કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ખડગે,રાહુલ, કન્હૈયા…
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. હવે તમામ પાર્ટીઓ ચૂંટણીના પ્રચારમાં લાગી ગઈ છે. એવામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં અનેક મોટા નેતાઓના નામ સામેલ છે.
કોંગ્રેસે ગુજરાત ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપી દીધી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 40 નેતાઓના નામ સામેલ છે.
આ સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, સચિન પાયલોટ, જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારને પણ ગુજરાત ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યાં છે.
અગાઉ ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપી દીધી છે.
ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ મુખ્ય મુકાબલો થતો આવ્યો છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. જેના કારણે ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા સેવાઈ રહી છે.
ગુજરાતમાં સત્તાના સિંહાસન પર રહેલી ભાજપ આ વખતે કોઈ પણ ભોગે ચૂંટણી જીતીને રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે કોંગ્રેસ માટે પોતાની આબરું સાચવવા માટે આ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવું આવશ્યક મનાઈ રહ્યું છે. ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકો પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે અન્ય 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button