દૂર્ગા સપ્તશતિ.
વેદો એ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. વેદોમાં જગદંબાનો મહિમા વર્ણવ્યો છે. યજુર્વેદમાં અંબે, અંબિકે આવા-આવા નામોનું સંબોધન કરવામાં આવ્યું છે. વેદના સારરૂપ પુરાણો છે. પુરાણ એ પાંચમો વેદ છે. આપણા પુરાણો છે તો પ્રાચિન ! પણ અર્વાચિન સમસ્યાઓનું સમાધાન કરે છે. બે પુરાણો એવા છે કે જે ‘મ’ અક્ષરથી શરૂ થતા હોય. એક મત્ત્સ્ય પુરાણ અને બીજું માર્કંડેય પુરાણ. માર્કંડેય પુરાણમાં દુર્ર્ગા સપ્તસતિ કહેતાં ચડીપાઠ વર્ણવવામાં આવ્યો છે. આનું નામ દુર્ગા સપ્તસતિ એટલા માટે છે કે એના સાતસો શ્લોકો છે. દુર્ગા સપ્તસતિ કહેતાં ચંડીપાઠ એના ૧૩ અધ્યાય છે અને ૭૦૦ શ્લોકો છે. માર્કંર્ંડેય પુરાણમાં અધ્યાય ૭૮ થી ૯૨ સુધી દુર્ગા સપ્તસતિ કહેતાં ચંડીપાઠ એના ૧ થી ૧૩ અધ્યાય માનવામાં આવે છે. આ દુર્ગા સપ્તસતિમાં ભગવતીના મુળ ત્રણ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. મહાકાળી માતાજી, મહાલક્ષ્મી માતાજી અને મહાસરસ્વતી માતાજી. ચંડીપાઠમાં પ્રધાન ત્રણ ચરિત્ર છે. જેમાં ઉત્તમ ચરિત્ર મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર વર્ણવ્યા છે. જેમાં ઉત્તમ ચરિત્રના અધિષ્ઠાત્રી દેવી મહાકાળી માતાજી છે. મધ્યમ ચરિત્રના અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી માતાજી છે અને ઉત્તમ ચરિત્રના અધિષ્ઠાત્રી દેવી મહાસરસ્વતી માતાજી છે.
ચંડીપાઠના પ્રારંભ પુર્વે ન્યાસની વિધિ કરવી. ન્યાસ એટલા માટે કરવામાં આવે છે કે આપણું શરીર અને આપણું મન શુદ્ધ બને. એ પછી દેવી કવચનો પાઠ કરવો. દેવી કવચમાં માતાજીની પાસે સર્વસ્થાનોમાં રક્ષણની કામના કરી છે. ત્યાર પછી ‘અર્ગલા સ્તોત્ર’નો પાઠ કરવો. જેમાં માતાજી પાસે યશ, રૂપ, જય, સૌભાગ્ય, સર્વ પ્રકારની કામનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી ‘કિલક’ કરવો. અને ત્યાર બાદ દુર્ગા સપ્તસતિના પાઠનો પ્રારંભ કરવો.
દુર્ગા સપ્તસતિના પહેલા અધ્યાયમાં મધુ-કૈટભ ના વધની કથા આવે છે. જેમાં બ્રહ્માજીએ કરેલી માતાજીની સ્તુતિ પ્રસિદ્ધ છે. જેને રાત્રિ સુક્ત કહેવાય છે. માતાજી યોગ નિંદ્રા સ્વરૂપે વિષ્ણુ ભગવાનની અંદર હતાં. તે સમયે સ્તુતિ કરતાં બ્રહ્માજીએ કહ્યું કે, ‘વિશ્વેશ્વરી જગતધાત્રી સ્થિતિ સંહારકારીણી. નિંદ્રામ્ ભગવતી વિષ્ણુ અતુલાં તેજસ પ્રભુ.’ બ્રહ્માજી કહે છે કે, સૃષ્ટીના સર્જન, પાલન અને લય ત્રણેયમાં તમારી જ શક્તિ છે. આ સ્તુતિમાં બ્રહ્માજીએ માતાજીના સ્વરૂપનું વર્ણન કર્યું. તમે સંધ્યા છો, તમે સાવિત્રી છો, તમે શાંતિ છો, તમે પુષ્ટિ છો, શ્રદ્ધા, મેધા, દયા, એ તમારું જ સ્વરૂપ છે. માતાજીની સ્તુતિના આ પ્રભાવથી યોગ નિંદ્રાા દુર થઈ ભગવાન વિષ્ણુએ મધુ-કૈટભ નો વધ કર્યો.
