જ્યોતિષમાં તેના માહત્મ્યના આધારે નિયમિત પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ સ્ત્રોતનો પાઠ કરતી વખતે કેટલીક નાની-નાની ભૂલો કરતા હોવ તો, તેનાથી ઘરમાં ખરાબ પ્રભાવ પડે છે અને પૂજાનું પૂરતું ફળ મળતું નથી. આવો જ્યોતિષાચાર્ય અને વાસ્તુ વિશેષક ડૉ. આરતી દહિયા પાસેથી જાણીએ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ.
અશુદ્ધ તન અને મનથી ન કરો પાઠ
જો તમે આ મહાન સ્ત્રોતનો પાઠ અશુદ્ધ તન અને મનથી કરતા હોવ તો, તેનાથી તમને નકારાત્મક ફળ મળી શકે છે. હંમેશાં આ પવિત્ર સ્ત્રોતનો સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરીને પૂજા સ્થળ આસન પાથરીને બેસીને જ કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
મનમાં ખરાબ વિચારો સાથે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ ન કરો
જો વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરતી વખતે મનમાં ખરાબ વિચારો ચાલતા હોય અથવા મનમાં કોઈના વિશે ખરાબ વિચારતા હોવ તો આ સમયે કરેલ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠનું ફળ મળતું નથી. આ પાઠ સમયે તમારા મનમાં કોઈ પણ નકારાત્મક વિચારો આવવા ન જોઈએ અને કોઈના વિશે કોઈ ખોટી ધારણા મનમાં ન રાખવી જોઈએ, નહીંતર પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.
બપોરના સમયે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ ન કરવો
જો તમે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરતા હોય તો, ધ્યાનમાં રાખો કે, સવારે સૂર્યોદયની તરત બાદનો સમય ઉત્તમ ગણાય છે. જો તમારી પાસે સવારે સમય ન હોય તો, તેનો પાઠ સંધ્યા કાળમાં સ્નાન કરીને કરવો. ક્યારેય બપોરના સમયે વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ ન કરવો જોઈએ. બપોરનો સમય ભગવાનના વિશ્રામનો સમય ગણાય છે. એટલે જ આ સમયે પૂજા-પાઠ ન કરવા જોઈએ.
તામસિક ભોજન ન કરવું
જો તમે વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરતાં પહેલાં કે પછી તામસિક ભોજન ન કરવું જોઈએ, કેમ કે, માંસ-મદિરા. તેનાથી પૂજાનું પૂરું ફળ મળતું નથી. આવી પૂજા ભગવાન વિષ્ણુને સ્વીકાર્ય નથી. જે ઘરમાં આ સ્ત્રોતનો પાઠ થતો હોય ત્યાં કોઈપણ પ્રકારનું તામસિક ભોજન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
કયાં કપડાંમાં કરો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ
જો તમે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કાળા કે ગંદાં વસ્ત્રો ધારણ કરી કરતા હોવ તો, આ યોગ્ય નથી. આ સ્ત્રોતનો પાઠ પીળાં વસ્ત્રોમાં કરવો જોઈએ. પીળો રંગ ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે. કાળો રંગ કોઈપણ પ્રકારની પૂજામાં વર્જિત ગણાય છે.
એવી માન્યતા છે કે, જે લોકો નિયમિત વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતા હોય તેઓ દરેક કામમાં સફળ થાય છે અને બધાં જ કષ્ટોમાંથી મુક્તિના દ્વાર ખૂલે છે. અહીં જણાવેલ કેટલાક જ્યોતિષ નિયમોનું પાલન કરી કરવામાં આવેલ પાઠ ઉત્તમ ફળદાયી ગણાય છે.
જો તમને આ સ્ટોરી ગમી હોય તો, તેને ફેસબુક પર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારાં મંતવ્યો કમેન્ટબૉક્સમાં કમેન્ટ કરી જણાવજો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button