બાઈડેને કંબોડિયામાં કિશિદા યેઓલ સાથે બેઠક
અમેરિકન પ્રમુખ જો બાઈડેન, જાપાન અને દક્ષિણ કોરિયાના નેતાઓ રવિવારે ઉત્તર કોરિયાના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોની ધમકી સામે એક થયા છે. કંબોડિયામાં પૂર્વીય એશિયા શિખર સંમેલન પ્રસંગે ત્રણેય દેશોના વડાઓએ એક સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની ધમકી સામે એકીકૃત અને સમન્વિત પ્રતિક્રિયાની શપથ લીધી હતી.
હિન્દ-પ્રશાંત મહાસાગરમાં ચીનના વધતા પ્રભુત્વથી ચીન અને જાપાન ચિંતિત છે તેવા સમયે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે પણ તાજેતરમાં જાપાન તરફ બેલિસ્ટિક મિસાઈલો છોડી તથા દક્ષિણ કોરિયાની સરહદે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. કંબોડિયામાં અમેરિકન પ્રમુખ બાઈડેન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને દક્ષિણ કોરિયન પ્રમુખ યૂં સુક યેઓલ વચ્ચે રવિવારે બેઠક યોજાઈ હતી. તેમની આ બેઠકનો મુખ્ય મુદ્દો પણ કિમ જોંગ ઉન કેન્દ્રિત હતો.
આ સિવાય પૂર્વીય એશિયા શિખર સંમેલનમાં બાઈડેન ચીની પ્રમુખ શી જિનપિંગને મળે તેવી પણ સંભાવના છે. બાઈડેને જાપાન અને દક્ષિણ કોરિયાના વડાઓ સાથે બેઠક પછી જણાવ્યું હતું કે, આપણે વાસ્તવિક પડકારોનો સામનો કરીએ છીએ, પરંતુ આપણા દેશ પહેલા કરતાં વધુ સંગઠિત છે. તેથી હું ત્રણેય દેશો વચ્ચે સહયોગ વધારવા આતુર છું. આ બેઠકમાં યુ અને કિશિદાએ ઉત્તર કોરિયાના આક્રમક દેખાવ અંગે પણ ચર્ચા કરી હતી. ઉત્તર કોરિયાએ ૧૦ દિવસ પહેલાં જ એક ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ સહિત એક ડઝનથી વધુ મિસાઈલો છોડી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button