અચાનક જ નીતિન ગડકરીની તબિયથ લથડી
કેન્દ્રીય સડક તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરીની તબિયત અચાનક જ બગડી હતી. ગડકરીની તબિયત ખરાબ થયા બાદ તાત્કાલિક ડોકટરની ટીમ તેમની પાસે પહોંચી ગઈ હતી. પ્રાથમિક ઉપચાર બાદ તેમની તબીયતમાં સુધારો થયો હતો. ગડકરી પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. નીતિન ગડકરી સિલિગુડીમાં અનેક પ્રોજેક્ટની ભેટ આપવા પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્ય નીરજ ઝિમ્બાએ જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન અચાનક જ નીતિન ગડકરીની તબિયત ખરાબ થઈ ગઈ છે. પ્રાથમિક સારવાર બાદ તેઓ પોતાની કારમાં બેસીને જતા રહ્યાં હતા.
નીતિન ગડકરીએ બેચેનીની ફરિયાદ કરી હતી
ધારાસભ્ય ઝિમ્બાએ જણાવ્યું કે, ‘કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગડકરીજીએ બેચેનીની ફરિયાદ કરી હતી. ડોકટરે તાત્કાલિક સ્ટેજની પાછળ તેમની સારવાર શરૂ કરી દીધી. બાદમાં તેઓ પોતાની કારમાં બેસને જતા રહ્યાં.’ અધિકારીઓના જણાવ્યા મુજબ તેમણે દાર્જિલિંગના સાંસદ રાજુ બિષ્ટના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા. તેઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તેમના સ્વાસ્થ્ય અંગે હજુ વધુ જાણકારી મળી નથી.
નીતિન ગડકરીએ આપી 1000 કરોડ રૂપિયાની ભેટ
નીતિ ગડકરીએ ગુરુવારે સિલિગુડીમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાના ત્રણ નેશનલ હાઈવે પ્રોજેક્ટની ભેટ આપી. તેમણે ત્રણ નેશનલ હાઈવનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન સાંસદ રાજુ બિષ્ટ અને જયંત કુમાર રૉય સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button