મોટાભાગના છૂટાછેડા પાછળનું કારણ ‘મોબાઇલ ફોન’

મોબાઇલ ફોનને લીદે લોકોના જીવનમાં કેવો ઝંઝાવાત આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં નાશિકથી બહાર આવેલ એક ચોંકાવનારો આંકડો  છે. આ આંકડા મુજબ નાશિકમાં ફક્ત પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ૧૦ હજાર છૂટાછેડાના કેસો નોંધાયા છે. આ છૂટાછેડા પાછળનું મુખ્ય કારણ ‘મોબાઇલ ફોન’ હોવાનું પણ બહાર આવ્યું છે. નાશિક જિલ્લામાં બનેલ છૂટાછેડાના આ મોટા પ્રમાણે લોકોની ચિંતામાં વધારો કરાવ્યો છે. કારણ કે છૂટાછેડાના આવા મોટા પ્રમાણને લીધે કુટુંબ વ્યવસ્થા પડી ભાંગી રહી છે. ઉક્ત આંકડાઓ પર નજર કરીએ તો નાશિક જિલ્લામાં દરરોજ  છૂટાછેડાના ૧૫ કેસ કોર્ટમાં નોંધાઇ રહ્યા છે.

છૂટાછેડાના મુખ્ય કારણ પાછળ મોબાઇલ કારભૂત છે. કારણ કે યુવાવર્ગ મોબાઇલના એટલા આધીન બની ગયો છે કે નોકરી-વ્યવસાય, કેરિયર, કુટુંબ, પત્ની-બાળકો પર યોગ્ય ધ્યાન આપી શકતો નથી અને વધુમાં વધુ સમય મોબાઇલ પર વ્યતીત કરે છે. ડિજિટલ યુગને લીધે હવે ઓનલાઇન ભણતર, વર્કફ્રોમ હોમ આદિને લીધે ઘરના તમામ સદસ્યો પોતાના સ્વતંત્ર મોબાઇલ ધરાવે છે. પતિ-પત્ની વચ્ચે તેમજ માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંવાદ ઘટયો છે. આ ઉપરાંત ફેસબુક, બોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ  સહિતના અન્ય સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ પણ ઘર ભાંગવામાં કારણભૂત બની રહ્યા છે. આ ઉપરાંત પતિ-પત્નીના સંબંધોમાં માતાનો વધારે પડતો હસ્તક્ષેપ સહિતના અન્ય કારણો પણ બહાર આવ્યા છે.

નાશિક જિલ્લાના આ આંકડાથી સમાજનો સમજદાર વર્ગ આઘાત પામ્યો છે. કારણ કે નાશિક જેવા નાના શહેર/જિલ્લામાં જો છૂટાછેડાનું પ્રમાણ આટલું ઉચું હોય તો  ખરેખર રાજ્ય અને દેશમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક હોઇ શકે છે

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.