વિક્રમ માડમનું નામેરી પ્રથમ પ્રાઈવેટ રોકેટ ‘Vikram-S’ આજે લોન્ચ થશે
દેશની પ્રથમ ખાનગી સ્પેસ કંપની સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું રોકેટ Vikram-S આજે લોન્ચ થવા જઈ રહ્યું છે. જો બધું બરાબર રહ્યું તો Vikram-S સવારે 11.30 વાગ્યે લોન્ચ થશે. હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે ખરાબ હવામાનને કારણે અગાઉ વિક્રમ-એસનું લોન્ચિંગ મુલતવી રાખ્યું હતું.
રોકેટનું નામ Vikram-S કેમ રાખવામાં આવ્યું?
દેશની પ્રથમ ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ Vikram-S ઈસરોના શ્રીહરિકોટા લોન્ચ પેડ પરથી ઉડાન ભરવા માટે તૈયાર છે. સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે માહિતી આપી હતી કે વિક્રમ-એસ3 પે-લોડ સાથે પૃથ્વીની સબ-ઓર્બિટલ ભ્રમણકક્ષામાં નાના સેટેલાઈટ્સ સ્થાપિત કરવા માટે મોકલવામાં આવી રહ્યો છે. કંપનીએ કહ્યું કે રોકેટનું નામ વિક્રમ-એસ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. કંપનીને વિક્રમ-એસ પાસેથી ઘણી આશાઓ છે. કંપનીએ આ સમગ્ર મિશનને ‘મિશન પ્રારંભ’ નામ આપ્યું છે.
વિક્રમ-એસની સફળતા અવકાશની દુનિયામાં ઘણા રસ્તાઓ ખોલશે. વિક્રમ-એસ દ્વારા ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તે સબ-ઓર્બિટલ ફ્લાઇટ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે અને તેની સાથે ત્રણ કોમર્શિયલ પેલોડ મોકલવામાં આવી રહ્યા છે. આ લોન્ચિંગમાં સામાન્ય ઇંધણને બદલે LNG એટલે કે લિક્વિડ નેચરલ ગેસ અને લિક્વિડ ઑક્સિજન (LoX)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે આર્થિક તેમજ પ્રદૂષણ મુક્ત છે. વિક્રમ-એસનું લોન્ચિંગ એક પ્રકારની ટેસ્ટ ફ્લાઈટ હશે. જો તે સફળ થશે તો ખાનગી સ્પેસ કંપનીના રોકેટ લોન્ચિંગના મામલે ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્રમ-એસને દેશની અવકાશ ઉડાનમાં ક્રાંતિકારી પરિવર્તન ગણાવ્યું છે. પીએમ મોદીએ 30 ઓક્ટોબરે પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ અંગે ઘણી વાતો કહી હતી. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર માટે જગ્યા ખુલવા સાથે, ઘણા યુવા સ્ટાર્ટ-અપ્સ આ ક્ષેત્રમાં કામ કરવા માગે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button