ઈન્ડિયા લૉકડાઉન’નું ટ્રેલર સામે આવ્યું, OTT પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થશે

મધુર ભંડારકરની ફિલ્મ ‘ઈન્ડિયા લૉકડાઉન’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં આજથી બે વર્ષ પહેલા દેશમાં લાગુ થયેલા લૉકડાઉનમાં લોકોને પડેલી હાલાકીનું આબેહુબ ચિત્રણ કરવામાં આવ્યું છે. જેને જોઈને આપ ફરીથી એક વખત લૉકડાઉન ઝોનમાં જતા રહેશે.

ફિલ્મ ઈન્ડિયા લૉકડાઉન કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં લાગુ થયેલા લૉકડાઉનથી પ્રેરિત છે. આ ફિલ્મ 4 સમાંતર કહાનીઓ થકી ભારતના લોકો પર લોકડાઉન અને કોરોના મહામારીના પરિણામોને દર્શાવી રહી છે.

વર્ષ 2020ના માર્ચમાં લાગુ થયેલા 21 દિવસના લૉકડાઉનમાં લોકો ઘરમાં પુરાઈ રહ્યાં હતા. જે બાદ લગભગ 4 મહિના સુધી લાગુ રહેલા લૉકડાઉને લોકોના જીવન બરબાદ કરી નાંખ્યા છે. કોરોના મહામારીના પગલે સમગ્ર દેશ ઠપ્પ થઈ ગયો હતો. વર્ષ 2020માં દેશવાસીઓને સંપૂર્ણ બંધનો નજારો જોયો હતો, જેની કોઈ દિવસ કલ્પના પણ નહતી કરવામાં આવી. આ દર્દને મધુર ભંડારકરે પોતાની ફિલ્મમાં આબેહૂબ દર્શાવી છે.

આ ફિલ્મમાં એક્ટર પ્રતિક બબ્બર, શ્વેતા બાસુ પ્રસાદ, સાંઈ તામ્હણકર, અહાના કુમાર અને પ્રકાશ બેલાવેદી જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ આગામી મહિને 2 ડિસેમ્બર, 2022ના રોજ OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થશે. ‘ઈન્ડિયા લૉકડાઉન’ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.