રણવીર સિંહે માર્કોચ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કર્યું
રણવીર સિંહે તાજેતરમાં જ માર્કોચ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. અભિનેતા રણવીર સિંહે આ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન તેને Etoile d’Or એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.
તેણે ઈવેન્ટ દરમિયાન ખૂબ જ ખાસ પળોની તસવીરો શેર કરી છે. રણવીર સિંહ માર્કોચ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ટ્રેડિશનલ આઉટફિટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તે એનર્જીથી ભરપૂર જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગની કેટલીક તસવીરો અભિનેતાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
રણવીર સિંહે ઈવેન્ટની તસવીરો શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, તે ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગર્વ અનુભવે છે. મોરોક્કોમાં આયોજિત આ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને ઘણો પ્રેમ મળ્યો. રણવીર સિંહે આગળ લખ્યું, “અને મને સુંદર મોરોક્કોમાં ખુબ આદર અને પ્રેમ મળ્યો છે. – હું ખૂબ આભારી અને ખુશ છું!
રણવીર સિંહે લખ્યું “મને પ્રતિષ્ઠિત Etoile d’Or એવોર્ડ આપવા બદલ માર્કોચ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો આભાર! આંતરરાષ્ટ્રીય મંચ પર મારી સંસ્કૃતિ અને ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરવામાં હું ગર્વ અનુભવું છું.
આ પહેલા દિગ્ગજો પણ લઈ ચૂક્યા છે ભાગ
માર્કોચ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીર સિંહ પહેલા પણ અનેક દિગ્ગજ કલાકારો ભાગ લઈ ચૂક્યા છે. જેમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને આમિર ખાન સામેલ છે. આ દિગ્ગજોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
રણવીર સિંહની આગામી ફિલ્મો
જો રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની કોમેડી ડ્રામા ફિલ્મ સર્કસમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં છે. આ સિવાય તે કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રોકી અને રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે મિસ્ટર ઈન્ડિયા 2માં પણ જોવા મળશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button