સૂર્યકુમાર યાદવ આઇસીસીના ટી-૨૦ બેટિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને
સૂર્યકુમાર યાદવે આઇસીસી ટી-૨૦ બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતુ. ભારત ટી-૨૦ વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારતા બહાર ફેંકાયું હતુ. સેમિ ફાઈનલમાં સૂર્યકુમાર ૧૪ રને આઉટ થયો હતો અને આ કારણે તે કારકિર્દીના શ્રેષ્ઠ ૮૬૯ રેટિંગમાંથી ૮૫૯ રેટિંગ પર ફસડાયો હતો, છતાં તે ટોચ પર ટકી રહ્યો હતો.
૩૨ વર્ષના સૂર્યકુમારે ૧૮૯.૬૮ના સ્ટ્રાઈકરેટથી ૨૩૯ રન ફટકાર્યા હતા અને તે ટી-૨૦ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારવામાં ત્રીજા સ્થાને રહ્યો હતો. પાકિસ્તાનનો રિઝવાન બીજા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ્સ ૮૩૬ જેટલા થવા જાય છે. બાબર અને કોન્વેના રેન્કિંગમાં સુધારો થયો હતો અને તેઓ ચોથા તેમજ પાંચમા ક્રમે આવી પહોંચ્યા હતા.
ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનારા ઈંગ્લેન્ડના ઓપનર હેલ્સના રેન્કિંગમાં ૨૨ સ્થાનનો ઉછાળો આવ્યો હતો અને તે રેન્કિંગમાં ૧૨મા સ્થાને આવી પહોંચ્યો છે. સાઉથ આફ્રિકાનો રોસોયુ સાતમા ક્રમે આવી પહોંચ્યો હતો. જ્યારે ફિલિપ્સ આઠમા ક્રમે છે.
ઈંગ્લેન્ડના ટ્રમ્પ કાર્ડ સાબિત થયેલા લેગસ્પિનર રાશિદે ટી-૨૦ના બોલર્સ રેન્કિંગમાં ત્રીજું સ્થાન હાંસલ કરી લીધું છે. રાશિદે સેમિ ફાઈનલમાં ભારત સામે ૨૦ રનમાં એક અને ફાઈનલમાં પાકિસ્તાન સામે ૨૨ રનમાં બે વિકેટ મેળવી હતી.
હસારંગાએ ટોચનું અને અફઘાન સ્પિનર રાશિદે બીજું સ્થાન જાળવી રાખ્યું હતુ. આદિલ રાશિદ પછી હેઝલવૂડ છે અને પાંચમા ક્રમે ઈંગ્લેન્ડનો સૅમ કરન આવી પહોંચ્યો હતો. છઠ્ઠા ક્રમે શમ્સી, સાતમા ક્રમે ઝામ્પા અને આઠમા ક્રમે અફઘાનિસ્તાનનો મુજીબ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button