આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
આજે આપણે અશ્મરી રોગ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ. ”પથરી”ને આયુર્વેદમાં ”અશ્મરી” નામથી ઓળખવામાં આવે છે.
જે વ્યક્તિઓને પથરી થાય છે તેઓમાં અમુક ખાસ લક્ષણો જોવા મળે છે જેમાં,
– જે લોકો પથરી થવાની શક્યતાવાળા વિસ્તારમાં રહ્યા હોય અથવા હજુ પણ રહેતા હોય જેમ કે, પંજાબ, રાજસ્થાન, કચ્છ આ પ્રદેશમાં રહેવાવાળા લોકોને આ રોગનો સામનો સવિશેષ કરવો પડે છે.
– જેમનાં પરિવારમાં વારસાગત પથરીની બિમારી હોય.
– જેઓ પ્રવાહી પીણાં ઓછાં પ્રમાણમાં લેતા હોય.
– જે વ્યક્તિઓ ૩૦ થી ૫૦ વયની વચ્ચેના હોય.
– જે લોકો દૂધ, મિઠાઈ જેવી કેલ્શિયમ વધુ ધરાવતી ચીજો વધુ પ્રમાણમાં ખાતા હોય.
– જેમને પાછલા મહિનાઓમાં પેશાબમાં ચેપ થયેલો હોય.
– જે વ્યક્તિઓ દિવસમાં ૧૫ ગ્લાસથી ઓછું પાણી પીતા હોય.
– જે લોકો ચોકલેટ, સીંગ, ચા, ઠંડાપીણા વગેરેનો વધુ ઉપયોગ કરતા હોય.
ઉપરોક્ત લક્ષણોવાળા વ્યક્તિઓમાં પથરી થવાનું જોખમ સામાન્ય માણસ કરતા વધી જાય છે. હવે પથરી કયા અંગમાં વધુ થાય છે, તે વિશે જાણકારી મેળવીએ તો, કિડની શરીરમાં કમરની નીચે કરોડની બંને બાજુ ચોળા જેવા જાંબલી-ભૂખરા રંગની હોય છે, જેનું કદ આપણી મુઠી જેવડું હોય છે. શરીરમાં તો કચરો ગાળવાનું કામ કરે છે.
ઘણાં રસાયણો કિડનીમાં વધુ પ્રમાણમાં જમા થાય તો તેમાંથી પથરી બને છે જેનું કદ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. આ પથરી કિડનીમાં જ રહે છે અથવા તો પેશાબનાં માર્ગમાં ફરતી રહે છે. પથરી થવાનાં કારણો ઘણા જુદા-જુદા પણ હોઈ શકે છે, જેમાં
– શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી જવું, જો સામાન્ય રીતે ”ડીહાઈડ્રેશન” તરીકે ઓળખાય છે. જેમાં પેશાબ ઘટ થઇ જાય છે, જેને લીધે તેમાં રહેલાં રાસાયણીક તત્વો છુટા પડીને પથરીનાં ક્ષારો બનાવે છે.
ઘણાં આહારમા ચોક્કસ રાસાયાણિક જેવા તત્ત્વોનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. જો ચોક્કસ સંજોગોમાં પથરીમાં રૂપાંતર પામે છે. કિડનીમાં ”ઇન્ફેક્શન” થવાથી પણ ઘણા રાસાયણિક તત્ત્વો ઘટ્ટ પ્રમાણમાં ભેગા થવાથી પથરી બનાવે છે. મુત્રનળીની અસામાન્ય રચનાના લીધે પેશાબ પસાર થવામાં અવરોધ ઊભા થાય છે અને જમા થયેલાં પેશાબમાંથી પથરી બને છે. પથરી રેતીનાં નાના કણથી લઇ ઇંડાનાં કદ સુધીની હોઈ શકે છે. ઘણી નાની પથરી કુદરતી રીતે જ પેશાબ મારફતે નીકળી જાય છે. મધ્યમ કદની પથરી હોય તો તેને ખાસ ઉપકરણથી ભૂકો કરીને દૂર કરવી પડે છે પરંતુ ખૂબ મોટી પથરી દૂર કરવા શસ્ત્રક્રિયા જરૂરી બની શકે છે. સુંવાળી અને ગોળાકાર પથરી જો કદમાં નાની હોય તો કુદરતી પેશાબ વાટે બહાર નીકળી જાય છે, પરંતુ જે પથરી ખરબચડી, અણીદાર કે ધારવાળી હોય છે તે કિડની અથવા મૂત્રનળીમાં જ રહે છે તે મોટી હોવાથી કુદરતી રીતે બહાર નીકળતી નથી. તેને માટે શસ્ત્રક્રિયા જરૂરી છે. આમ પથરીનું કદ-આકાર જાણ્યા પછી થી નક્કી કરી શકાય કે તે કુદરતી રીતે નીકળશે કે તેનાં માટે બીજી રીત અજમાવવી પડશે. આ પથરી એક કરતાં વધુ રાસાયણિક તત્વોમાંથી બને છે જેની તપાસ કર્યા બાદ સારવારની પધ્ધતિ નક્કી કરી શકાય છે.
– પથરી કિડની કેલિક્સમાં બનીને તેની જાતે જ આગળ વધે છે, અથવા તો મૂત્રનળીમાં રહીને વધે છે.
– ઘણીવાર પથરી કિડની થી પેઢામાં ફરે છે. જ્યાં તેનું કદ વધતા પેશાબ પસાર થવાનાં માર્ગમાં અવરોધ ઉભા કરે છે. પરિણામે સોજા આવવા, તીવ્ર દુ:ખાવો થવો અથવા ચેપ લાગે છે.
– ૭ મી.મી. થી નાની પથરી મૂત્રનળીમાં આવીને પેશાબ ને રોકે છે જેને લીધે દુ:ખાવો થાય છે. પેશાબમાં લોહી આવે છે, અથવા બળતરા થાય છે.
– જો પેશાબમાં લોહી જતું હોય તો તે પથરી હોવાની શક્યતાની નિશાની છે. પરુ હોય તો ચેપ અથવા પથરીનાં લીધે ચેપ હોવાની શક્યતા છે.
* પથરીની સારવાર :-
પથરી કુદરતી રીતે જો ન નીકળે તો બને તેટલું વધારે પાણી પીઓ જેના લીધે વધુ પેશાબની સાથે પથરી પણ નીકળી જશે. દિવસમાં ઓછામાં ઓછા ૧૨ ગ્લાસ પાણી પીઓ અને દરેક વખતે પેશાબને ગાળીને તપાસો. જો તેમાં પથરી દેખાય તો નિષ્ણાંતની સલાહ લો.
અશ્મરીહર ક્વાથ, ગોક્ષુર ચૂર્ણ વગેરે જેવી આયુર્વેદીક દવાઓ નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ લેવાથી પણ આ રોગમાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button