બીજા અને ત્રીજા અધ્યામાં માતા જગદંબાએ મહિષાસુર દૈત્યનો વધ કર્યો એ પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. ચંડીપાઠનો ચોથો અધ્યાય જે શક્રાદય સ્તુતિના નામે પ્રસિદ્ધ છે. શક્ર એટલે ઈન્દ્ર. ઈન્દ્રાદી દેવોએ કરેલી સ્તુતિ એટલે શક્રાદય સ્તુતિ. દેવોએ સ્તુતિ કરતાં માતાજીને કહ્યું કે સ્વધા, સ્વાહા આ બધા તમારા જ સ્વરૂપો છે.
ચંડીપાઠના પાંચમા અધ્યાયથી લઈને દસમા અધ્યાય સુધી. શુંભ નિશુંભના વધનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. માતા જગદંબાએ ધુમ્રલોચન, રક્તબીજ, ચંડમુંડ જેવા દૈત્યોને માર્યા. એ કથા વર્ણવવામાં આવી છે. અસુરોના વધ પછી ચંડીપાઠના અગિયારમાં અધ્યાયમાં દેવોએ સ્તુતી કરી છે. ચંડી પાઠના પાંચમાં અધ્યાયમાં પણ દેવોની સ્તુતી છે. એ સ્તુતીથી માતાજી પ્રગટ થયાં છે અને અગિયારમાં અધ્યાયમાં સર્વ દેવો અસુરોના ભયથી મુક્ત થયાં માટે દેવોએ માતાજીની સ્તુતિ કરી. બારમાં અધ્યામાં દુર્ગા સપ્તસતિના મહાત્મ્યનું વર્ણન છે અને તેરમાં અધ્યામાં ‘સુરથ રાજા’ અને ‘સમાધિવૈષ્ય’ ઉપર થયેલી માતા જગદંબાની કૃપાદ્રષ્ટિનું વર્ણન છે. આ દુર્ગા સપ્તસતિના વક્તા એ ‘સુમેધા ઋષિ’ છે અને ઉત્તમ શ્રોતા એ સુરથ રાજા અને સમાધિવૈષ્ય છે.
માતા જગદંબાની કૃપાથી સુરથ એ બીજા જન્મમાં ‘સાવરણી’ નામના મનુ થયાં અને સમાધિવૈષ્ય એ માતાજી કૃપાથી જ્ઞાન મેળવી અને મુક્ત થયાં.
આ તેર અધ્યાયોમાં માતા જગદંબાના ઉત્તમ ચરિત્રોનું વર્ણન છે. દુર્ગા સપ્તસતિનું પૂર્ણ ફળ મેળવવા માટે ત્રણ રહસ્યો, શાપ વિમોચન અને સિદ્ધકુંજીકા સ્તોત્ર, નવારણ મંત્ર આટલી વસ્તુ કરવી જરૂરી છે. અષ્ટમી, પૂર્ણિમાના દિવસે તો વિશેષ દુર્ગા સપ્તસતીના પાઠનું મહત્વ છે. માતા જગદંબા આપ સૌ ભક્તજનોને જય, યશ-કીર્તિ ધન-ધાન્ય પ્રદાન કરે તથા તેમની ઉત્તમ ભક્તિ પ્રદાન અકે એ જ અભ્યર્થના સાથે…અસ્તુ !.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button