કપટ એક એવું કુનેહ છે, જેમાં શસ્ત્ર ઉપાડયા વિના યુદ્ધ જીતી શકાય છે

પી યૂષ મિશ્રાની વીરરસથી ભરપૂર આ રચનામાં વિજયનો વિસ્ફોટ છે. -વિજય-ત્રણ અક્ષરના આ શબ્દને પામવા માટે મોટાભાગની તમામ વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખે છે. એ પછી રણભૂમિ, પરીક્ષા, કારકિર્દી, વ્યવસાય એમ ક્ષેત્ર કોઇ પણ હોય. યુદ્ધ જીતવાની રણનીતિ જ નહીં પણ ફિલસૂફી સમજાવતું સદીઓ પુરાણું છતાં આજે પણ વિશ્વવિખ્યાત પુસ્તક એટલે – આર્ટ ઓફ વોર-.  પ્રાચીન ચીનના લશ્કરી વ્યૂહરચનાકાર -ચિંતક સુન ત્ઝુના માત્ર ચીનના શાસકો જ નહીં નેતાઓ-કોર્પોરેટ્સ પ્રેેરણા લેતા આવ્યા છે. ઈ.સ.૫૪૪માં સુન ત્ઝુ ચીનના ઝાઉ રાજવંશના કાળમાં થઇ ગયા. ઈતિહાસકારોના મતે તેઓ -વુ-નામના ચીનના પૂર્વમાં આવેલા પ્રાંતના સમ્રાટ હેલુના મંત્રી હતા. પૂર્વ ચીનના સાત રાજ્યો ઝાઉ, કી, કીન, ચુ, હાન, વેઇ અને યાન વચ્ચે સતત યુદ્ધ થયા કરતા. જેમાં સુન ત્ઝુના સલાહ- સૂચનો-રણનીતિને કારણે જ સમ્રાટ હેલુ સતત વિજય મેળવવામાં સફળ રહેતા. યુદ્ધના અનુભવો અને રણનીતિને આઘારે સુન ત્ઝુએ – ધ આર્ટ ઓફ વોર- પુસ્તક લખ્યું, જે પાંચમી સદીમાં પ્રગટ થયું હતું. ૧૮મી સદીમાંઆ પુસ્તક પશ્ચિમી વિશ્વના નજરમાં આવ્યું. સમ્રાટ નેપોલિયન આ પુસ્તકમાં દર્શાવવામાં આવેલી રણનીતિને અનુસરનારો સૌપ્રથમ પશ્ચિમી સેનાપતિ હતો. આ પુસ્તકમાં દર્શાવવામાં આવેલા કેટલાક મુદ્દા જે જીવનમાં પણ ડગલેને પગલે ઉપયોગી થઇ શકે છે તેના ઉપર એક વાત.

યુદ્ધની કળામાં નિષ્ણાત એ છે જે શસ્ત્ર ઉપાડયા વિના નગરને કબજે કરી લે અને લાંબુ યુદ્ધ કર્યા વગર શત્રુને તખ્તા પરથી પલટાવી દે.

યુદ્ધમાં વિજયનો આધાર તેની પૂર્વ તૈયારી પર આધાર રાખે છે. યુદ્ધ જીવન-મરણનો પ્રશ્ન છે એટલે પૂર્વતૈયારી વિના તેમાં ઉતરવું જોઇએ નહીં. રણનીતિ એવી બાબત છે જે સમય-સંજોગ મુજબ નિરંતર ચાલતી રહે.

રણનીતિમાં પ્રજા-શાસક વચ્ચે સંવાદ પાયાની બાબત છે અને તેને નૈતિક સિદ્ધાંત કહેવામાં આવે છે. નૈતિક સિદ્ધાંત એટલે શાસકને પ્રજાના સમર્થનમાં અને પ્રજાને શાસકની ક્ષમતામાં વિશ્વાસ હોય.

યુદ્ધમાં સૈન્યનું સફળ નેતૃત્વ એ જ સેનાપતિ કરી શકે, જેનામાં બુદ્ધિ-નિા-પરોપકાર-સાહસ-કડકાઇ એમ પાંચ ગુણ હોય.

દરેક યુદ્ધો દુશ્મન સૈન્ય દળોને ગેરમાર્ગે દોરવાની યુક્તિઓ પર ખેલાતું હોય છે. યુદ્ધભૂમિમાં તમે જે પણ કરવાના છો તેનું દુશ્મનને સહેજપણ અનુમાન થવું જોઇએ નહીં.

દુશ્મન નબળો હોય ત્યાં જ પ્રહાર કરો અને જ્યાં તાકાતવર હોય ત્યાં તેને નજરઅંદાજ કરો.

દુશ્મન ગુસ્સાવાળો હોય તો તેને ચીડવો-કમજોર હોવાનો દેખાવ કરો, જેથી તેનામાં ખોટો આત્મવિશ્વાસ પેદા થશે.

દુશ્મનને કોઇપણ સંજોગમાં આરામ કરવા ન દો અને તેને સતત સક્રિય રાખો, જેથી તે વધારે થાકશે.

શત્રુઓ એકત્રિત હોય તો તેમને વિખેરી નાખો. વિભાજીત દળો નબળા પડી જતાં હોય છે.

દુશ્મને જ્યારે વિચાર્યું પણ ન હોય ત્યારે તેના પર આક્રમણ કરો. વિજય માટેની યુક્તિઓ એટલી છુપી રાખો કે તમારા પક્ષમાંથી ઘણા તેનાથી અજાણ હોય.

યુદ્ધ માત્ર શસ્ત્ર વડે જીતાતું નથી, તેમાં કેટલો ખર્ચ થશે એની પણ આગોતરી જાણ હોવી જોઇએ. યુદ્ધના ખર્ચને કાબૂમાં રાખવા જરૂરી છે કે લડાઇ લાંબો સમય ચાલે નહીં.

