નવ્યા નવેલી સિદ્ધાંતના ઘરની બહાર આંટા મારતી પકડાઈ
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીના ઘરની બહાર આંટા મારતી દેખાઈ હતી. તેના આધારે તેનું આ અભિનેતા સાથે અફેર ચાલતું હોવાનું વધારે એકવાર કન્ફર્મ થયું હતું.
પાપારાઝી ફોટોગ્રાફર્સએ નવ્યાને સિદ્ધાંતના ઘર બહાર આંટા મારતી પકડી પાડી હતી.નવ્યાની સિદ્ધાંતના ઘરે અવરજવર તથા કેટલીય પાર્ટીઓમાં તેમનો સંગાથ અને સોશિયલ મીડિયા પોસ્ટસ બધું જ તેમનાં ડેટિંગની સાક્ષી પુરે છે.
જોકે, તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં સિદ્ધાંતે પોતાનું કોઈ અફેર ચાલતું હોવાનો ઈનકાર કર્યો હતો અને પોતે હજુ સિંગલ જ છે એમ જણાવ્યુ ંહતું. હવે નવ્યાની આ હિલચાલથી સિદ્ધાંતના દાવામાં કોઈ દમ નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે આ યુગલ ક્યારેય તેમની રિલેશનશિપની ઓફિશિયલ જાહેરાત કરે છે કે કેમ તેની જ રાહ જોવાઈ રહી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button