ત્ર્યંબકેશ્વર મંદિરમાં સશુલ્ક દર્શન ફરજિયાત નથી: હાઇકોર્ટ
ત્ર્યંબે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મંડળે શરૃ કરેલ સશુલ્ક દર્શનનો લાભ લેવોકે નહીં તે ભક્તો પર અવલંબે છે. મંદિર ટ્રસ્ટ બોર્ડેનો આ નિર્ણય ફરજિયાત નથી તેવું મહત્વપૂર્ણ નિરીક્ષણ સોમવારે બોમ્બે હાઇકોર્ટે કર્યું હતું. આ સાથે જ આ પ્રકરણે દાદ માગનાર યાચિકા કર્તાને કોઇ તત્કાલિક રાહત આપી નહોતી. કોર્ટે યાચિકા કર્તાને આગામી સુનાવણીમાં પોતાની બાજુ યોગ્ય અને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો નિર્દેશ કર્યો હતો.
નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવેલ જ્યોતિલિંગ દેશમાં આવેલ ૧૨ જ્યોતિલિંગમાંથી એક છે. આ મંદિરના દર્શન કરવા લાખો ભક્તો દેશના ખૂણે-ખૂણેથી આવે છે. છેલ્લા થોડા સમયથી મંદિરના ટ્રસ્ટ બોર્ડે ઇચ્છુક ભાવિકોને ઝડપથી અને સમીપેથી દર્શન થઇ શકે તે માટે સશુલ્ક દર્શનની વ્યવસ્થા શરૃ કરી છે. આ વ્યવસ્થા હેઠળ ભક્ત દીઠ ૨૦૦ રૃપિયા વસૂલવામાં આવે છે. ટ્રસ્ટ બોર્ડે શરૃ કરેલ આ વ્યવસ્થાનો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
મંદિર ટ્રસ્ટના એક ભૂતપૂર્વ ટ્રસ્ટી લલિતા શિંદેએ આ પ્રકરણે હાઇકોર્ટમાં એક યાચિકા દાખલ કરી ભક્તોને મફત દર્શન થઇ શકે તેવી માગણી કરી હતી. આ પાર્શ્વભૂમિમાં હાઇકોર્ટે આજે નિર્ણય આપ્યો હતો. હાઇકોર્ટે નોધ્યું હતું કે સશુલ્ક દર્શનની વ્યવસ્થાનો કાયદેસર અધિકાર નથી એવું ક્યાં લખ્યું છે ? તેમજ મંદિર પ્રશાસન દરેક ભક્ત પાસેથી આ શુલ્ક વસૂલતું નથી. આ શુલ્કની રકમ ફક્ત ઇચ્છુક લોકો પાસેથી જ વસૂલવામાં આવે છે. તેથી સશુલ્ક દર્શનનો નિર્ણય ભક્તો સાથે ભેદભાવ કરતો અને ભક્તોની લૂંટ કરનારો હોવાનું કઇ રીતે કહી શકાય તે અમને યોગ્ય અને સ્પષ્ટ રીતે સમજાવો તેવું અરજદારને જણાવી આગામી સુનાવણી ૩૦ નવેમ્બરે કરવામાં આવશે તેવું સ્પષ્ટ કર્યું હતું.
યાચિકા કરનાર લલિતા શિંદેએ એવો દાવો કર્યો હતો કે ત્ર્યંબકેશ્વર મંદિર પૂરાતન મંદિર હોઇ સશુલ્ક દર્શનનો નિર્ણય ચેરિટી કમિશ્નર અને પુરાતત્વ વિભાગની પરવાનગી બાદ જ લઇ શકાય છે. જો કે યાચિકા કર્તા ના આ પ્રશ્ન બાબતે જસ્ટીસ એસ.વી. ગંગાપુરવાલા અને જસ્ટીસ એસ.જી. ડીગેની બેન્ચે યાચિકાકર્તાને જણાવ્યું હતું કે તો તમે ચેરિટી કમિશ્નર પાસે દાદ શા માટે માગતા નથી ?
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button