વધી રહેલી વસ્તીની માગ, ભારતે દર વર્ષે ડૉલર 55 બિલિયન ઈન્ફ્રા.માં રોકવા પડશે
વર્લ્ડ બેન્કનો તાજેતરનો અહેવાલ જણાવે છે કે વધી રહેલી શહેરી વસ્તીની માગને પહોંચી વળવા ભારતે આગામી પંદર વર્ષમાં ડૉલર ૮૪૦ બિલિયનનું મૂડી રોકાણ કરવું પડશે. એટલે કે દર વર્ષે ડૉલર ૫૫ અબજ (બિલિયન)નું મૂડી રોકાણ ઈન્ફ્રાસ્ટ્રકચર (પાયાનાં અર્થતંત્ર)માં કરવું પડશે.
વર્લ્ડ-બેન્કનો આ અહેવાલ એવે સમયે આવ્યો છે કે જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ‘પબ્લિક-પ્રાઈવેટ-પાર્ટનરશિપ’ (પી.પી.પી.)માં મૂડીરોકાણ ઘટી રહ્યું છે. આ મૂડીરોકાણમાં નાણાંકીય દ્રષ્ટિએ થયેલો ઘટાડો, મુળભુત રીતે તો કેન્દ્ર સરકાર, રાજ્ય-સરકારો તથા અર્બન-લોકલ બોડીઝ દ્વારા વડાપ્રધાનની ‘સ્માર્ટ-સીટીઝ’ યોજના તથા ‘પ્રધાન-મંત્રી-આવાસ-યોજના’ (પી.એમ.એ.વાય.) જેવી ‘ફ્લેગ-શિપ’ યોજનાઓના પણ થતાં ધીમા અમલીકરણને લીધે થયો છે.
”ફાયનાન્સિંગ ઈંડીયાઝ ઈન્ફ્રાસ્ટ્રકચર નીડઝ ઃ કન્સ્ટ્રેઈન્સ ટુ કોમર્શિયલ ફાયનાન્સિંગ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર પોલીસી એકશન” શિર્ષક ધરાવતા આ રીપોર્ટમાં પ્રાઈવેટ અને કોમર્શિયલ ઈન્વેસ્ટમેન્ટ ગેપ્સ ઃ તત્કાળ પુરવા ઉપર ભાર મુકાયો છે.
ટેરીફસ્ અને સર્વિસ ચાર્જીસ જરૂરી સ્તર કરતાં નીચા રાખવાને લીધે રેવન્યુ ઘટી રહી છે. સાથે (ધીરાણોની) ઓછી રીકવરીને લીધે નાણાંકીય ‘સ્થિરતા’ પણ ઘટી છે. તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારો અને અર્બન લોકલ-બોડીઝ (યુ.એલ.બી.) દ્વારા પણ કેન્દ્રની મહત્વની યોજનાઓ જેવી કે ”સ્માર્ટ-સીટીઝ-મિશન” (એસ.સી.એમ.) તથા ”પ્રધાન-મંત્રી-આવાસ યોજના” (પી.એમ.એ.વાય.)નું અમલીકરણ પણ નાણાંકીય ખેંચને લીધે પૂરતા પ્રમાણમાં થયું નથી. તેમ પણ વર્લ્ડ બેન્કનો એ અહેવાલ જણાવે છે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button