સાગરી સીમાની સુરક્ષા માટે દેશવ્યાપી કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ
મુંબઈ પર ૨૬/૧૧ના રોજ દરિયાઈ માર્ગે ત્રાટકેલા આતકંવાદીઓના હુમલાનું પુનરાવર્તન ટાળવા તેમ જ સાગરી સીમા પર વધી રહેલા જોખમને ધ્યાનમાં લઈ કોઈ પણ પડકારને પહોંચી વળવાની સજ્જતા ચકાસવા આવતી કાલે (મંગળવાર) અને બુધવારે દેશવ્યાપી કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ સી-વિજિલ ૨૨ યોજાશે. નેવી-કોસ્ટગાર્ડ તરફથી યોજાનારી આ મોટામાં મોટી સાગરી કવાયતમાં દરિયાકાંઠો ધરાવતા મહારાષ્ટ્ર સહિતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ભાગ લેશે.
સી-વિજિલ એક્સરસાઇઝ દેશના ૭૫૧૬ કિલોમીટરના કાંઠાળ વિસ્તારમાં યોજાશે. દરિયાઈ માર્ગે ચાલતા વેપાર, બોમ્બે-હાઇ સહિત દેશના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા તેલના શારકામ સહિતના વ્યાપારી હિતોની હિફાઝત માચે તેમ જ દુશ્મન દેશો તરફથી કોઈ અડપલા કરવામાં આવે તો તેનો જડબાતોડ જવાબ આપી શકાય એ માટેની નૌકાદળની સજ્જતા ચકાસવામાં આવશે. આ સાથે જ દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરીને નાથવા માટે આખું વર્ષ કઈ રીતે તટરક્ષક દળ તરફથી કામગીરી બજાવવામાં આવે છે તેની પણ ઝાંખી કરાવવામાં આવશે. નેવી અને કોસ્ટગાર્ડ ઉપરાંત મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીઓ, કસ્ટમ્સ તેમ જ પેટ્રોલિયમ, પોર્ટ્સ-શિપિંગ અને ગૃહ ખાતા સહિતના મંત્રાલયો પણ આ સાગરી કવાયતમાં સામેલ થશે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button