અક્ષય કુમારે હેરાફેરી-3 ગુમાવી
અક્ષય કુમારે હેરાફેરી-૩ કાર્તિક આર્યન સામે ગુમાવી દીધી હોવાના સમાચાર બોલીવૂડનાં વર્તુળોમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યા છે. હવે એવી વાત બહાર આવી છે કે અક્ષયે ૯૦ કરોડની ફી માગતાં નિર્માતાએ તેને ના પાડી દીધી હતી.
અક્ષય કુમારને એવો વહેમ હતો કે હેરાફેરી-૩ તેના વિના નહીં જ બને. આથી તેણર્નિર્માતા પાસે ૯૦ કરોડની ફી ઉપરાંત ડિસ્ટ્રિબ્યૂશનમાં પણ હિસ્સાની માગણી કરી હતી. તેની સામે કાર્તિક આર્યને ૩૦ કરોડ રુપિયામાં જ તૈયારી દેખાડી હતી.
નિર્માતાએ આ ફિલ્મની સેટેલાઈટ તથા ડિજિટલ રાઈટ્સની કમાણી કેટલી થઈ શકે તે માટે વિવિધ પ્લેટફોર્મમાં દાણો ચાંપી જોયો હતો.
તેમને બધા હિસાબ કરતાં ખ્યાલ આવ્યો હતો કે અક્ષયને ૯૦ કરોડ ચુકવવા કરતાં કાર્તિકને ૩૦ કરોડ ચુકવવાનો સોદો વધારે બહેતર છે. અત્યારના સ્ટાર્સમાં કાર્તિક સૌથી વધારે ડિમાન્ડ પણ ધરાવે છે. બીજ તરફ અક્ષય કુમારની ગણતરી હવે ફ્લોપ થઈ રહેલા સ્ટાર્સમાં થાય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button