ચોથા માળેથી યુવતીને ફેંકી દેતા મોત નિકાહના દબાણનો આક્ષેપ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક યુવતીને ફ્લેટના ચોથા માળેથી નીચે ફેંકી દેવાતા તેનું મોત નિપજ્યું હતું. યુવતીના પરિવારજનોએ સુફિયાન નામના એક યુવક પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારે ધર્માંતરણનો પણ દાવો કર્યો છે.
પોલીસ સમક્ષ પીડિત યુવતીની માતા અને પરિવારના અન્ય સભ્યોએ દાવો કર્યો છે કે ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, યુવતી પર સુફિયાન નામનો મુસ્લિમ યુવક ધર્માંતરણ માટે દબાણ કરી રહ્યો હતો. યુવતીને મુસ્લિમ બનાવીને તેની સાથે નિકાહ કરવા માગતો હતો. જેથી નિકાહ અને ધર્માંતરણ માટે દબાણ કરતો હતો.
યુવતીની માતાએ એવો પણ દાવો કર્યો છે કે છેલ્લા ઘણા દિવસથી સુફિયાન નામનો યુવક તેની પુત્રીને પરેશાન કરતો હતો. યુવતી છત પરથી નીચે પડતા જ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવતીનું મોત થતા પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો અને યુવક સામે કાર્યવાહીની માગણી કરી હતી. આરોપી યુવક પણ આ જ વિસ્તારમાં રહેતો હતો જે વિસ્તારમાં આ યુવતી રહેતી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button