ભાજપ-કોંગ્રેસ-આપ, ત્રણેયના સક્ષમ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

આમ આદમી પાર્ટીએ રાજ્યના અનેક ઉમેદવારોના નામો જાહેર કર્યા પણ પોતાના મુખ્યમંત્રીના ચહેરા માટે કોઈ રાજ્યમાં સલામત બેઠક ત્વરિત નજરે પડી ન્હોતી. ત્રણ-ચાર દિવસ પહેલા દ્વારકા બેઠકની વાત વહેતી કર્યા બાદ ત્યાં જીતવું મૂશ્કેલ જણાતા અંતે ઈસુદાન ગઢવીને ખંભાળિયામાં ઉમેદવાર ઘોષિત કરાયા છે. ખંબાળિયામાં તેઓ ભાજપના મુળુભાઈ બેરા અને કોંગ્રેસના વિક્રમ માડમ બન્ને મજબૂત ઉમદેવાર સામે લડશે જે કારણે આ બેઠક પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર પડશે.આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારે શક્તિ પ્રદર્શન કરાયું હતું.

આપના ઉમેદવારનું નામ મોડુ જાહેર કરવા પાછળ મળતી વિગતો મૂજબ કોંગ્રેસ અને ભાજપે દ્વારકા અને ખંભાળિયામાં એક-એક ઉમેદવારનું નામ બાકી રાખ્યું હોય તેમાં બન્ને પક્ષો ઈસુદાન સામે એવો ઉમેદવાર મુકે જે તેમના મત કાપીને આપને હરાવે તેમ આમ આદમી પાર્ટી માનતી હતી. આ ભીતિથી ઈસુદાનનું નામ જાહેર કરાયુ ન્હોતું. બાદમાં દ્વારકામાં જે ઉમેદવારો મુકાયા તેમાં પક્ષને જીત મૂશ્કેલ જણાતા અંતે ખંભાળિયા પર પસંદગી ઉતારાઈ છે. આમ, ખુદ મુખ્યમંત્રીના ચહેરા માટે પણ પક્ષને સરળ જીતની આશા ન્હોતી.

બીજી તરફ, ખંભાળિયાથી અહેવાલ મૂજબ ખંભાળિયા બેઠક પર  માડમ-બેરા જેવા ભાજપ-કોંગ્રેસના મજબૂત ઉમેદવારો 20  વર્ષ બાદ ફરી એક વખત આમને સામને આવ્યા છે. વિગત એવી છે કે ઈ. 2002માં ભાણવડ વિધાનસભા બેઠક અલગ હતી ત્યારે આ બન્ને વચ્ચેના જંગમાં વિક્રમભાઈને 38,323 અને મુળુભાઈને 36462 મત મળ્યા હતા, અર્થાત્ માત્ર 1861ની નજીવી લીડથી ત્યારે કોંગ્રેસમાં રહેલા માડમ જીત્યા હતા. બાદમાં માડમ સાંસદ બનતા મુળુભાઈ ત્યાંથી 2007 માં જીત્યા હતા અને મંત્રી બન્યા હતા. ભાજપના હાલના સાંસદ પુનમબેન માડમ પણ ખંભાળિયા ધારાસભા બેઠક પર ચૂંટણી લડયા અને 39,000 મતે જીત્યા હતા. એકંદરે આ બેઠક કોઈનો ગઢ રહ્યો નથી અને હવે વીસ વર્ષ પછી બે મોટામાથા ચૂંટણી લડી રહ્યા છે તેમાં આપનો મુખ્યમંત્રી ચહેરો પણ ચૂંટણી લડશે ત્યારે કોણ કોના મત કાપશે તેના પર નજર મંડાઈ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.