દક્ષિણ દિશામાં માથુ રાખી સૂવું ગણાય છે શુભ

રાત્રે ઊંઘ સરખી આવે તે કોને ન ગમે? સામાન્ય રીતે 6 થી 8 કલાકની ઊંઘ લેવાથી મન પ્રસન્ન થાય છે. ઊંઘ સારી મળે તો શરીરને પૂરતા પ્રમાણમાં ઉર્જા મળે છે અને શરીરને શક્તિ મળે છે.

પરંતુ શું તમને ખબર છે કે, સારી ઊંઘ માટે કઈ દિશામાં માથુ રાખીને સૂવું જોઈએ. આપણે સારી ઊંઘ માટે ઘણા જાત-જાતના ઉપાયો અજમાવતા હોઈએ છીએ, જેમ કે, યોગ્ય રોશનીની વ્યવસ્થા, આરામદાયક ગાદલાની વ્યવસ્થા, અરોમા કેન્ડલ અને સૂવા માટે આસપાસ શાંત વાતાવરણની વ્યવસ્થા. આ બધું જ કરવા છતાં ઘણીવાર સરખી ઊંઘ આવતી નથી. વાસ્તવમાં આવું ખોટી દિશામાં સૂવાના કારણે પણ થઈ શકે છે, જો આપણે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો, દક્ષિણ દિશા તરફ માથુ રાખી સૂવું સૌથી ઉત્તમ ગણાય છે. આવો Husain Minawala, Vastu Consultant, and Sacred Geometry Expert પાસેથી આજે આપણે જાણીએ દક્ષિણ દિશા તરફ માથુ રાખી સૂવું કેમ શુભ ગણાય છે?

યોગ્ય દિશામાં સૂવાથી મનમાં સકારાત્મકતા આવે છે
વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં સૂવાથી સકારાત્મક ઉર્જા આપણા તરફ આકર્ષિત થાય છે, જે આપણને આપણી ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરવામાં અને ઊઠ્યા બાદ બધાં જ કાર્યોને પૂરાં કરવામાં મદદ કરી શકે છે.

એવું માનવામાં આવે છે કે, જ્યારે આપણે સૂઈએ છી ત્યારે આપણે આસપાસની સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની બ્રહ્માંડિય ઉર્જાઓને આકર્ષિત કરીએ છીએ. આપણે સૂતી વખતે જે દિશાનો સામનો કરીએ એ આપણી સ્લીપિંગ ઓરિએન્ટશન તરીકે ઓળખાય છે.

સૂવાની ખોટી સ્થિતિના કારણે આપણા શરીર અને મગજ પર તેની નકારાત્મક અસર પડે છે, આ જ કારણે કેટલીક ખાસ દિશાઓમાં જ સૂવાની સલાહ આપવામાં આવે છે.

વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં માથુ રાખી સૂવું ઉત્તમ
પ્રાચીન પરંપરા વાસ્તુ અનુસાર સૂતી વખતે દક્ષિણ દિશામાં માથુ રાખવું સૌથી ઉત્તમ ગણાય છે. એટલે જ્યારે તમે બેડ પર સૂવો ત્યારે તમારા પગ ઉત્તર દિશામાં હોવા જોઈએ.

દક્ષિણ દિશામાં માથુ રાખીને જ સૂવું જોઈએ, દક્ષિણ દિશામાં પગ ન કરવા જોઈએ. આ સિવાય પૂર્વ તરફ માથુ રાખીને સુવું પણ લાભદાયક ગણાય છે, જેમાં તમારા પગ પશ્ચિમમાં રહે છે.

દક્ષિણમાં માથુ રાખી સૂવાથી મળતા ફાયદા
દક્ષિણ કે પૂર્વમાં માથુ રાખી સૂવાથી ધન-સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત તેનાથી જીવનમાં સુખ-શાંતિ અને ખુશી પ્રાપ્ત થાય છે. જેનાથી જીવનમાં સકારાત્મક વાઈબ્સ અને ઉર્જા આવે છે.

જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય અને તમે તેને દૂર કરવા ઈચ્છતા હોવ તો, દક્ષિણ દિશામાં સૂવાથી તમને મદદ મળે છે. આ સૂવા માટે ફાયદાકારક દિશા છે, કારણકે સાયંન્સ અનુસાર, અહીં બ્રહ્માંડની વિદ્યુત ચુંબકીય શક્તિઓ સૌથી વધારે હોય છે.

તો વાસ્તુ અનુસાર વિદ્યાર્થીઓએ પૂર્વ દિશામાં માથુ રાખી સૂવું જોઈએ, કારણકે તેનાથી ધ્યાન, સ્મૃતિ અને માનસિક સ્પષ્ટતામાં સુધારો થાય છે.

બાળકો અને પરીણિત જોડાં માટે સૂવાની યોગ્ય દિશા
બાળકો નાનાં હોય ત્યારે તેમની શીખવાની સ્થિતિ પણ પ્રારંભિક અવસ્થામાં હોય છે એટલે તેમનામાં સારી આદતો સ્થાપિત કરવી જોઈએ. બાળકો પૂર્વ કે દક્ષિણ દિશામાં માથુ રાખીને સૂવે તો તેમને ઉર્જા જાળવી રાખવામાં મદદ મળે છે અને તેનાથી બાળકના મનને શાંતિ મળે છે. વાત જ્યારે પરીણિત દંપતિની કરવામાં આવે ત્યારે સૂવાની સૌથી યોગ્ય દિશાઓ દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ છે. તો વાસ્તુ અનુસાર પત્નીએ પતિની ડાબી બાજુ સૂવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી બંનેના સંબંધોમાં સુમેળ રહે શે. તેનાથી લગ્નજીવન મધુર રહે છે. જો તમે વાસ્તુ અનુસાર સૂવાની દિશા નક્કી કરશો અને મુખ્યત્વે દક્ષિણમાં માથુ રાખીને સૂશો તો તેનાથી તમને ઘણા ફાયદા મળશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.