યુદ્ધ અનિવાર્ય દૂષણ છે અને જેને આ દૂષણનો અભ્યાસ હોય તે ઝડપથી ફાયદો કેવી રીતે ઉઠાવવો એ સમજી શકે છે.

યુદ્ધમાં એક નિયમ છે કે દુશ્મનના એક દળની સામે આપણ ૧૦ દળ હોય તો આપણે તેને ઘેરી લેવું જોઇએ. જો તેના એકની સામે આપણા પાંચ હોય તો આપણે હુમલો કરવો જોઇએ. આપણું સૈન્ય શત્રુ કરતાં બે ગણું હોય તો તેના બે ભાગ કરવા જોઇએ. જેથી એક સામી છાતીએ લડે અને બીજું પાછળથી ઘેરે.

સૈન્યનો મહત્વનો સિદ્ધાંત એ છે કે નેતાગીરી એને જ સોંપવી, જેને એ ખબર હોય કે નિર્ણાયક સ્થિતિમાં સૈનિકોને કેવી રીતે અને ક્યાં તૈનાત કરવા.

સંરક્ષણાત્મક અભિગમ અપૂરતી તાકાતનો અને આક્રમક અભિગમ અધિક તાકાતનો પરિચય આપે છે.

સામ્રાજ્ય વાહવાહી કરે ત્યારે શ્રેષ્ઠતાનો પૂરાવો ન મળે, શ્રેતા એવા વિજયમાં છે જેની કોઇને ખબર ના પડે. સૂર્ય-ચંદ્રને જોવા સૂક્ષ્મ નજરનો સંકેત નથી, જે દેખાય નહીં તેને અવલોકન દ્વારા પકડવું એ ચકોર નજરના સંકેત છે. એ જ રીતે જે સૂક્ષ્મ છે તેને સાંભળી લેવું એ ઉત્તમ કાનનો સંકેત છે.

દુશ્મનને જાળમાં ફસાવવા માટે તમે કાયરતા દર્શાવવા માગતા હોવ તો તમારામાં સાહસ હોવું જરૂરી છે. વાજીંત્ર એ જ બેસરું વગાડી શકે, જે ખૂદ તેના વાદનમાં નિષ્ણાત હોય.

આપણા દળો શત્રુઓ કરતાં શ્રે હોય તો તેને લલચાવવા માટે નબળા હોવાનું નાટક કરી શકાય, પરંતુ આપણું દળ નબળું હોય તો એવો ભ્રમ હરીફ છાવણીમાં પેદા કરવો જોઇએ કે તે તાકાતવર છે. યુદ્ધ છળકપટ પર ખેલાતું હોય છે. કપટલીલા એક એવી કુનેહ છે કે જેને વિકસાવવામાં આવે તો લડયા વગર જ યુદ્ધ જીતી શકાય છે. દુશ્મનને એ રીતે લલચાવો કે જીત આસાન થઇ જાય.

યુદ્ધમાં દુશ્મનને ઉંઘતો ઝડપવો અગત્યનો છે. કુશળ સૈનિકની ખાસિયત એ છે કે તે પોતાની શરતે જ લડે અથવા ન લડે. દુશ્મનને પોતાના ઈશારે નચાવે અને પોતે પણ દુશ્મનની ઈચ્છાને વશ ન થાય.

યુદ્ધમાં ઉત્તમ ચાલ એ શતરંજ રમવા જેવું છે, જેમાં મોટાભાગના પ્યાદાં એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી અચાનક હુમલો કરીને વિજય હાંસલ કરી શકાય.

સામેનું સૈન્ય પણ રણનીતિ બનાવી જ રહ્યું હશે તે ભૂલવું જોઇએ નહીં. જે સેનાપતિ તેના શત્રુની રણનીતિ પારખી લે તેના વિજયની સંભાવના વધી જાય છે. ઉત્તમ ચાલમાં આશ્ચર્યનું મહત્વ હોય છે.

ઈતિહાસ એવા ગઠબંધનોથી ભરેલો જે પાછળથી દગાબાજ નીકળ્યું હોય. યુદ્ધમાં પાડોશીઓ મદદનો હાથ લંબાવાય ત્યારે એ જાણવું જરૂરી છે કે તેમાં તેમનો શું સ્વાર્થ છે.

લડવાનું હોય ત્યારે દાનવની જેમ વર્તો અને બચાવ કરવાનો હોય ત્યારે ચટ્ટાન જેવા બની જાવ.

રણનીતિની જાણ હોવી પૂરતી નથી. પરંતુ તેનો ક્યારે ઉપયોગ કરવો તે મહત્વનું છે.

ગુસ્સામાં આવીને નિર્ણયો લેવાનું ટાળવું જોઇએ. જે સૈનિક કે સેનાપતિ સરળતાથી ઉશ્કેરાઇ જાય તે દુશ્મનના હાથે સરળતાથી પરાજય પામે છે.

જે દુશ્મન આરામમાં હોય તેનાથી ખાસ ચેતવું.

યુદ્ધમાં વ્યક્તિગત મહત્વકાંક્ષા પ્રાથમિક્તા બની જાય તો વિજયનો ઉદ્દેશ અદ્રશ્ય થઇ જાય છે.

જીતનો વિશ્વાસ ન હોય ત્યાં સુધી લડાઇ ટાળો. ચાલાકી એને કહેવાય જેની સામેવાળાને અપેક્ષા પણ ન હોય.

જાસૂસ વગરનું સૈન્ય આંખ-કાન-નાક વિનાના મનુષ્ય જેવું છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.