LICએ ખાનગી વીમા કંપનીઓ પાસેથી 4.5% બજાર હિસ્સો આંચકી લીધો
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગી વીમા કંપનીઓ પાસેથી નવા બિઝનેસ પ્રીમિયમમાં આશરે ૪.૫ ટકા બજાર હિસ્સો કબજે કર્યો છે. ખાસ કરીને એલઆઈસીના ગુ્રપ બિઝનેસ સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિને કારણે આવું બન્યું છે.
વીમા નિયમનકારના તાજેતરના ડેટા અનુસાર, LICનો બજાર હિસ્સો ઓક્ટોબર (FY૨૩ના ૭ મહિના) સુધીમાં વધીને ૬૭.૭૨ ટકા થયો છે, જે ૪૪૭ બેસિસ પોઇન્ટ્સની વૃદ્ધિ દર્શાવે છે. તે જ સમયે, ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓનો બજાર હિસ્સો ઘટીને ૩૨.૨૮ ટકા પર આવી ગયો છે.
FY૨૨ના અંતે, જીવન વીમા વ્યવસાયમાં ખાનગી ખેલાડીઓનો હિસ્સો ૩૬.૭૫ ટકા હતો, જ્યારે LICનો હિસ્સો ૬૩.૨૫ ટકા હતો. FY૨૧ના અંતે, LICનો બજાર હિસ્સો ૬૬.૧૮ અને ખાનગી ક્ષેત્રનો હિસ્સો ૩૩.૮૨ ટકા હતો. શમ્ઁએ પ્રીમિયમ છે જે ચોક્કસ વર્ષમાં નવી પોલિસીઓમાંથી પ્રાપ્ત થાય છે. તે પ્રથમ વર્ષના પ્રીમિયમ અને સિંગલ પ્રીમિયમનો સરવાળો છે, જે નવા વ્યવસાયમાંથી પ્રાપ્ત પ્રીમિયમ આપે છે.
ટોચના ખાનગી ખેલાડીઓમાં એલઆઈસ લાઇફનો હિસ્સો ખરૂ૨૩ની શરૂઆતથી ૮૨ બીપીએસ ઘટયો છે, જ્યારે એચડીએફસી લાઇફનો બજાર હિસ્સો ૧૫૭ બીપીએસ ઘટયો છે. આ સમયગાળા દરમિયાન આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફનો બજાર હિસ્સો ૬૪ બીપીએસ ઘટયો છે. બજારોમાં અસ્થિરતાને કારણે યુનિટ લિંક્ડ સેગમેન્ટમાં વૃદ્ધિ સુસ્ત રહી છે.
ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં વ્યક્તિગત બિન-સિંગલ પ્રીમિયમમાં ખાનગી ખેલાડીઓનો બજાર હિસ્સો ૬૪.૧૯ ટકા હતો, જ્યારે LICનો ૩૫.૮૧ ટકા હતો. નાણાકીય વર્ષ ૨૩ માં અત્યાર સુધીમાં, જીવન વીમા કંપનીઓના પ્રીમિયમમાં પાછલા વર્ષની સરખામણીએ ૩૪.૭૧ ટકાનો વધારો થયો છે અને પ્રીમિયમમાં રૂ. ૨.૦૬ લાખ કરોડનો વધારો થયો છે. આમા LICનું પ્રીમિયમ ૪૨ ટકા અને ખાનગી વીમા કંપનીઓનું પ્રીમિયમ ગયા વર્ષની સરખામણીમાં ૨૧.૪૮ ટકા વધ્યું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button