શિલ્પા શેટ્ટી પાપારાત્ઝી પર ભડકી

શિલ્પા શેટ્ટી બોલીવૂડની સૌથી ફેશનેબલ સેલિબ્રિટીઓમાંની એક છે. તેની તસવીરો પાડવા માટે ફોટોગ્રાફરો પડાપડી કરતા હોય છે, તેમજ શિપ્લા મોટા ભાગે પાપારાત્ઝીઓને વિવિધ પોઝ પણ આપતી હોય છે. પરંતુ તાજેતરમાં શિલ્પા પાપારાત્ઝીઓ પર ભડકી ગઇ હતી.

વાત એમ બની હતી કે, શિલ્પા એક બિલ્ડિંગમાંથી બહાર નીકળતી હતી, ત્યારે પાપારાત્ઝીઓએ તેને ઘેરી લીધી હતી. શિલ્પા પણ  હળવા મૂડમાં હતી અને તેણે તસવીરકારોને વિવિધ પોઝ પણ આપ્યા હતા. ત્યાર પછી શિલ્પા પોતાની કાર તરફ જવા લાગી હતી.તેવામાં પાપારાત્ઝીએ તેની નજીક પહોંચીને ફરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પાપારાત્ઝીની આ વર્તણૂકથી નારાજ થયેલી શિલ્પાએ મોઢામાં ઘુસીને તસવીર પાડશે કે શું ? તેમ બોલીને ઉતાવળે પોતાની કારમાં બેસવા જતાં તેના માથાનો પાછળો હિસ્સો કાર સાથે ભટકાઇ જતા તેને હળવી ઇજા થઇ હતી.

શિલ્પાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મોટા ભાગે પાપારાત્ઝીઓ સાથે ખુશમિજાજમાં રહેતી શિલ્પાને જોઇને તેના ફેન્સે વિવિધ ટીપ્પણીઓ પણ કરી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.