વઢવાણમાં જિજ્ઞા પંડ્યાના સ્થાને સથવારા સમાજના જગદીશ મકવાણાને ટિકિટ, ભાજપને 11 વિધાનસભા સીટ પર થઈ શકે છે ફાયદો

ભાજપે વઢવાણ બેઠક પરથી સથવારા સમાજના ઉમેદવાર જગદીશ મકવાણાને ટિકિટની ફાળવણી કરી છે. જગદીશ મકવાણાને ટિકિટ મળતા ભાજપને 11 વિધાનસભા સીટ પર તેનો સીધો ફાયદો થશે. અગાઉ ભાજપે વઢવાણ સીટ પર જિજ્ઞા પંડ્યાને ટિકિટ આપી હતી.

જો કે, ભાજપે સુરતની ચોર્યાસી સીટ પર સંદીપ દેસાઈને ટિકિટ આપતા જિજ્ઞા પંડ્યાની ટિકિટ કપાઈ હતી અને જગદીશ મકવાણાને ટિકિટ મળી હતી. જિજ્ઞા પંડ્યા અને સંદીપ દેસાઈ અનામિકા બ્રાહ્મણ છે. જેથી જ્ઞાતિ સમીકરણ ગોઠવવા ભાજપે ટિકિટ વહેંચણીમાં બદલાવ કરવો પડ્યો હતો.

જગદીશ મકવાણા 11 વિધાનસભા સીટ પર ફાયદો કરાવશે
જગદીશ મકવાણા સથવારા સમાજમાંથી આવે છે. આગાઉ સથવારા સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને ટિકિટની માગણી પણ કરી હતી. જો કે, ભાજપે પ્રથમ યાદીમાં સથવારા સમાજના ઉમેદવારને ટિકિટ આપી ન હતી. પરંતુ હાલની સ્થિતિએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરી છે તેને જોતા ભાજપે જ્ઞાતિ સમીકરણો આધીન દલવાડી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે.

11 વિધાનસભા સીટ પર દલવાડી સમાજના મતદારો
જામખંભાળિયા, જામનગર ગ્રામ્ય, લીમડી, બોટાદ, દ્વારકા, મોરબી, હળવદ, વઢવાણ, ધ્રાંગધ્રા, જામજોધપુર વિધાનસભા સીટ પર સથવારા સમાજના મતદારો છે. દરેક વિધાનસભા સીટ પર 5 હજારથી માંડીને 20 હજાર સીધા મતો સથવારા સમાજના છે. આથી ભાજપે એક ઉમેદવારને ટિકિટ આપીને 11 વિધાનસભા સીટ પર ફાયદો મેળવવાનું આયોજન કર્યું છે.

સથવારા સમાજના ઉમેદવારને ટિકિટ મળવાથી હાલ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને કેટલો ફાયદો થાય છે તે જોવાનું રહ્યું. પરંતુ જગદીશ મકવાણા માટે ભાજપે પોતાની યાદીમાં સુધારો કર્યો તેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.

વઢવાણ બેઠકની રસપ્રદ વિગત
વઢવાણ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 62મા નંબરની બેઠક છે. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. વઢવાણ ત્રાંબા પિત્તળ, કાંસાના વાસણો બનાવવા માટે જાણીતું છે.

કવિ દલપતરામ, ન્હાનાલાલ કવિ, મનુભાઈ પંચોળી સહિતના લેખકોનું વતન વઢવાણ છે. 1990થી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1990માં ભાજપના રણજીતસિંહ ઝાલાએ કોંગ્રેસના જશુભાઈ ભદ્રેશીવાળાને હરાવીને ભાજપનો વિજયપથ આ બેઠક પર નક્કી કર્યો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.