રૂપિયા સામે પાઉન્ડ, યુરો તથા યુઆનમાં પણ તીવ્ર ઉછાળો

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી પ્રત્યાઘાતી  ઝડપી ઉછલી રૂ.૮૧ની  સપાટી પાર કરી ગયા હતા.  ડોલરના  ભાવ રૂ.૮૦.૮૧  વાલા શનિવારે બંધ  બજારે નીચામાં  રૂ.૮૦.૪૫  થયા હતા  તે આજે સત્તાવાર સવારે રૂ.૮૦.૫૨  ખુલી  નીચામાં ભાવ રૂ.૮૦.૫૧  થયા પછી  ડોલરના ભાવ ફરી ઉછળી  રૂ.૮૧ની સપાટી  કુદાવી  રૂ.૮૧.૨૮ થઈ રૂ.૮૧.૨૬ રહ્યા હતા.

રૂપિયા સામે પાઉન્ડ, યુરો તથા યુઆનમાં પણ તીવ્ર ઉછાળો ડોલર ઈન્ડેક્સ ઉંચકાઈ ૧૦૭ની સપાટી પાર કરી ગયો

 

રૂપિયો આજે  વધતો અટકી ૪૫ પૈસા તૂટયો હતો જ્યારે  ડોલરના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા.  શેરબજારમાં પીછેહટની  અસર કરન્સી બજારમાં રૂપિયા પર દેખાઈ  હતી. વિશ્વ બજારમાં  વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે  ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચા મથાળેથી  ૦.૫૭ ટકા  ઉંચકાયાના નિર્દેશો હતા. ડોલરનો  વૈશ્વિક ઈન્ડેક્સ આજે  ઉંચામાં  ૧૦૭ પાર કરી ૧૦૭.૦૧ થઈ ૧૦૬.૯૦  રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ કરન્સી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ડોલરમાં આજે આરંભથી જ  નીચા મથાળે  લેવાલી વ્યાપક વધી હતી. ડોલરમાં નીચામાં રૂ.૮૦.૫૦ના મથાળે  ખરીદવાનું  આકર્ષણ વધ્યું છે. ડોલરમાં આજે  નીચા મથાળે સટોડિયાઓ પણ લેવાલ રહ્યા હતા.

રૂપિયો  ગયા સપ્તાહમાં આશરે બે ટકા ઉંચકાયા પછી  આજે ફરી ગબડતો જોવા મળ્યો હતો.  આજે  રૂપિયા સામે  ચીનની કરન્સી ૧.૦૯  ટકા ઉછળી હોવાનું સૂત્રોએ જણાવ્યું  હતું.

દરમિયાન,  રૂપિયા સામે આજે  બ્રિટીશ પાઉન્ડના  ભાવ ૯૦ પૈસા ઉછળ્યા હતા.  પાઉન્ડના ભાવ  વધી ઉંચામાં  રૂ.૯૫.૯૯ થઈ રૂ.૯૫.૮૮ રહ્યા હતા.  યુરોપીયન કરન્સી યુરોના ભાવ  પણ આજે  રૂપિયા સામે  ૮૦ પૈસા  ઉછળ્યા હતા.  યુરોના ભાવ ઉંચામાં  રૂ.૮૩.૯૯ થઈ રૂ.૮૩.૮૦ રહ્યા હતા.

સામે  ડોલર, પાઉન્ડ  તથા યુરો વિ. વિવિધ પ્રમુખ  કરન્સીઓ સામે આજે  રૂપિયો ગબડયો હતો. દરમિયાન, જાપાનની કરન્સી પણ આજે  રૂપિયા સામે  મક્કમ જળવાઈ રહી હતી.

ફોરેક્સ રેટ (રૂપિયામાં)

ડોલર

+ ૪૫  પૈસા

૮૧.૨૬

પાઉન્ડ

+ ૯૦ પૈસા

૯૫.૮૮

યુરો

+ ૮૦ પૈસા

૮૩.૮૦

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.