ઈલાવેનિલ અને માનસી જોશીને અર્જુન એવોર્ડ

ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર અંચત શરથ કમલને દેશના સર્વોચ્ચ ખેલ એવોર્ડ મેજર ધ્યાન ચંદ ખેલરત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાતની ઓલિમ્પિયન શૂટર ઈલાવેનિલ વાલારિવન તેમજ પેરાબેડમિંટન ખેલાડી માનસી જોશીની પસંદગી અર્જુન એવોર્ડ માટે કરવામાં આવી છે. આ વર્ષે ખેલ એવોર્ડ સમારંભ ૨૯મી ઓગસ્ટને બદલે ૩૦મી નવેમ્બરે યોજાશે.

શરથ કમલે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં શાનદાર દેખાવ કરતાં ત્રણ ગોલ્ડ સહિત કુલ મળીને ચાર મેડલ્સ જીત્યા હતા. શરથે ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું કે, મને અપેક્ષા હતી જ. જોકે મને એકલાને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે, તે બાબત આશ્ચર્યજનક રહી. અર્જુન એવોર્ડ માટે પસંદ થયેલા ખેલાડીઓમાં કોમનવેલ્થ ગેેમ્સના ગોલ્ડ મેડાલીસ્ટ એલ્ડોન પોલ, અવિનાશ સાબળે, લક્ષ્ય સેન અને નીખત ઝરીન વગેરેનો સમાવેશ થયો હતો.

નવી પદ્ધતિથી એવોર્ડ વિજેતાની પસંદગી

ખેલ એવોર્ડ માટે પહેલીવાર ઓનલાઈન અને ખેલાડીઓ-કોચ તેમજ અન્યો તરફથી જાતે અરજી કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી. આ અરજીઓ બાદ સુપ્રીમ કોર્ટના નિવૃત્તિ જજ જસ્ટીસ એ.એમ. ખાનવિલકરની આગેવાની હેઠળની સમિતિએ એવોર્ડ વિજેતાની પસંદગી કરી હતી.

ખેલરત્ન એવોર્ડ : શરથ કમલ (ટેબલ ટેનિસ)

અર્જુન એવોર્ડ : સીમા પુનિયા (એથ્લેટિક્સ), એલ્ડોસ પોલ (એથ્લેટિક્સ) , અવિનાશ સાબળે (એથ્લેટિક્સ), લક્ષ્ય સેન (બેડમિંટન), એચએસ પ્રનોય (બેડમિટંન), અમિત પંઘાલ (બોક્સિગ), નીખત ઝરીન (બોક્સિગ), ભક્તિ કુલકર્ણી (ચેસ), આર. પ્રજ્ઞાાનાનંદ (ચેસ), દીપ એક્કા ગ્રેસ (હોકી), સુશીલા દેવી (જુડો), સાક્ષી કુમારી (કબડ્ડી), નયન મૌની સૈકિયા (લોન બોલ્સ), સાગર ઓવ્હાલ્કર (મલખંભ), ઈલાવેનિલ વાલારિવન (શૂટિંગ), ઓમપ્રકાશ મિઠારવાલ (શૂટિંગ), શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ), વિકાસ ઠાકુર (વેઈટલિફ્ટિંગ), અંશુ (કુસ્તી), સરિતા (કુસ્તી), પ્રવીણ (વુશુ), માનસી જોશી (પેરા બેડમિંટન), તરૃણ ધિલ્લોન (પેરા બેડમિંટન), સ્વપ્નીલ પાટિલ (પેરા સ્વિમિંગ), જાર્લીન એનિકા (ડેફ બેડમિંટન).

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.