શરદ કેળકર : કમ્ફર્ટ ઝોનને પેલે પાર

મરાઠા  કમાન્ડર  બાજી પ્રભુ દેશપાંડે  પર આધારિત  ફિલ્મ ‘હર હર મહાદેવ’  ધૂમ  મચાવી રહી છે. શરદ કેળકરને મુખ્ય  ભૂમિકામાં  રજૂ  કરતી  આ મૂવીએ પહેલા  દિવસે જ  ૨.૨૫ કરોડ રૂપિયા  રળી લીધાં.

એક મરાઠાએ  આ  ફિલ્મમાં  બીજા મરાઠાને બખૂબી  રજૂ કર્યો  છે. અભિજિત  શિરિષ  દેશપાંડે દિગ્દર્શિત  આ મૂવીને  રજૂઆતના  દિવસે જ જે પ્રતિસાદ  મળ્યો  તે જોઈને શરદે  ટ્વીટ કર્યું હતું કે ‘સ્વરાજ્યાચ્યા  સુવર્ણગાથેલા પ્રેક્ષાંકાચા હાઉસફુલ પ્રતિસાદ, પહિલ્યા   દિવસી બોક્સ ઓફિસ કલેક્શન  ૨.૨૫ કોટી’.

શરદ કેળકરનું  આ  ટ્વીટ  જ તેના અંતરની ખુશી-ઉમળકાનો પુરાવો બની રહ્યો  છે. અને શા માટે ન હોય? અભિનેતાએ  આ રોલમાં   જાન રેડી દીધી છે. તેણે પોતાની  ભૂમિકા સમગ્રપણે  કમ્ફર્ટ ઝોનમાંથી  બહાર આવીને  નિભાવી છે. અભિનેતા  સ્વયં કહે છે કે દર્શકોએ  મને આ  ફિલ્મમાં  પસંદ કર્યો  તેનું સૌથી  મોટું કારણ  એ છે કે મારો ચહેરો પૂરો-પાકો  ભારતીય છે.  હું કોઈપણ  રીતે આધુનિક  નથી દેખાતો. અને   આ કિરદાર  માટે મારા જેવા ભારતીય  ચહેરાની   જરૂર હતી.  તે વધુમાં કહે  છે કે આ  ફિલ્મના પાત્ર માટે મારો  અવાજ પણ પરફેક્ટ  છે. વળી હું  હિન્દીભાષી  રાજ્યમાં ઉછરીને  મોટો થયો છું.  તેથી આ ભાષા પર  મારું   પ્રભુત્વ  છે. અને મારી કાયા પણ એક યોદ્ધાને છાજે  એવી છે.

અલબત્ત,  શરદ માટે  યોદ્ધાનો પોશાક  પહેરીને  શૂટિંગ  કરવાનું સહેલું નહોતું.  તે કહે  છે કે યોદ્ધાનો પોશાક ઉપરાંત  હાથ-કાનમાં  ધારણ કરેલી એક્સેસરી  પણ અગવડદાયક  લાગતી  હતી. ટૂંકમાં  શારીરિક  અને માનસિક રીતે ત્રાસી જવાય એવી ભૂમિકા  ભજવવાનું કોઈપણ કલાકાર માટે આસાન ન જ હોય.

અભિનેતા  પોતે  ભલે મરાઠી   છે.  પણ તેનું આ ભાષા પર પ્રભુત્ત્વ  પ્રમાણમાં  મર્યાદિત  છે. તે કહે  છે કે હું  ભલે મહારાષ્ટ્રીયન  છું પણ  મધ્ય પ્રદેશમાં  ઉછર્યો છું. તેથી મારું  મરાઠી  થોડું નબળું છે એમ કહી શકાય.  તેના ઘણાં શબ્દો મને નહોતા સમજાતા. પણ મારા  સહકલાકારો અને દિગ્દર્શક  મારી  મદદે આવ્યાં  હતાં.  અભિજીત  શિરિષ દેશપાંડેને મારા ઉપર પૂરેપૂરો  ભરોસો હતો.  તેઓ મને  હમેશાં કહેતાં  કે તારી આંખો બહુ  બોલકણી છે. તું  તારી  આંખોના  માધ્યમથી જ બધું કહી દે છે.

બાજુ  પ્રભુ  દેશપાંડેની  ભૂમિકા માટે શરદને વજન પણ વધારવું પડયું હોવાથી  શૂટિંગ દરમિયાન  તેને પોતાનો જ ભાર ઊંચકવો પડતો  હતો.  તે કહે છે કે અગાઉ  મારું વજન ૮૪ કિ.ગ્રામ હતું અને  જો મને એમાં જ  શૂટિંગ  કરવા મળ્યું  હોત તો મારું કામ  આસાન થઈ જાત.  પણ  ફિલ્મમાં  મને એકદમ  તગડા  દેખાવાનું હતું.  ત્યારથી લઈને  અત્યાર સુધી  હું મારું વજન ઉતારી નથી શક્યો.  તે ઉમેરે  છે કે  કદાચ તમને મારી વાત માનવામાં નહીં  આવે. પરંતુ   ફિલ્મમાં  મે  જે વ્યક્તિના બે કટકા કર્યાં હતાં  તે વાસ્તવમાં  મારો ટ્રેનર છે. તેમની ઊંચાઈ  ૭.૧ છે અને  તેમનું વજન ૧૬૦ કિ.ગ્રામ છે. તે  અભિનેતા  નથી,  આમ છતાં હું ઈચ્છતો હતોે કે  તે આ મૂવીમાં  કામ કરે.  ફિલ્મનું  શૂટિંગ  કરતી વખતે  મને ઘણી વખત  ઈજાઓ પણ થઈ હતી.  આમ છતાં આ  કિરદાર  અદા કરવાનો  મને ગર્વ  છે.

શરદની  કારકિર્દીમાં  આ વર્ષ  મહત્ત્વનું બની રહ્યું છે. તેને વિવિધ પાત્રોમાં  રજૂ કરતી  ફિલ્મોએ  શરદને લોકપ્રિયતા અપાવી છે. પરંતુ  અભિનેતા  માટે એક પાત્રમાંથી બીજા  કિરદારમાં  સરવું કે તેમાંથી  બહાર  આવવું  આસાન નહોતું.  તે કહે છે કે આ કામ  માનસિક રીતે થકવી નાખનારું  હતું. હું મેથડ  એક્ટર નથી. સ્વાભાવિક રીતે જ મને એકમાંથી  બીજા રોલમાં સમાઈ પણ જવું પડે છે  અને  તેમાંથી બહાર પણ આવવું પડે છે. કલાકાર તરીકે  હું સતત  નવું નવું  શીખતો અને કરતો રહું છું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.