હિન્દુજા બંધુઓ વચ્ચે સમાધાન ફેમિલી બિઝનેસ ટુ ફેમિલી ડ્રામા

કોર્પોરેટ જગતમાં હિન્દુજા બંધુઓ વચ્ચે થયેલું સમાધાન ટોકિંગ પોઇંન્ટ સમાન છે. બ્રિટનનું પૈસાદાર ફેમિલી અને એંગ્લો ઇન્ડિયન બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા હિન્દુજા બંધુઓ ૧૪ અબજ ડોલરની સંપત્તિ માટે કોર્ટે ચઢ્યા હતા. લંડન, જીનીવા અને મુબઇ ખાતે પોતાના સંયુક્ત કુટુંબના રેસીડેન્સ ધરાવનાર અને ભાણા ભત્રીજાઓથી કિલ્લોલ કરતું કુટુંબ ધરાવનાર વચ્ચે એવી અંટસ પડીગઇ કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. સંયુક્ત મિલ્કતમાં મારી-તારી થાય છે ત્યારે વિવાદ થાય છે. જોકે તાજેતરમાં હિન્દુજા બંધુઓએ ટેમ્પરરી સમાધાન કર્યું છે અને કોર્ટને પણ તે બાબતે જણાવી દીધું છે.

ભારતની અનેક કોર્પોરેટ કંપનીઓમાં કૌટુંબીક વિવાદો થતા આવ્યા છે અને મામલા કોર્ટ સુધી પહોંચ્યા છે. કેટલીક કંપનીઓ પોતાના આંતરીક કૌટુંબિક વિવાદો બહાર નથી આવવા દેતા અને કૂંડલીમાં ગોળ ભાંગીને સબ સલામત હોવાનું જાહેર કરી દે છે. આવા કેસોમાં વકિલો કમાય છે અને ફેમિલી બિઝનેસ લોકો માટે ફેેમિલી ડ્રામા બની જતો હોય છે.

જેમને સમાધાન થયું છે તે નાની સૂની પાર્ટી નથી. હિન્દુજા બંધુઓની ૪૦ દેશોમાં બ્રાન્ચ છે અને તેમાં દોઢ લાખ કર્મચારીઓ કામ કરે છે. ભારતમાં સૌથી મોટી પ્રાઇવેટ બેંકથી માંડીને અશોક લેલેન્ડ સુધીના તેમના બિઝનેસ છે. બે ભાઇઓ મિલ્કત માટે લડે તે તો સમજાય એવી વાત છેે પરંતુ પિતા પુત્ર પણ જંગે ચઢ્યા હોવાના દાખલા નોંધાયા છે.

મોટા અને નામાંકીત  ઉધ્યોગ ગૃહોમાં આર્થિક બાબતોના વિવાદના વાઇરસ ઘૂસી જતા હોય છે. કરોડો રૂપિયાનો ધંધો કરનાર બિઝનેસ મેન વ્યવહારીક અને  પરિપકવ ગણાય છે પરંતુ પૈસો તેના ગંદા હાથ લંબાવવાનું ચૂકતો નથી. ભારતમાં અંબાણી ટુ વાડીયા ફેમેલીમાં કૌટુંબીક ડખા જોવા મળ્યા છે. આ ડખા કોઇનાથી છૂપા નથી રહેતા. કેટલાક કિસ્સામાં કંપનીને ફટકો પડે છે તો કેટલાક કિસ્સામાં મને-કમને ભાગલા પડે છે.

ફોરટીસ કંપનીના બે ભાઇએા માલવિંદર સિંહ અને શિવિંદર સિંહ એક બીજાને એલસીએલટીમાં ખેંચી ગયા હતા. ફોરટીસ એ હોસ્પિટલ ચેઇન નેટવર્ક છે. તેની સાથે અનેક કંપનીઓ જોડાયેલી છે. શિવિંદર સિંહે કંપનીઓમાં ચાલતી ગેરરીતી સામે કોર્ટના દ્રાર ખખડાવ્યા હતા.

રેનબેક્સી એક સમયની બહુ જાણીતી કંપની હતી.૧૯૮૦ના દાયકામાં ભાઇ મોહન સિંહે તેમના ત્રણ પુત્રોમાં કંપની વહેંચી દીધી હતી. રેનબેક્સી તેમના ભાઇ પરવિંદર પાસે આવી હતી. પરવિંદરના બે સંતાનેા વહિવટી બાબતો માટે લડી પડયા હતા.

