સરદાર પટેલ : ફાધર ઓફ ઓલ ઇન્ડિયા સર્વિસ

ભારત દેશ આઝાદ થયો’ટ્રીસ્ટ વીથ ડેસ્ટીની’ માણતો હતો ત્યારે સમગ્ર દેશમા અંગ્રેજો અને બ્યુરોક્રસી વિરુદ્ધનુ વાતાવરણ હતુ! દેશમાં અંગ્રેજો દ્વારા રચાયેલી અને તે સમયે ‘ઇંપિરિયલ સિવિલ સર્વિસ (આઇ.સી.એસ.), ઇંપિરિયલ પોલીસ (આઇ.પી.) જેવા નામે ઓળખાતી અખિલ ભારતીય સેવાઓનો સપુર્ણ વિનાશ કરવાની ભાવના તીવ્ર બની ! ઘણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ તેને ‘કોલોનિયલ લીગસી’ કે ‘હેંગઓવર ઓફ ધ પાસ્ટ’ જેવુ બિરુદ આપી તેનો ઉપહાસ કરતા. સરદારશ્રીએ પણ ૧૯૧૭મા ખેડા કલેક્ટર પ્રાટ અને ૧૯૧૭-૧૮મા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર જોહ્ન શિડિલી સામે જંગ છેડવો પડયો હતો. બ્રિટિશ અધિકારીઓ દ્વારા ૧૯૩૦થી ૧૯૪૫ વચ્ચે ૬ વખત જેલવાસ ભોગવવો પડયો હતો. એહમદનગર જેલમા ૧૯૩૨મા માંદગી દરમિયાન તેમને યોગ્ય સારવાર મળી ન હતી. તે સમયે ‘રોય બુચર’ જેલ અધિકારી હતા જે ૧૯૪૭મા ભારતના કમાંડર ઇન ચિફ બન્યા. ૧૯૩૨-૩૩મા સરદારશ્રીના પરિવારજનના મૃત્યુ પ્રસંગે તેમને અગ્નિ સંસ્કારમા જવાની પરવાનગી પણ આપી ન હતી! પરંતુ અંગત વૈમન્સ્ય રાખ્યા વગર દેશના વિકાસ માટે તેમણે પોતાની પ્રતિષ્ઠા હોડમા મુકી, અનેક સહયોગીઓનો વિરોધ સાંખી લઇ અખિલ ભારતીય સેવાઓને સંવિધાનનુ રક્ષણ અપાવ્યુ!

ભારતનુ નવું સંવિધાન રચવા માટે ‘સંવિધાન સભા’ રચવામા આવી. ડ્રાફ્ટિંગ કમિટિ દ્વારા તૈયાર કરવામા આવેલ મૂળ સવિધાનમા’અખિલ ભારતીય સેવાઓ’ નો કોઇ ઉલ્લેખ ન હતો! ત્યારે સરદારશ્રીએ દૂરંદેશીથી તેની ઉપયોગીતા જોઇ અને સમગ્ર દેશ ચલાવવા માટે આવા વહિવટ કુનેહપુર્વક કાર્ય  કરી શકે તેવા અધિકારીઓ શાસન તંત્રની કરોડરજ્જુ (બેકબોન) બની રહેશે! આ ‘સ્ટીલ ફ્રેમ’ દેશનુ માળખુ ચલાવવા અતિ ઉપયોગી લાગતા તેમણે સંવિધાન સભામા અખિલ ભારતીય સેવાઓને સંવિધાન દ્વાારા રક્ષણ આપવાનો આગ્રહપુર્વક પ્રસ્તાવ મુક્યો! ‘કનૈયાલાલ મુનશી’ જેવા કોંગ્રેસના અન્ય સાથીઓનો રોષ પણ વહોરી લીધો! તેમના આગ્રહને લીધે અનુચ્છેદ ૩૧૨ દ્વારા અખિલ ભારતીય સેવાઓની રચના કરવાનો વિશેષાધિકાર ‘રાજ્યસભા’ને આપવામા આવ્યો.

