કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરતસિંહ સોલંકીનો વિરોધ, પૈસાના જોરે ટિકિટ વેચવાનો આરોપ
ગુજરાતમાં જ્યારથી કોંગ્રેસે ઉમેદવારોને ટિકિટ ફાળવી છે ત્યારથી કકળાટ શરૂ થયો છે. ગઇકાલે જાહેર કરવામાં આવેલ યાદીમાં જમાલપુર-ખાડિયાથી કોંગ્રેસે ઈમરાન ખેડાવાલાને રિપિટ કરતાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પહોંચી તોડફોડ કરી હતી.
અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ આક્રમક દેખાવ કર્યો હતો. તેમણે ભરતસિંહ સોલંકી પર પૈસાના જોરે ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત ભરતસિંહની નેમ પ્લેટની તોડફોડ કરવામાં આવી હતી અને દીવાલ પર પણ અપશબ્દો લખવામાં આવ્યા હતા. ભરતસિંહ વિરોધી નારા પણ લગાવ્યા હતા. ભરતસિંહ પર 50 કરોડ લીધા હોવાનો આક્ષેપ કરાયો હતો.
કાર્યકરો જમાલપુર બેઠકની ટિકિટ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને મળતા નારાજ થયા હતા અને કાર્યાલય ખાતે ધસી આવ્યા હતા. ટોળા સ્વરૂપે ધસી આવેલા કાર્યકરોએ ભરતસિંહ સોલંકીનો નામજોગ વિરોધ કરતા આક્ષેપ કર્યો હતો કે, ભરતસિંહ સોલંકીએ રૂપિયા લઈને ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપી છે. આ સાથે જ ઈમરાન ખેડાવાલા બિલ્ડરો સાથે મળેલા અને રૂપિયાના વહિવટ કરતા હોવાના આક્ષેપ પણ ઘસી આવેલા કાર્યકરોએ કર્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button