રિલાયન્સના ફાઉન્ડર ધીરૂભાઇ અંબાણીનું જ્યારે જુલાઇ ૨૦૦૨માં નિધન થયું ત્યારે તેમનો મોટો પુત્ર મુકેશ અંબાણી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનજીંગ ડિરેક્ટર બન્યા હતા જ્યારે બીજો પુત્ર અનિલ વાઇસ ચેરમેન બન્યો હતો. આ બંને ભાઇઓ વચ્ચેના વિવાદ બોર્ડ રૂમમાંથી લોકોની નજર સુધી પહોંચવા લાગ્યા હતા. વિવાદ લાંબો ચાલે તે પહેલાં તેમના માતા કોકિલા બેને ૨૦૦૬માં બંનેને ભાગ પાડી આપ્યા હતા.

મોટા ભારતની સૌથી મોટી લો ફર્મ અમરચંદ મંગલદાસ  એન્ડ સુરેશ શ્રોફ એન્ડ કંપનીમાં પણ બે ભાઇઓ સાયરીલ અને શાર્દૂલ ૨૦૧૫માં છૂટા પડયા હતા. આ ભાઇઓની માતાએ બંનેને સરખે ભાગે કંપની વહેંચી હતી છતાં બને કોર્ટે ચઢ્યા હતા.

નામાંકિત ઉધ્યોગપતિ વિજયપત સિંધાનિયા અને તેમનો પુત્ર તેમજ રેમન્ડના મેનેજીંગ ડિરેક્ટર ગૌતમ સિંધાનિયા પ્રોપર્ટીના વિવાદ માટે કોર્ટે ચઢ્યા હતા. ત્યારે ૨૦૦૭માં ચુકાદા અનુસાર વિજયપત સિંધાનિયા અને તેમના ભાઇની વિધવા પત્ની અને તેના બે બાળકોને જેકે હાઉસમાં ડુપ્લેક્સ ફાળવાયો હતો. જોકે ગૌતમ સિંધાનીયા આખો મામલો શેર હોલ્ડર્સ સમક્ષ લઇ ગયા હતા જ્યાં તેમની તરફેણમાં ચુકાદો આવ્યો હતો અને તેમના પિતા તેમજ તેમના ભાઇની વિધવાને ડુપ્લેક્સમાં રહેવાની મંજૂરી અપાઇ નહોતી.

કિર્લોસ્કર ફેમિલીમાં પણ મિલ્કત માટેના ઝઘડા જાહેરમાં થવા લાગ્યા હતા અને તેની વિગતો સમાચાર માધ્યમોમાં આવવા લાગી હતી. કુટુબના વડા એસઅલ કિર્લોસ્કરના નિધન બાદ બંને ભાઇ સંજય(૬૦) અને અતુલ(૬૧) તેમજ તેમના સંતાનો વચ્ચે વિવાદ શરૂ થયા હતા.

બહુ પ્રસિધ્ધ એવી  એપોલો ટાયર કંપની પર કન્ટ્રોલ માટે પિતા પુત્ર વચ્ચે વિવાદ થયો હતો. પુત્ર ઓનકાર અને પિતા રોનક સિંહ વચ્ચે વિવાદ થયો હતો. જાહેરમાં વિવાદોથી બદનામ થયા બાદ પુત્ર જીત્યો હતો. ૨૦૧૩માં આનકારનો ભાઇ  કંપની લો બોર્ડમાં ન્યાય મેળવવા ગયો હતો.

નંદા કુડુંબના વડા નંદા સિનિયરનું ૨૦૦૦ના વર્ષમાં જ્યારે નિધન થયું ત્યારે અનિલ નંદાએ કુટુંબથી અલગ થવાનું નક્કી કર્યું હતું. તેમનો વેપાર ઓટોમેેટીવ કમ્પોનન્ટ મેકરનો હતો. જ્યારે રાજન નંદાએ એસ્કોર્ટનો કેટલોક હિસ્સો વેચવા કાઢ્યો ત્યારે કુટુંબથી છૂટા થયેલા અનિલે સોદામાં ઝૂકાવ્યું હતું. ત્યારે વિવાદ થયો હતો.

કોર્પોરેટ સમુરાઇ તરીકે ઓળખાતા નસ્લી વાડીયાએ બોમ્બે ડાઇંગ વેચવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તે માટેની લડત આપવા તેમણે ટાટા તેમજ વર્ક યુનિયનોનો ટેકો લીધો હતો.

આતો ભારતના ટોચના બિઝનેસ ગૃહોની વાત થઇ પરંતુ નાના વેપારીઓ પાસે વધુ પૈસો નથી હોતો માટે ભાગલા પાડવાનો કે ઝઘડો કરવાનો વખત બહુ ઓછો આવે છે.

ફેમિલી બિઝનેસ જ્યારે ફેમિલી ડ્રામા બને છે ત્યારે જાહેરમાં બદનામ થાય છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.