ફિલ્મો ફ્લોપ થતાં સૈફ હવે નિર્માતા તરીકે કરશે ફોક્સ
સૈફ અલી ખાનની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. આથી, તેણે હવે પ્રોડયૂસર તરીકે વધુ ફોક્સ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા એક દાયકામાં ‘તાન્હાજી’ને બાદ કરતાં તેની તમામ ફિલ્મ ફ્લોપ થઈ છે. તાજેતરમા ંઆવેલી ‘વિક્રમ વેધા’ પણ બોક્સ ઓફિસ પર પછડાઈ હતી.
આથી , સૈફ અલી ખાને પોતાની પ્રોડક્શન કંપની બ્લેક નાઇટ ફિલ્મ્સને વધુ એક્ટિવ કરવાનો નિર્ણય લીધો છે. આ બેનર હેઠળ તે અગાઉ લવ આજકલ, કોકટેલ, એજન્ટ વિનોદ , જવાની જાનેમન ે જેવી ફિલ્મો બનાવી ચૂક્યો છે.
સૈફ હવે આગામી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ માટે બનાવશે. તેનું દિગ્દર્શન પીહુથી જાણીતા બનેલા વિનોદ કાપડીને સોંપવામાં આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button