પરાણે ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટ ગંભીર, કહ્યું- રાષ્ટ્ર સુરક્ષા તેમજ ધર્મની સ્વતંત્રતા પર અસર પડે છે

સુપ્રીમ કોર્ટે સોમવારે પરાણે કરવામાં આવતા ધર્મ પરિવર્તનના મામલાને ગંભીર ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે પરાણે કોઈનો ધર્મ પરાણે બદલાવવો ચિંતાનો વિષય છે, જે દેશની સુરક્ષાની સાથે ધાર્મિક સ્વતંત્રતાને પ્રભાવિત કરે છે. પરાણે ધર્મ પરિવર્તનના મુદ્દાને ગંભીર ગણાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રને કહ્યું કે આ કેસમાં દરમિયાનગીરી કરે અને આવી પ્રવૃતિઓ રોકવાના શક્યા તેટલા પ્રયાસ કરે. સાથે જ સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે પ્રકારની પ્રવૃતિને અટકાવવામાં ન આવી તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

જસ્ટિસ એમઆર શાહ અને હિમા કોહલીની બેંચે સોલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે આ પ્રકારના પ્રલોભનથી કરવામાં આવતી પ્રવૃતિને ખતમ કરવા માટે પગલાં ઉઠાવવામાં આવે. કોર્ટે કહ્યું આ ઘણો જ ગંભીર મુદ્દો છે. મહત્વપૂર્ણ છે કે ઉચ્ચ અદાલતે પૂજા સ્થળ અધિનિયમ 1991ની કેટલીક જોગવાઈને પડકારનારી અરજી પર પણ સુનાવણી થઈ. કોર્ટે કેન્દ્રને જવાબ માટે સમય આપ્યો છે. હવે મામલાની સુનાવણી જાન્યુઆરીમાં કરવામાં આવશે.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.