માલેગાવ વિસ્ફોટ મા 10 વર્ષે 7 આરોપી સામે આરોપો
નાશિક જિલ્લામાં માલેગાંવ ખાતે મોટરસાઈકલ પર રાખેલો બોમ્બ ફાટવાની ઘટનામાં દસ જણના મોત થયાને દસ વર્ષ બાદ એનઆઈએ કોર્ટે સાત આરોપીઓ સામે આરોપો ઘડયા છે.
વિશષ જજ વિનોદ પડળકરે લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, સાધ્વિ પ્રજ્ઞાા સિંહ ઠાકુર, સમીર કુલકર્ણી, મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વીવેદી, અજય રાહિલકર અને સુધાકર ચતુર્વેદી સામે હત્યા, બોમ્બ ધડાકાનું કાવતરું અને પ્રોત્સાહન અપાવાનો ગુનો નોંધ્યો છે.
કોર્ટે તમામ આરોપીઓની હાજરીમાં હિન્દીમાં ખુલી અદાલતમાં આદેશ વાંચ્યો હતો. આદેશમાં જણાવ્યું હતું કે અભિનવ ભારત સંગઠન એક માત્ર આતંકવાદ ફેલાવવાના ઉદ્દેશ્યથી રચાયું હતું અને માલેગાંવમા ંમોટરસાઈકલ સાથે બાંધેલા બોમ્બેનો વિસ્ફોટ કરીને છનાં મોત નીપજાવાયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા.
આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા અને ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ કાયદા તથા ભારતી વિસ્ફોટક પદાર્થ કાયદાની કલમો હેઠળ આરોપ નક્કી કરાયા છે. આરોપીઓએ ગુનો કબૂલ્યો નહોતો. લેફ્ટનન્ટ કર્નલે જણાવ્યું હતું ંં કે મારી નિષ્ઠા પર ક્યારેય સવાલ થયો નથી અને આવું થશે એવું ક્યારેય કલ્પના કરી નહોતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button