મની લોન્ડરિંગના કેસમાં જેક્લીનને જામીન મળ્યા
અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસને કોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જેક્લીનની જામીન અરજીને મંજૂર કરી દેવામાં આવી છે. જેક્લીન પર ૨૦૦ કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.
સુકેશ ચંદ્રશેખરની સાથે ઠગાઇના કેસમાં જેક્લીન ફર્નાન્ડીસને જામીન આપવામાં આવ્યા છે. અત્યાર સુધી અભિનેત્રી વચગાળાના જામીન પર હતી, જોકે આ દરમિયાન તેણે કાયમી જામીનની પણ માગણી કોર્ટમા ંકરી હતી. કોર્ટે કાયમી જામીનની અરજીનો સ્વિકાર કરી લીધો છે. દરમિયાન કોર્ટમાં ઇડીએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સાથે દાવો કર્યો હતો કે જો જેક્લીનને આ રીતે છોડી દેવામાં આવશે તો તે પુરાવાની સાથે છેડછાડ કરી શકે છે.
ઇડીએ એવો પણ દાવો કર્યો હતો કે જેક્લીન વિદેશ પણ ભાગી શકે છે, જ્યારે જેક્લીનના વકીલે કહ્યું હતું કે જેક્લીન આ સમગ્ર મામલાની તપાસમાં એજન્સીનેપુરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે. આ દરમિયાન જેક્લીને એવો પણ દાવો કર્યો હતો કે ઇડી દ્વારા મને પરેશાન કરવામાં આવે છે. જોકે જામીન તો મંજૂર કર્યા છે પણ સાથે શરત મુકી છે કે જો વિદેશ જવું હોય તો જેક્લીને કોર્ટમાંથી અનુમતી લેવાની રહેશે. થોડા દિવસ માટે અનુમતી સાથે વિદેશ જઇ શકે છે પણ તે હંમેશા માટે ભારત છોડી નહીં શકે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button