ક્યાં અલવિરા મીર ને ક્યાં કમો, કોઈએ પરણાવી દીધા બોલો!! હવે થશે આ મજાકની સજા.
કોઠારીયાનો કમો આજે ગુજરાતના દરેક ઘરમાં જાણીતું નામ બની ગયો છે, લોકપ્રિય ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવીએ કમાનો હાથ શું પકડ્યો કમો રાતો રાત સ્ટાર બની ગયો, સોશિયલ મીડિયામા પણ તેના નામનું એકાઉન્ટ બન્યું અને તેના પણ લાખો લોકો ફોલો કરવા લાગી ગયા, જેના બાદ ગુજરાતમાં ઠેર ઠેર થતા ડાયરામાં પણ કમાની રોયલ એન્ટ્રી જોવા મળી હતી.
લગભગ મોટાભાગના ડાયરા કલાકારોના પ્રોગ્રામમાં કમાએ હાજરી આપી, આ ઉપરાંત નવરાત્રીમાં પણ કમાની બોલબાલા જોવા મળી હતી, ત્યારે થોડા સમયથી કમો ઓછો ચર્ચામાં રહેવા લાગ્યો હતો, પરંતુ હાલ થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કમાના લગ્ન થયા હોવાનું જોવા મળી રહ્યું છે. પરંતુ તેની પાછળની હકીકત સાવ જુદી છે.
જે જાણીને તમે પણ હેરાન રહી જશો. સૌથી પહેલા તમને આ વાયરલ વીડિયો વિશે જણાવીએ. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક હોલની બહાર ઢોલ નગારા વાગી રહ્યા છે, અને કમાભાઈ સાથે એક યુવતી હાર પહેરીને ઉભી છે. આ યુવતી બીજું કોઈ નથી પરંતું લોકપ્રિય ગાયિકા અલવીરા મીર છે. કમાએ શેરવાની પહેરી હતી તો અલવીરા મીર પણ પારંપરિક પોશાકમાં જોવા મળ્યા હતા. કમો પણ ઢોલના ધમકારે નાચવા લાગે છે અને કેટલાક લોકો વીડિયો પણ બનાવી રહ્યા છે.
આ વીડિયો શેર કરવાની સાથે જણાવવામાં આવ્યું હતું કે કમાભાઈના લગ્ન થઇ ગયા છે તો કેટલાક કમાભાઈની સગાઈ પણ થઇ હોવાનું જણાવી રહ્યા હતા. ત્યારે હવે આ મામલે ગાયિકા અલવીરા મીરે સ્પષ્ટતા કરી છે. ગુજ્જુરોક્સ સાથે વાતચીત દરમિયાન તેમને આ વીડિયોની સાચી હકીકત જણાવી એટલું જ નહિ તેમને પોતે પણ એક વીડિયો શેર કર્યો છે.
અલવીરા જણાવી રહ્યા છે કે “હું તમને એ જણાવવા માગું છું કે હમણાં વચ્ચે અમદાવાદમાં મારો એક શો હતો જેના ઓપનિંગમાં હું અને આપણા કોઠારીયાના કમાભાઈ અમે બંને મહેમાન તરીકે હતા. ત્યારે એન્ટ્રીમાં અમારા બંનેનું સ્વાગત કર્યું હતું હાર પહેરાવીને એ ફોટો અને વીડિયો કેટલાક વિકૃત માણસોએ જે આપણી ઊંચાઈ જોઈ ના શકતા હોય અને બદનામ કરવા માટે યુટ્યુબમાં લખીને શેર કરે છે કે જુઓ કમાભાઈના લગ્ન થઇ ગયા.”
તેમને આગળ જણાવ્યું કે “માણસ સસ્તા વ્યુવ માટે કેટલી હદ સુધી જઈ શકે એ તો આપણે જોઈએ છીએ પરંતુ આ તો એક હદ પર કહેવાય, તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે આ વીડિયોને જુઓ તો આગળ શેર ના કરતા, અને જે પણ આઈડીથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે તેને રિપોર્ટ કરો, અને જે પણ વ્યક્તિએ આ રીતે વીડિયો શેર કર્યો છે જેના વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરવાનું છું. તો આવી ખોટી વાતમાં કોઈ ભાગ લેવો નહિ તેવી મારી વિનંતી છે.”
અલવીરા મીર દ્વારા આ વીડિયોને તદ્દન ફેક અને ઉપજાવી કાઢેલો હોય તેમ જણાવવામાં આવ્યું છે, અને આજે લોકો પણ આવા ખોટા વીડિયો બાનવીને પ્રસિદ્ધિ મેળવવા માંગે છે, પરંતુ આ રીતે લોકો હળહળતું જુઠ્ઠાણું ફેલાવીને કોઈને પણ મુસીબતમાં મૂકી શકે છે. અલવીરાએ એબીટુ ને જણાવ્યું હતું કે આવા લોકોને રોકવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે કમો એક દિવ્યાંગ છે અને કેટલાંક સ્ટેજ કલાકાર પણ સસ્તી લોકપ્રિયતા માટે કમાની આસપાસ એ રીતે ભમે છે કે વાત ન થાય, તેવામાં મીર જેવી ટીખળ અગાઉ પણ કેટલીક મહિલા કલાકારની સાથે થઈ હોય અને ભારતમાં સોશિયલ નેટવર્ક અંગેના કાયદાઓ એકદમ કાચા હોય લોકોએ જ સમય સાથે સાવધાની રાખવી જોઈએ.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button