ઓક્ટોબર ૧૯૪૬મા જેવી બ્રિટિશ સરકારે જાહેરાત કરી કે આઇ.સી.એસ. સેવાઓમા નવી ભરતીઓ થશે નહીં, તુરંત સરદારશ્રીએ તમામ મુખ્ય મંત્રીશ્રીઓ સાથે મિટિંગ કરીને નવી બે કેડર રચવાની જાહેરાત કરી!  આઇ.સી.એસ.નુ નામ પરિવર્તિત થઇ ઇંડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ (આઇ.એ.એસ.) અને આઇ.પી.ને ઇંડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) કરવામાં આવ્યું તથા ૧૯૬૬મા નવી અખિલ ભારતીય સેવા ઇંડિયન ફોરેસ્ટ સર્વિસ (આઇ.એફ.એસ.) શરૂ કરવામા આવી.

સરદારશ્રી સારી પેઠે જાણતા હતા કે દેશમા લોકશાહી સ્થાપવા જઇયે છીયે પરંતુ ‘અડધી રાત્રે આઝાદી મેળવનાર આ દેશમા મોટાપાયે નિરક્ષરતા, ગરીબી, જાગૃતિનો અભાવ હોવાથી ચૂંટણી કાસ્ટ, કમ્યુનિટી, ધર્મ, મની પાવર, મસલ પાવરથી પ્રભાવિત થઇ શકે છે. આવી રીતે ચૂંટાઇને આવેલ મંત્રી જેતે અધિકારીને પોતાના હિત સાધવા માટે ખોટુ કરવા સામે, દામ દંડ, ભેદની નીતિ અપનાવે તો નવાઇ નહિ!

આવા સંજોગોમા સિવિલ સર્વિસને પ્રોટેક્શન આપવું તેમને ખુબ જરૂરી લાગ્યુ. કોઇ સરકારી અધિકારી ખોટુ કરવા તૈયાર ન થાય તો તેને નોકરીમાથી કાઢી મુકે તો? આથી તેમણે સનદી સેવાઓની ભરતી, સેવા શરતો અને બરતરફી રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રાખવા સંવિધાનમાં અનુચ્છેદ ૩૦૯, ૩૧૦, ૩૧૧ ઉમેરી તમામ સરકારી કર્મચારીઓને રક્ષણ પણ પ્રદાન કર્યુ! રાજકીય સત્તા સામે સંવિધાનિક અંકુશ ઉભો કર્યો. આમ, સરદારે અખિલ ભારતીય સેવાઓની ડુબતી નૌકાને બચાવી.

આઝાદી સમયે જ્યારે મોટાભાગના બ્રિટીશ આઇ.સી.એસ. અધિકારીઓ દેશમા પાછા ફર્યા, મુસ્લીમ અધિકારીઓ નવા રચાયેલ દેશ પાકિસ્તાન ગયા, દેશની પ્રશાસન પ્રણાલી સામે મોટો પડકાર ઉભો થયો ત્યારે સનદી સેવાઓના પિતા તરીકે તેમણે જો આ કાર્ય ન કર્યુ હોત તોદેશમા’એડમિનિસ્ટ્રેટીવ બ્રેક-ડાઉન’ સર્જાત. અને કોમનમેનને મળતી ‘મુળભૂત સુવિધાઓ’થી તે કદાચ વંચિત થઇ જાત! આથી, સરદારશ્રીને ‘ફાધર ઓફ ઓલ ઇંડિયા સર્વિસ’ તરીકે પણ ઓળખાય છે! આ ઉપરાંત હૈદરાબાદ ખાતે આવેલ અતિ ખ્યાતિ પ્રાપ્ત પોલીસ તાલીમ સંસ્થા ‘સરદાર  વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડેમી’ (એસ.વી.પી.એન.પી.એ.) નામે ઓળખાય છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.